________________
160
અધ્ય. ૩ ભૂમિકા
મિથ્યા-વિપરીત, દષ્ટિ-બુદ્ધિ, જેની છે તે મિથ્યાષ્ટિ જીવ, ગુરુ વડે કહેવાયેલા આગમને આ આમ જ છે, તેમ સ્વીકારતા નથી. કદાચિત્ તેથી વિપરીતની પણ શ્રદ્ધા ન કરે, તેથી કહે છે - અવિધમાન - પરમાર્થથી વિધમાન ભાવો તે, જેમાં જીવ આદિ અભિધેયભૂત છે તેનો સદૂભાવ ન માનવો તે. સર્વવ્યાપી આદિ રૂપ આત્માદિના પ્રતિપાદક કૃપવચન, તેને બીજા કહે અથવા સ્વયં માની લે છે.
આ રીતે શ્રદ્ધાનું દુર્લભત્વ જણાવીને હવે તે પ્રાપ્ત થયા પછી પણ તેમાં ઉપઘાત સંભવે છે, તે કહે છે - અભ્યઃ આ શબ્દ પ્રશંસા અર્થમાં નિયાત છે. અથવા જીવાદિ અવૈપારિત્યથી પામે છે, તે સમ્યફ તથા દષ્ટિ જેની છે તે સમ્યગુ દષ્ટિ. તે ઉપદિષ્ટ પ્રવચનને નિઃશંક સ્વીકારે છે. તે શું આ પ્રવચનની જ શ્રદ્ધા કરે છે ? તે કહે છે. તેઓ આસદભાવ ને અજ્ઞાન વડે અથવા ધર્માચાર્યના નિયોગ- વ્યાપારથી, જીવાદિ સ્વરૂપને જાણવા છતાં અતત્ત્વને તત્વ રૂપે સ્વીકારે છે.
એ પ્રમાણે પહેલી ગાથા વડે મિથ્યાત્વ હેતુત્વ અશ્રદ્ધાનું કહ્યું. બીજી ગાથા વડે ફરી તેના અભાવમાં પણ અનાભોગ અને ગુરનિયોગ હેતુથી કહ્યું. એ પ્રમાણે બંને ગાથા વડે શ્રદ્ધાની દુર્લભતા કહી.
આ પ્રમાણે હોવા છતાં કેમ કેટલાંક અત્યંત સહજુ પણ સંભવે છે? જેઓ સ્વયં આગમનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુના ઉપદેશથી અન્યથા પણ સ્વીકારે છે. તેથી - જમાલિ વગેરે નિહવોના શિષ્યો તેમની ભક્તિયુક્તતાથી સ્વયં આગમાનુસારી મતિવાળા હોવા છતાં પણ ગુરના નિમિત્તથી વિપરીત અર્થને પણ સ્વીકાર્યો. x x
આ અભાવને સ્વીકારનાર કોણ હતા ? તે કહે છે - ૦ વર્ણન - ૧૪ + વિવેચન -
(૧) બહુરત - ઘણી ક્રિયા નિષ્પત્તિ વિષય સિદ્ધાંતમાં સ્ત, અર્થાત્ ઘણાં જ સમયોમાં ક્રિયાનિધ્ધતિ એ અભાવને સ્વીકાય. (૨) પ્રદેશી - અંત્ય પ્રદેશે જીવ છે, તેમ કહેનાર. અંત્ય પ્રદેશમાં જ જીવને સ્વીકારે છે. (૩) અવ્યક્ત - અવ્યક્તવાદી, અહીં વાત પણે આ યતિ છે કે અયતિ ઇત્યાદિ સ્વરૂપથી વસ્તુને જાણવું શક્ય ન બને, તેથી બધું જ આવ્યા છે તેમ સ્વીકારનાર. (૪) સામુચ્છેદ - સામાન્યથી નિરન્વચપણે ઉર્વ ક્ષણથી ઉપર હોવાથી છેદ - નાશ, તે સમુચ્છેદ, તેને તત્વબુદ્ધિ સામુચ્છેદો કહે છે. - x x- (૫) દ્વિક - બે ક્રિયા વિષયક એક સમયે અનુભવાતું ગ્રહણ કરાય છે. તેને સ્વીકારનાર પણ ઉપચાર દ્વિક કહ્યા. (૬) ત્રિક - જીવ, આજીવ, નોજીવ એ ત્રણ રાશિ છે એવું માનનારાને પણ ત્રિક' કહે છે. (૩) અબદ્ધિકા - બદ્ધ જીવ પ્રદેશ વડે અન્યોન્ય વિભાગથી સંપૂક્ત, ન બંધાયેલ તે અબદ્ધ. અર્થાત્ કર્મ, તેના સ્વીકારના વિષયમાં આ કહેલા છે.
અહીં કોણ કોના શિષ્ય. તે આશંકાના અપોણાર્થે આના નિર્ગમને જણાવવાને સંબંધ કહે છે. આના અનંતર ઉપદર્શિતના, નિર્ગમન - જેની જ્યાં ઉત્પત્તિ તે રૂપ અહીં અનુક્રમથી કહીશુ- પ્રતિજ્ઞાત જ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org