________________
૧૩
આધ્ય. ૩ ભૂમિકા નિલવોના મત ખંડનથી અમને લાગ્યું છે કે આ માત્ર અનુવાદ યોગ્ય કથન નથી, પણ તજજ્ઞ પાસે સમજવા યોગ્ય કથન છે, તેથી અમે આનો અનુવાદ છોડી દીધેલ છે. જિજ્ઞાસુઓએ આ વૃત્તિ કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ સમજવી હિતાવહ છે.)
આચાર્ય ભગવંતે ત્યારે તેને વિવિધ યુક્તિઓ, નયો, તર્કો આદિથી ઘણો સમજાવ્યો, છતાં તે સમજવા તૈયાર ન થયો ત્યારે આ નિદ્ભવ છે, એમ જાણીને સંઘમાંથી હાંકી કાઢ્યો.
તે સામુછેદન વાદને પ્રચારતા ભ્રમણ કરે છે. જેમકે - આ લોક શૂન્ય થઈ જશે. અભાવના વડે ભાવિત કરતો તે અશ્વમિત્ર રાજાને ઘેર પહોંચ્યો. ત્યાં ખંડરક્ષકો અને આરક્ષકો બધા શ્રમણોપાસકો હતા અને જે શુલ્કપાલકો હતા તે જાણીતા હતા.
તે બધાંએ આ અશ્વમિત્ર અને તેના સાધુઓને મારવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ ડરતાં ડરતાં બોલવા લાગ્યા - અમે તો સાંભળેલ કે તમો શ્રાવકો છો, તો પણ અસંયત થઈને તમે અમને સંયત- સાધુને મારી રહ્યા છો ?
તેઓ બોલ્યા - જે પ્રજિત અર્થાત્ સાધુઓ હતા, તે તો બધાં વિચ્છેદ પામ્યા, બાકી રહ્યા તે ચોર કે જાસુસ આદિ છે. યાવત તમે તો સ્વયં જ વિનાશ પામવાનો છો. તમારો વિનાશ કોણ કરી શકે? આ તમારો જ સિદ્ધાંત છે.
હા, જે તમે ભગવંત મહાવીરના સિદ્ધાંતને માનતા હો તો તમારો વિનાશ અમારા વડે થઈ રહ્યો છે, તેમ મનાય. કેમકે તે જ વસ્તુ કાલાદિ સામગ્રીને પામીને પહેલાં સામયિકત્વથી વિચછેદ પામીને બીજા સમય પસાથી ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે ત્રણ સમયવાળા નૈરયિકોનો વિચ્છેદ થાય છે અને ચતુ સમયિકા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પાંચ સમયવાળા ઇત્યાદિ બધાં જાણવા.
અહીં તે વિચિકિત્સા કરતાં ક્ષણિજ્વાદની પ્રરૂપણા કરે છે. પણ હવે તેઓ બોધ પામ્યા. બોધ પામીને કહે છે - હે આર્ય હું સમ્યફ પ્રતિ ચોયણા ઇચ્છું છું. એ પ્રમાણે સમજાવવાથી તેઓ બોધ પામતા, તેમને મુક્ત કર્યા. તેમની સાથે ક્ષમાયાચના કરી. તે અશ્વમિત્રએ પણ ફરી ભગવંતનો માર્ગ જ સ્વીકારી લીધો.
હવે ગંગાચાર્યથી “બે કિયા” મત નીકળ્યો, તે કહે છે - • નિષિ : ૧૦૦ + વિવેચન આ નિર્યક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃતિકાર આમ જણાવે છે -
ભગવંત મહાવીરના સિદ્ધિગમન બાદ બસો અને અઠ્ઠાવીસ (૨૨૮) વર્ષ વીત્યા પછી આ પાંચમો નિલવ ઉત્પન્ન થયો.
ઉલ્લકા નામે નદી હતી, તે નદીને કાંઠે ઉત્સુકતીર નામે નગર હતું. બીજા કાંઠે ખેટસ્થામ નામે નગર હતું. ત્યાં મહાગિરિ નામે આચાર્યના શિષ્ય ધનગુપ્ત નામના હતા, તેમના શિષ્ય ગંગદેવ નામે આચાર્ય હતા.
આ ગંગદેવ આચાર્ય કોઈ વખતે પૂર્વના કિનારે ઉત્સુકતીર નગરમાં હતા. ત્યારે આચાર્ય, તે નદીના પશ્ચિમી કિનારે હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org