________________
ઉત્તરાધ્યયન મલસુખ-સટીક અનુવાદ તો હવે કહો કે કઈ રીતે બંધાય છે ? તેણે કહ્યું- સાંભળો. (હવે નિયુક્તિ ગાથા કહે છે.) • નિર્યુક્તિ - ૧૬ + વિવેચન -
જેમ કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ અબદ્ધ હોય છે. તેમ જીવ કર્મથી પૃષ્ટ પણ અબદ્ધ જ રહે છે. (તેની વૃત્તિ આ પ્રમાણે - )
જેમ તે કંચુકી પુરુષને સ્પર્શે છે, પણ તે કંચુક શરીરની સાથે બદ્ધ હોતી નથી. એ પ્રમાણ જ કર્મો પણ જીવ પ્રદેશો વડે પૃષ્ટ છે, પણ જીવ પ્રદેશોની સાથે બદ્ધ હોતા નથી. જેને કર્મો બદ્ધ હોય તેનો સંસારથી વિચ્છેદ થતો નથી.
ત્યારે તે કહે છે કે - અમે આચાર્ય પાસે આટલું ભણેલ છીએ. આ જાણતા નથી. ત્યારે તે શક્તિ થઈને પૂછવાને ગયા. કેમકે તેને થયું કે - મારાથી ક્યાંક અન્યથા ગ્રહણ કરેલ ન થાય. ત્યારે આચાર્યને પૂછ્યું
તેમણે પણ કહ્યું કે તેનો આવો આશય છે. જો જેનાથી પૃથકભાવ થવાનો હોય છે તેનાથી સ્પષ્ટમાત્ર છે, જેમ કંચુક કંચુકી વડે ઋષ્ટ માત્ર છે, જીવ વડે કર્મનો પૃથફભાવ થશે. અહીં આ પ્રશ્ન કરવો જોઈએ.
કંચુકવતુપૃષ્ટમાબતા જે કર્મની કહી, તે શું એક એક જીવ પ્રદેશના પરિવેષ્ટનથી છે કે સકલ જીવ પ્રદેશ પ્રચય પરિવેઝનથી છે ? જો એક એક જીવ પ્રદેશ પરિક્વેસ્ટનથી છે, તો શું આ પરિવેપ્ટન મુખ્ય છે કે ઔપચારિક ? જો મુખ્ય છે, તો સિદ્ધાંતમાં વિરોધ આવશે. મુખ્ય પરિક્ષેપણ જ પરિવેષ્ટ છે. એ પ્રમાણે ભિન્ન દેશના કર્મોનું ગ્રહણ થાય.
જ્યારે સિદ્ધાંતમાં કહેલ છે કે જે આકાશ પ્રદેશમાં આત્મપ્રદેશ અવગાઢ હોય, તેના વડે અવગાઢ જ કમ ગ્રહણ કરાય છે.
- હવે જે તે ઔપચાસ્કિ છે, તે જેમ કંચુકી કંચુક વડે અવષ્ટ અને આવૃત્ત છે, એ પ્રમાણે જીવપ્રદેશો પણ કર્મ પ્રદેશો વડે મુખ્ય પરિવેષ્ટનના અભાવમાં પણ તેમને ત્યાં પરિઝન કહેવાય છે. તેનાથી સ્પષ્ટ જ અમારી અષ્ટગંધની સિદ્ધિ થાય છે. કેમકે અમને પણ અનંત કમણિ વર્ગણાઓ વડે આત્મપ્રદેશોની ઉક્ત સ્વરૂપ પરિષ્ટનનો જ બંધ ઇષ્ટ છે. આગમમાં પણ કહ્યું છે કે,
એક એક આત્મપ્રદેશ અનંતાનંત કર્મ વગણાઓ વડે આવેષ્ટિત - પરિવેખિત છે” તેથી વિપર્યય સાધનથી વિરુદ્ધ હેતુ થાય. સર્વ જીવ પ્રદેશ પ્રચય પરિવેષ્ટનશી અમારા પણ પક્ષમાં ભિન્ન દેશ કર્મ ગ્રહણથી પૂર્વવત જ સિદ્ધાંતમાં વિરોધ આવે છે. તથા તેમાં બાહ્ય પ્રવેશ બંધ જ કર્મનો સંભવે છે. તે મેલની જેમ જ હોય, તેની ભવાંતર અનવૃત્તિ ન થાય. એ પ્રમાણે પુનરભવનો અભાવ થાય અથવા સિદ્ધોને પુનર્ભવની આપત્તિ આવે ઇત્યાદિ. • - - - x-x-x
(અહીં પણ વૃત્તિકારીએ ઘણાં વર્ષો, પાઠો, આક્ષેપ - પરિહાર નોંધેલા છે. પણ પૂર્વવત તજજ્ઞ પાસે જ સમજી શકાય તેમ છે. અમે ઉક્ત અનુવાદ પણ સમજી શકાય તેવી અપેક્ષાથી જ કરેલ છે, શેષ કથન માત્ર અનુવાદી સમજવું કઠીન છે, જો કે અમારા “આગમ કથાનુયોગ”માં
આ વિષયમાં ઘણું કથન અને નોવેલ છે. ગ્રાંતોમાં પણ તેની કેટલીક સ્પષ્ટતા જોવા મળે છે.) Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org