________________
૧૩ર
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
• નિયુક્તિ • ૧૬૮ • વિવેચન
વૃત્તિકારશ્રી આ ગાથાનો ભાવાર્થ સંપ્રદાયથી આ પ્રમાણે કહે છે -
"
ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૬ વર્ષે બીજો નિહ્નવ ઉત્પન્ન થયો તે આ પ્રમાણે તે કાળે તે સમયે રાજગૃહમાં ગુણશીલ ચૈત્યમાં ‘વસુ' નામે આચાર્ય જે ચૌદપૂર્વી હતા. તે પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામે શિષ્ય હતો. તે આત્મપ્રવાદ પૂર્વમાં આ આલાવો ભણતા હતા - ભગવન્ ! એક જીવપ્રદેશને જીવ એમ કહેવાય? ના, આ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે બે પ્રદેશે જીવ કહેવાય ? ત્રણ પ્રદેશે જીવ કહેવાય ? સંખ્યાત પ્રદેશે ? ચાવત્ એક પ્રદેશ ન્યૂન હોય ત્યારે પણ ‘જીવ' એવી વક્તવ્યતા ન થાય. કેમકે સંપૂર્ણ-પ્રતિપૂર્ણ લોકાકાશ પ્રદેશ સમતુલ્ય પ્રદેશે જીવની વક્તવ્યતા કહી છે.
આ વાતે તિષ્યગુપ્ત વિપરીત પરિણામી થયો. જો બધાં જીવ પ્રદેશોમાં એક પ્રદેશ હીન હોય ત્યારે જીવનો વ્યપદેશ ન થાય. ત્યારે તે જે પ્રદેશ રહ્યો, તે પ્રદેશે જીવ છે, તે જ જીવનો વ્યપદેશ છે.
તે આ પ્રમાણે વિપરીત બોલે છે, ત્યારે સ્થવિરોએ કહ્યું - હે ભદ્ર ! તારો આશય આવો છે કે - જેમ સંસ્થાન જ છે, ઘટ, તેનાથી તે રૂપ, તેનો અંત્યદેશ જ તપ હોવાથી જીવ પણ તે જ છે.
જેમાં હોવાથી જે હોય તે તપ કહેવાય. જેમ સંસ્થાન જ હોવાથી તપ ઘટ થાય છે. અંત્યદેશ હોવાથી જ આત્મા હોય છે, અહીં અસિદ્ધ હેતુ છે. તેથી કહે છે - આત્મા અંત્યપ્રદેશમાં જ કેમ હોય ? શું શેષ પ્રદેશો હોતાં આત્મા ન હોય. તો પછી આ શેષ પ્રદેશોનું શું ? તેમાં કોઈ વિશેષતા છે કે નહીં ?
Jain Education International
જો નથી તો શું શેષ પ્રદેશ ભાવમાં પણ સદ્ભાવ છે ? જો વિશેષતા છે તો શું તે પૂરણત્વ છે ? ઉપકારિત્વ છે ? આગમ અભિહિતત્વ છે ? એમ કહીને આ ત્રણે વિચારણાની ચર્ચા રજૂ કરે છે -
જ
જો પૂરણત્વ છે, તો શું વસ્તુથી છે કે વિવક્ષાથી છે ? વસ્તુથી જો હોય તો શું આનું જ પૂરણત્વ છે ? બાકીના પ્રદેશોનું નથી ? હવે જો આ અંત્યત્વથી છે, અંત્યત્વ પણ આત્મપ્રદેશની અપેક્ષાથી કે તેનાથી રોકાયેલા આકાશપ્રદેશની અપેક્ષાથી છે ? આત્મપ્રદેશની અપેક્ષાથી નથી, આત્મપ્રદેશોના કથંચિત્ ભાગમાં વર્તમાનત્વથી અનવસ્થિત આ અંત્ય કે અનંત્ય એવા વિભાગનો અભાવ છે. અને જે આઠ સ્થિર છે, તે મધ્યવર્તી જ છે. તેણે રોકેલ આકાશ પ્રદેશની અપેક્ષાથી પણ નથી, તેના બધી દિશામાં પર્યન્તના સંભવથી એક જ અંત્યનો અભાવ છે. દેશાંતર સંચારમાં પણ અનવસ્થિતપણે છે. વસ્તુતઃ અંત્યનું પૂરણત્વ જ નથી. કેમકે બીજા વગેરેનું પણ પૂરણત્વ છે. અન્યથા તેવા તેવા વ્યપદેશની અનુપપત્તિ થાય. વિવક્ષાથી પણ તેમ નથી. કેમકે આ પોતાનું છે કે બધાં પુરુષોનું ? મેળવાં પુરુષોનું હોય તો આની નિયતા નથી. બધાં આપને અભિમત પૂરણને કહેતા નથી, પોતાનું પણ કહેતા નથી. તો પછી આનું પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org