________________
૧૩૬
ઉત્તરાધ્યયન મૂવમૂત્ર-સટીક અનુવાદ/૧ યતિ આદિનું જ્ઞાન પણ તેનાથી તે પ્રમાણે હશે. આ યુક્ત છે. છદ્મસ્થાવસ્થામાં વ્યવહાર નયના આશ્રયથી બધુ પ્રેષ્ઠ છે, અન્યથા તીર્થનો જ ઉચ્છેદ થાય.
કહ્યું છે કે - છગ્ગસ્થની સમય ચર્યા બધી વ્યવહાર નયાનુસાર છે. તેને તે પ્રમાણે આચરતા વિશુદ્ધ મનથી બધું જ શુદ્ધ થાય છે, જો જિનમતને સ્વીકારો છો તો વ્યવહાર અને નિશ્ચય એકેને છોડતા નહીં. વ્યવહાર નયના ઉછામાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે.
જે જ્ઞાન ઘણું કરીને દષ્ટિસંવાદ છે, તે સંવ્યવહારથી સત્ય છે, ભોજનાવિત વિજ્ઞાન, વસ્તુ વ્યક્ત છે, તેને ઇચ્છવી જોઈએ.
આમ સમજાવવા છતાં પણ જ્યારે તે સાધુઓ ન સમજ્યા ત્યારે તેમને બાર પ્રકારના કાર્યોત્સર્ગ વડે ગચ્છ બહાર કાઢી મૂક્યા.
- રાજગૃહ નગરે તેઓ ગયા, ત્યાં મૌર્યવંશ પ્રસૂત બલભદ્ર નામે રાજા શ્રાવક હતો. તેણે તે જાણ્યું. જ્યારે આવ્યા ત્યારે રાજાએ કોટવાળોને આજ્ઞા કરી કે. જાઓ, ગુણશીલ ચૈત્યે રહેલા સાધુઓને અહીં લઈ આવો.
ત્યારે કોટવાળો તેમને લઈ આવ્યા. રાજાએ કહ્યું કે, લઘુ કટક મર્દ વડે આમનું મર્દન કરો. ત્યારે હાથીનું કટક લાવતાં સાધુઓ બોલ્યા કે - અમે જાણીએ છીએ કે તું શ્રાવક છો. રાજા બોલ્યો- અહીં શ્રાવકકક્યાંથી હોય? તમે અહીં કોઈ ચોર કે જાસસાદિ છો કોણ જાણે? તેઓ બોલ્યા- અમે શ્રમણ નિર્ગળ્યો છીએ. રાજાએ પૂછયું- તમે કઈ રીતે શ્રમણો છો? તમે આવ્યક્તો છો. કોણ જાણે તમે શ્રમણો છો કે જાસુસ છો ? હું. શ્રાવક છું કે નથી?
તેથી પહેલાં તમે વ્યવહાર નયનો સ્વીકાર કરો. ત્યારે તેઓ બોધપામ્યા, લજ્જા પામ્યા, નિઃશક્તિ થઈને સ્વીકાર્યું. - - તેમને મુકત કર્યા અને ખમાવ્યા. તેઓ પણ સંબોધિત થયા.
જે પ્રમાણે અચ્છમિત્રએ સામુચછેદ મત કાઢયો, તે કહે છે - • નિસંક્તિ - ૧૦ + વિવેચન : આના ભાવાર્થને બતાવતો સંપ્રદાય આ પ્રમાણે છે.
ભગવંતના નિર્વાણ પછી રર૦ વર્ષે ચોથો નિલવ ઉત્પન્ન થયો. મિથિલા નગરીમાં લક્ષ્મી હે ચૈત્ય હતું, ત્યાં મહાગિરિ આચાર્ય હતા. ત્યાં તેમના શિષ્ય કૌડિન્ય હતા. તેમનો શિષ્ય અશ્વમિત્ર હતો.
તે અનુવાદ પૂર્વમાં નિપુણ વસ્તુનું અધ્યયન કરતો હતો. તેમાં છિન્નઈદનક વક્તવ્યતાનો ચાલાવો આવ્યો. બધાં વર્તમાન સમયે નૈસચિકો સુચ્છેદ પામશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહ્યું.
એ પ્રમાણે અશમિત્રને તેમાં વિચિકિત્સા જન્મી. બધાં જ સંયતો લુચ્છેદ પામશે. એ પ્રમાણે બધાંનો સામુચ્છેદ થશે. ત્યારે તેનું તેમાં સ્થિર ચિત્ત થઈ ગયું.
(અહીં વૃત્તિકારશ્રીએ વાદ • પ્રતિવાદ રૂપે આ વાતનું ખંડન કરેલ છે, પણ આ પૂર્વેના ત્રણ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
For