________________
૧૩૦
ઉત્તરાધ્યયન મૂવસત્ર-સટીક અનુવાદ ઉત્તરોત્તર પરિણામ વિશેષ વિષય જ દીઈ ક્રિયાકાળનો ઉપલંભ છે, ઘટક્રિયા વિષયક નથી. કહ્યું છે કે પ્રતિ સમય ઉત્પન્નમાં પરસ્પર વિલક્ષોમાં ઘણાં છે, દીર્ઘ કિયાકાળ જો દેખાય તો આ કુંભનું શું ?
હવે કથંચિતુ નિશ્ચિત- ભેદ કૃત અને ક્રિયમાણમાં છે, તે તીર્થકરે કહેલ જ છે, નિશ્ચય અને વ્યવહારના અનુગનત્વથી તેના વચનો છે. તેમાં નિશ્ચયનયના આશ્રયથી કૃત અને ક્રિયમાણ અભેદ છે.- - -
વ્યવહારનયના મતથી આ બંનેનું વિવિધપણું છે. તથા “કસતું જ કર્યું છે. કૃત' ને કદાચ ક્રિયમાણ ક્રિયા આવેશ સમયમાં છે, ક્રિયા ઉપરમમાં વળી અક્રિયમાણ છે. તેનાથી અહીં ક્રિયમાણને નિયમથી કરેલ છે તેમ જાણવું અથવા અહીં કિંચિત ક્રિયમાણને ઉપરતક્રિયા પણ થાય.
વળી આપની મતિ - ક્રિયા અંત્ય સમયે જ અભિમત કાર્ય થાય, તેમાં પણ પ્રથમ સમયથી આરંભીને કાર્યની કેટલીક પણ નિષ્પત્તિ ઇષ્ટ છે. અન્યથા કઈ રીતે અકસ્માત અંત્ય સમયે તે થાય? કહ્યું છે કે, પહેલાં તંતુના પ્રવેશમાં જે કંઈપણ પટમાં ન સ્વીકારાય, તો અંત્ય તંતુ પ્રવેશમાં પણ તે પટનો ઉદય નહીં થાય. તેથી પહેલા, બીજા આદિ તંતુના યોગથી પ્રતિક્ષણ કંઈક કંઈક તે છે જ. અહીં શું કહેવા માંગે છે ?
જે કિયાના પહેલા સમયે ન હોય, તે તેના અંત્ય સમયે પણ ન થાય. મ ઘટકિયાદિ સમયમાં પટ થતો નથી. કૃત અને ક્રિયમાણના ભેદમાં ક્રિયાના આદિ સમયમાં કાર્ય થતું નથી. અન્યથા ઘટના અંત્ય સમયમાં પણ પટની ઉત્પત્તિ થાય છે.x- X- આ પ્રમાણે સંથારા, આદિમાં પણ યોજવું. તેથી તમે સ્વીકાર કરો કે ભગવંતે જે ચાલતું ચાલ્ય' ઇત્યાદિ વચન કહ્યા છે, તે અવિતથ છે.
એ પ્રમાણે કહેવા છતાં તેણે આ સ્વીકાર્યું નહીં. ત્યારે તે સાધુઓ જમાલિની પાસેથી “ભગવતી'માં કહ્યા મુજબ ભગવંતના આશ્રયે વિચારવા લાગ્યા.
તે પ્રિયદર્શના પણ જ્યારે ટંક કુંભકારના ઘેર રહેલી, તેણી ચૈત્યવંદના કરીને આવી ત્યારે જમાલીને વંદનાર્થે આવી, તેણીને પણ જમાલી બહુરત મતની પ્રજ્ઞાપના કરે છે. તેણી પણ વિપ્રતિપન્ન થાય છે. તેના સ્નેહાનરાગથી ખેંચાઈ પછી આવીને પોતાના સાધ્વીઓને કહે છે, પછી ટંક શ્રાવકને કહે છે.
ટંક શ્રાવક જાણે છે કે આ તેના સ્વામીને કારણે વિપરીત મતવાળા થયા છે. ત્યારે તે કહે છે - હું આનો વિશેષ વ્યતિકર જાણતો નથી, એ પ્રમાણે તેણીને કોઈ દિવસે કદાચિત સ્વાધ્યાય પોરિસી કરતાં ટંક કુંભારે વાસણોને ઉંચા-નીચા કરતા, તેણીની પાસે અંગારો ફેંક્યો. ત્યારે તે સાળીના કપડાંનો એક ભાગ બળ્યો. તેણી બોલી - હે આર્યશ્રાવક! આ મારી સંઘાટી - વસ્ત્ર બળ્યું. ટંકે કહ્યું કે- તમે જ પ્રરૂપણા કરો છો કે બળતું એવું બન્યું ન કહેવાય, તો તમારી સંઘાટી કઈ રીતે બની? અસત્ર નયના મતે વર જિનેન્દ્રના વયનને આશ્રીને બોલાય કે - “બળતું બળ્યું' તમારા મતે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org