________________
માધ્ય. ૩ ભૂમિકા
ત્રણ પ્રકારના કુટ- ઘડા હોય છે. નિષ્પાવકુટ, તૈલકુટ, ધૃતકુટ તેને જો ઉંઘા વાળવામાં આવે તો નિષ્પાવ (અડદ) બધાં જ નીકળી જાય છે. તેલ પણ ઢોળાઈ જાય છે, છતાં તેના અવયવો કિંચિત લાગેલા રહે છે. જ્યારે ઘીના કુટમાં ઘણાં અવયવો ચટેલા રહે છે.
એ પ્રમાણે હે આર્યો હું આ દુર્બલિકાપુષ્પમિત્ર પ્રતિ સૂત્ર, અર્થ અને તદુભયમાં નિષ્પાવ (અડદ)ના કુટ સમાન છું. ફલ્ગ રક્ષિત પ્રતિ તૈલના કુટ સમાન છું અને ગોઠામાહિલ પ્રતિ ઘીના કૂટ સમાન છું.
એ પ્રમાણે આ સુત્ર વડે અને અર્થ વડે યુક્ત તમારા આચાર્ય થાઓ. તે બધાંએ પણ દુર્બલિકા પુષ્પમિત્રને તે પ્રમાણે સ્વીકાર્યા. બીજા પણ બોલ્યા કે જે પ્રમાણે હું ગોષ્ઠામાહિલ અને ફશુરક્ષિત પ્રત્યે વત્યોં, તેમ તમારે બધાંએ પણ વર્તવું જોઈએ. તે સાધુઓ પણ બોલ્યા કે જેમ આપ અમારી સાથે વત્ય, તે પ્રમાણે આપણે પણ વર્તવું.
એ પ્રમાણે બંને પણ વર્ગોને કહીને આર્યરક્ષિતે ભક્તપત્યાખ્યાન કર્યું. પછી કાળધર્મ પામીને દેવલોકે ગયા.
ગોષ્ઠામહિલે પણ સાંભળ્યું કે- આચાર્ય ભગવંત આર્યરક્ષિત કાળધર્મ પામ્યા ત્યારે આવીને પૂછયું કે - ગણધર રૂપે કોને સ્થાપ્યા ? તેમની પાસેથી કુટનું દષ્ટાંત સાંભળ્યું. ત્યારે અલગ ઉપાશ્રયમાં રહ્યા પછી આવ્યા.
ત્યારે તે બધાં સાધુ ઉભા થયા. અને અહીં જ સાથે રહો, તેમ કહ્યું પણ ગોષ્ઠામાહિલને તે વાત રુચી નહીં. તે બહાર રહ્યા અને બીજા બીજાને સુગ્રહિત કરવા લાગ્યા. પણ તેમ કરી ન શક્યા.
આ તરફ આચાર્ય અર્થપોરિસી કહે છે, પણ તે સાંભળતો નથી. વળી બોલ્યો કે - આપ અહીં “નિષ્પાવકૂટ' કહેવાઓ છો. તેઓ ઉભા થયા પછી વિંધ્યમુનિ અનુભાષણ કરે છે. આઠમાં કર્મ પ્રવાદ પૂર્વમાં કર્મની પ્રરૂપણા કરે છે.
જીવ અને કર્મનો બંધ કઈ રીતે છે?
ત્યારે તેઓ બોલ્યા - બઈ, સ્પષ્ટ અને નિકાચિત. બદ્ધ - જેમ સોયનો સમૂહ હોય તેમ જાણવો. ધૃષ્ટ - જેમ ધણ વડે તેને નિરંતર કરાયેલ હોય તેવો. નિકાચિત એટલે તપાવીને, કુટીને એકરૂપ કરેલ હોય તે.
એ પ્રમાણે કમોં પણ જીવ રાગ અને દ્વેષ વડે પહેલાં બાંધે છે. પછી તેના પરિણામોને છોડ્યા વિના સ્પષ્ટ કરે છે, તે જ સંકિલષ્ટ પરિણામથી તેને ન છોડતાં કિંચિત્ નિકાચના કરે છે.
નિકાચિત તે નિરૂપક્રમ છે. ઉદયથી વેદાય છે. અન્યથા તે કર્યો વેદાતા નથી. ત્યારે ગોઠામાહિલ તેમને અટકાવે છે. આમ થતું નથી. કોઈ દિવસે અમે એ પ્રમાણે સાંભળેલ છે કે જે આટલાં ક બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત છે, એ પ્રમાણે તેનો મોક્ષ થશે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org