________________
અધ્ય. ૩ ભૂમિકા
૧૩૧
પ્રિયદર્શનાએ “તહત્તિ' કહી, તે વાત સ્વીકારી, હે શ્રાવક ! હું પડીચોયણા ઇચ્છુ છું. ત્યારે તેણી જઈને જમાલિને કહે છે, જ્યારે તેણે આ વાત ન સ્વીકારી ત્યારે હજારના પરિવારની સાથે જઈને ભગવંત મહાવીરની ઉપસંપદામાં વિચારે છે.
જમાલી પણ ત્યાર પછી ચંપા નગરીએ ગયો. ભગવંતની કંઈક નીકટ રહીને ભગવંતને કહે છે આપ દેવાનુપ્રિયના ઘણાં અંતેવાસી શ્રમણો નિર્ણયો છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના મૃત્યુ પામ્યા પણ હું તે રીતે છદ્મસ્થ થઈને છદ્મસ્થાવસ્થા છોડ્યા વિના નહીં મરું. હું ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અર્હમ્, જિન, કેવલી થઈને મરીશ.
.
ત્યારે ગૌતમસ્વામીએ જમાલિને એ પ્રમાણે કહ્યું - હે માલિ ! નિશ્ચે કેવીને જ્ઞાન કે દર્શન શૈલ કે સ્તંભમાં ક્યારેય આવતુ કે જતું નથી. હે જમાલિ ! જો તું ઉત્પન્ન જ્ઞાન દર્શનધર છે, તો મારા આ બે પ્રશ્નના ઉત્તર આપ લોક શાશ્વત છે કે અશાશ્વત? જીવ શાશ્વત છે કે અશાશ્વત ? ત્યારે જમાલી ગૌતમસ્વામીના પ્રશ્નથી શક્તિ, કાંક્ષિત થયો યાવત્ ગૌતમસ્વામીને તે કંઈપણ ઉત્તર આપવા સમર્થ ન થતાં મૌન ધરીને ઉભો રહ્યો.
-
હૈ જમાલિ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે માલિને આ પ્રમાણે કહ્યું
હે જમાલિ ! મારા ઘણાં શિષ્યો છદ્મસ્થ હોવા છતાં આ પ્રશ્નનો ઉત્તર આપવાને
.
સમર્થ છે, જે પ્રમાણે હું આપી શકું છું. પણ તું જેવી ભાષા બોલે છે, તેવી ભાષા
બોલવી ન જોઈએ. આ લોક શાશ્વત છે, તે ક્યારેય ન હતો તેમ નથી, નથી તેમ પણ નહીં, નહીં હશે તેમ પણ નથી. લોક હતો, છે અને રહેશે. યાવત્ લોક નિત્ય છે. હે જમાલિ ! લોક અશાશ્વત પણ છે, કેમકે ઉત્સર્પિણી થઈને અવસર્પિણી થાય છે, વળી અવસર્પિણી થઈને ઉત્સર્પિણી થાય છે. તિર્યંચયોનિક થઈને મનુષ્ય થાય છે, મનુષ્ય થઈને દેવયોનિમાં પણ જાય.
ત્યારે તે જમાલિ, ભગવંતે આમ કહેવા છતાં આ અર્થની શ્રદ્ધા કરતા નથી, અશ્રદ્ધા કરતો ભગવંત પાસેથી નીકળી જાય છે. નીકળીને ઘણાં જ અસત્ ભાવોદ્ભાવના વડે મિથ્યાત્વ અભિનિવેશોથી પોતાને બીજાને અને ઉભયને યુદ્ઘાહિત કરતો ઘણાં વર્ષો શ્રામણ્યપર્યાયને પાળે છે. ઘણાં છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે. તપ ફરીને અર્ધમાસિફી સંલેખના વડે આત્માને સ્થાપિત કરે છે, તપમાં સ્થાપીને ત્રીશ ભક્તોનું અનશન વડે છેદન કરે છે. છેદીને તે સ્થાનની આલોચના, પ્રતિક્ર્મણ કર્યા વિના ફાળમાસે ફળ કરીને લાંતક કલ્પમાં તેર સાગરોપમ સ્થિતિક દેવોમાં ફિલ્બિષિક દેવમાં દેવ પણે ઉત્પન્ન થયો.
એ પ્રમાણે જેમ ભગવતી સૂત્રમાં કહ્યું છે તેમ અંત કરશે.
આ જોઈને ઘણાં જીવો ત થયા, તેથી બહુરત કહે છે અથવા ઘણાં સમયોમાં કાર્ય સિદ્ધિને માનવામાં રત આસક્ત તે બહુરતા.
(૨) તિગુપ્ત - જીવપ્રદેશનો મત જેમ કહ્યો, તે જણાવે છે -
For Private & Personal Use Only
Jain Education International
+
www.jainelibrary.org