________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૩૯ હવે તમે આવો વાદ - કથનનો ત્યાગ કરી દો. જેથી મારે તમારા દોષને કારણે તમને શિક્ષા ન કરવી પડે. શિક્ષા કરીશ, તો તમારા માટે તે સારું નહીં થાય. કેમકે ભગવંતે અહીં જ - આ સ્થાને સમોસરીને આવી પ્રરૂપણા કરેલ છે કે - “એક જ ક્લિા વેદાય.” એ પ્રમાણે મણિનાગે કહેતા ગંગાચાર્યએ તે વાત સ્વીકારી.
પછી ગંગાચાર્યએ ઉભા થઈને “મિચ્છામિ દુક્કડ” કહ્યું.
હવે વડલૂકથી જે રીતે ઐશશિક મતની ઉત્પત્તિ થઈ તેને નિયુક્તિકરિશ્રી હવેની નિયુક્તિમાં કહે છે -
• નિર્યુક્તિ - ૧ર વિવેચન - આ નિર્યુક્તિનો સંપદાયથી ભાવાર્થ વૃત્તિકાર આ પ્રમાણે કહે છે -
ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૫૪૪ વર્ષે આ ઐરાશિક મતની ઉત્પત્તિ થઈ. (કલ્પસૂર વ્યાખ્યાનમાં પણ આ કથા છે)
અંતરંજિકા નામે નગરી હતી. ત્યાં ભૂતગૃહ નામે ચૈત્ય હતું. ત્યાં શ્રીગુપ્ત નામે આચાર્ય રહેલા હતા. ત્યાં બલશ્રી નામે સજા હતો. વળી તે શ્રીગુપ્ત સ્થવિરને રોહનુમ નામે શિષ્ય હતો. તે અન્ય ગામે રહેતો હતો. પછીથી તે ત્યાં અંતરંજિકામાં આવેલો
હતો.
ત્યાં એક પાિજક તેના પોતાના પેટ ઉપર લોટાના પફ બાંધીને હાથમાં જંબૂશાખા લઈને ફરતો હતો. કોઈ પૂછે કે શું વેશ કયો છે ? તો તે કહેતા કે જ્ઞાન વડે મારું પેટ ફાટી જાય છે. તેથી મેં પેટ ઉપર લોઢાનો પટ્ટો બાંધેલ છે. અને જંબૂની શાખા એટલે હાથમાં લઈને ફરું છું કેમકે બૂઢીપમાં કોઈ મારો પ્રતિવાદી નથી.
ત્યારે તે પરિવ્રાજકે પડતો વગડાવ્યો - પરમવાદી શૂન્ય થઈ ગયા છે તેથી લોકોએ તેનું પોટ્ટશાલ’ એ પ્રમાણે નામ કર્યું. પછી તેને રોહગુણે રોક્યો. પહો, વગાડવો, બંધ કરો. હું આની સાથે વાદ કરીશ.
એ પ્રમાણે પ્રતિષેધ કરીને રોહગુને આચાર્ય પાસે જઈને તે વૃત્તાંત જણાવ્યો. આ પ્રમાણે મેં પહને રોકેલ છે. આચાર્યએ કહ્યું - તેં ખોટું કર્યું, તે વિધાબલિ છે, વાદમાં પરાજિત થવા છતાં વિધા વડે જીતી તેને આ સિદ્ધિ વિધા પોશાલના પ્રતિપક્ષે
આપી.
• નિર્યુક્તિ • ૧૦૩ + વિવેચન -
વિંછી, સર્પ, ઉંદર, મૃગ, વરાહ, કપડી, પોત. આ વિધાઓમાં તે પરિવાજક કુશળ હતો. -૦- તેથી આચાર્ય ભગવંતને તેના પ્રતિપક્ષે જે વિધાઓ આપી તે સાત વિધાઓ આ હતી -
• નિયુક્તિ - ૧er + વિવેચન -
મયુરી, નકુલી, બિલાડી, વ્યાઘી, સીંહી, ઉલુકી, અવપાતી. આ વિધાઓ ગ્રહણ કરીને પારિવ્રાજકની વિધાઓને અનુક્રમે હણી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org