________________
૧૩૮
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ તે વખતે શરદ હતમાં તે ગંગદેવાયાર્ચ, આયાર્ય મહાગિરિના વંદનને માટે ત્યાંથી નીકળ્યા. તે ઉપરી ખાઘાટથી, તે ઉલુક નદીને પાર ઉતરતા હતા, ત્યારે તે ખલતિ ઘણી ઉષ્ણ હોવાથી દઝાડતી હતી અને નીચે શીતળ પાણી વડે પગમાં ઠંડી લાગતી હતી.
ત્યારે તેને વિચાર આવ્યો કે- જેમ સૂત્રમાં કહેલ છે કે- એક જ ક્રિયા વેદાય છે - શીત અથવા ઉષ્ણ. પરંતુ હું હાલ બે ક્રિયાનું વેદન કરું છું - શીત અને ઉષ્ણનું. તેથી એક સમયે બે ક્રિયાનું વેદના થાય છે. ત્યારે તેણે આચાર્યને આ વાત કરી.
આચાર્ય ભગવંતે તેને સમજાવ્યું કે- હે આચાતું આવી પ્રરૂપણા ન કર, એક સમયે બે ક્રિયા કદી વેચાતી નથી. જે જ્યારે જણાય છે, તે ત્યારે હોય છે. જેમ શ્વેત વર્ણ જેતપણે જ જણાય છે. ઉપયોગ એક સાથે બે વતતિા નથી. પણ માનુલક્ષણ માત્રથી જ વર્તે છે.
(આ પૂર્વે ત્રણ નિલવોમાં અને વૃત્તિકાર કથિત વાદ, તર્ક, પ્રતિવાદાદિ મૂકેલા છે. પણ અહીં માત્ર અનુવાદથી અને સમજણો કઠિન છે, વાસ્તવમાં આ આક્ષેપ-પરિહાર તજજ્ઞ પાસે જ સમજી શકાય તેવા હોવાથી અમે નોંધેલ નથી, જિજ્ઞાસુઓએ મૂળ વૃત્તિથી સમજવા પ્રયત્ન કરવો જ સલાહ ભરેલો છે, અથવા ગ્રંથતિસ્થી જાણો શક્ય છે.).
- બહુ બહુવિધ આદિના ગ્રહણમાં ખરેખર ઉપયોગની બહુતા મૃતમાં કહેલી નથી. તેના અનેકના પ્રહાણમાં પણ ઉપયોગમાં અનેકતા નથી.
- જીવ ઉપયોગમય છે, તેમાં જે કાળે ઉપયોગશખે છે. તે ઇંદ્રિયના ઉપયોગમાં તન્મય ઉપયોગ રહે છે. તે ઉપયોગ પૂરતી જ તે શક્તિ રોકાય છે. તેથી જ્યારે શીત ઉપયોગ હોય તે સમયે ઉષ્ણ ઉપયોગ ન હોય અને ઉષ્ણ ઉપયોગ સમયે શીત ઉપયોગ ન હોય.
આ પ્રમાણે ગુરુ ભગવંત દ્વારા પ્રજ્ઞાપના કરવા છતાં તે ગંગાચાર્ય તેની શ્રદ્ધા કરતા નથી. અને અસતુ ભાવનાથી આત્માને, બીજાને અને ઉભયને બુક્સાહિત કરે છે. સાધુને પણ તેવી પ્રરૂપણા કરતા હતા.
આ બધું પરંપરાએ આચાર્યએ સાંભળતા, તેમણે ગંગાચાર્યને વાય, તે પણ સ્થિર ન થયા, ત્યારે સંઘમાંથી બહાર કાઢી મૂકાયા.
તે ગંગાચાર્ય ચાલતા - ચાલતા જગૃહીએ ગયા. ત્યાં એક ચૈત્ય મહાતપસ્વીરપ્રભ નામે હતું. ત્યાં મણિનાગ નામે નાગ (યક્ષ) તે ચૈત્યમાં રહેતો હતો. ત્યાં ગંગાચાર્યએ પર્ષદાની મધ્યે આ પ્રમાણે પ્રરૂપણા કરી કે - નિચે જીવો એક સમયે બે ક્રિયાને વેદે છે.
ત્યારે તે મણિનાગે તે જ પર્યાદામાં કહ્યું કે - તમે આવી પ્રજ્ઞાપના ન કરો, આ પ્રાપના સુંદર નથી. હે દુષ્ટ શૈક્ષઆટલા લાંબા કાળથી વર્ધમાન સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરતો આવેલ છું. તેમણે કહ્યું છે કે એક જ ક્રિયા વેદાય છે. તમે તેનાથી પણ વિરોણતર જ્ઞાની થયા છો શું?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org