________________
૧૪૫
અધ્ય. ૩ ભૂમિકા
આચાર્ય દ્વારા આટલું બધું સમજાવ્યા પછી - પ્રરૂપ્યા પછી ફરી તે ગોષ્ઠામાહિલ સલીન થઈને રહ્યો. તેણે વિચાર્યું કે વાવના સમાપ્ત થઈ જવા દો, પછી હું તેમને ક્ષોભ પમાડીશ.
અન્ય કોઈ દિવસે નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાં સાધુને જાવજીવન માટેના ત્રિવિધ ગિવિધથી (મન, વચન, કાયા અને કરણ, કરાવણ, અનુમોદનથી) પ્રાણાતિપાતનું હું પચ્ચકખાણ કરું છું. આ પ્રત્યાખ્યાનનું વર્ણન કરે છે.
ત્યારે તે ગોષ્ઠામાહિલ બોલ્યો કે- આ સિદ્ધાંત છે. આ પ્રમાણે ન થાય તો તમે કહો કઈ રીતે કરવું જોઈએ.
સાંભળો, હું બધાં પચ્ચક્ખાણ પ્રાણાતિપાત અપરિમાણપણાથી ત્રિવિધ ત્રિવિધે કરું છું એ પ્રમાણે સર્વે સાવત્રુથિક છે.
કયા નિમિત્તે પરિમાણ કરતું નથી?
ગોષ્ઠામાહિલે કહ્યું - જે તે આશંસાદોષ છે, તે નિવર્તિત થાય છે. કેમકે જાવજીવપણે કરવાથી ભાવિ ભવમાં તેમ કરવાના પરિણામ છે. તેવી આશંસા રહે છે. “હું પ્રાણાદિને હણીશ.” આવા કારણથી અપરિમાણપણાથી જે પ્રત્યાખ્યાન કરવા જોઈએ. પણ પશ્મિાણ સ્વીકાર ન કરવો.
આ કથન હવેની નિયુક્તિમાં નિયુક્તિકારે નોંધેલ છે , • નિર્યુક્તિ - ૧૭ + વિવેચન
પ્રત્યાખ્યાન પરિમાણરહિતપણે જ કરવું જોઈએ. જેમાં પરિમાણ કરાય છે, તેમાં દુખ આશંસા સંભવે છે - આ ગાથાર્થ કહ્યો.
ગોષ્ઠા માહિલે કહ્યું કે - ભાવિમાં “હું હણીશ” એવો આશંષા દોષ. કાળ મર્યાદાથી પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, માટે પ્રત્યાખ્યાન કદી કાળ મર્યાદા પૂર્વકનું હોવું ન જોઈએ.
તેણે એ પ્રમાણે કહેતા, તેને વિંધ્યમુનિએ તેને કહ્યું કે - હે ગોષ્ઠા માહિલ ! તમારા કહેવાનો આશય કંઈક આવો જણાય છે -
જે પરિમાણવત્ - સમયની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન છે, તે આસક્તિ પૂર્વકનું છે. જેમ - ગૃહસ્થનું ઇત્વરકથિત - અત્યકાલીન પ્રત્યાખ્યાન છે. કાળ મર્યાદાવાળું પ્રત્યાખ્યાન જે સાધુ જાતજીવને માટે- સર્વ સાવધનો ત્યાગ કહ્યો, તે આ અનૈકાંતિક હેતુ છે. તેથી કહે છે કે કેમ અહીંપરિમાણવમાનથી સાભિવંગતા- આસક્તિયુક્તતા સાધો છો અથવા આશંસાથી ?
પહેલા પક્ષમાં સાધુને અદ્ધા - કાળ પ્રત્યાખ્યાન હોય છે કે નહીં? જો હોય છે, તો શું પોસિ આદિ પદ યુક્ત હોય છે કે બીજી રીતે હોય છે ? જો તે પોરિસિ આદિ પદોથી યુક્ત હોય તો તેમાં પરિમાણવાળાપણાથી શા માટે આસક્તિયુક્તતા કે આશંસા ન કહી ? 37 10 ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org