________________
૨૩, ૬૪
૧૧૫ ચૈત્યસુપે રહેલ કાગડા, ભિંત ઉપર રહેલ આતપ, હે સખી ! લોકો નિદ્રાનો ત્યાગ કરતા નથી. આમ કહીને પોતાનું દુઃખિતપણું પ્રગટ કરે છે. તે બ્રાહ્મણી પણ પતિના વિરહથી દુઃખિત થઈ. સાત્રિમાં નિંદ્રાને ન પામી, એ પ્રમાણે માગધિકા • અર્થ છે. પછી તેણીને તે પુત્રી સાંભળીને માગધિકાને પ્રતિ ભણે છે તે આ પ્રમાણે "
• નિર્ણક્તિ - ૧૩૬ + વિવેચન :
તમે જ હે માતા | શિક્ષા સમયે કહેતા હતા કે- વિમનસ્ક થતી નહીં. વિમુખ થતાં ચક્ષ આવ્યો. યક્ષાહતક ખરેખર પિતા હતા. હવે અન્ય તાતની શોધ કર, એ માગધિકા અર્થ છે.
પછી તે બ્રાહાણી આ પ્રમાણે કહે છે - • નિક્તિ - ૧૩ + વિવેચન •
જે કન્યાને નવ માસ કુક્ષિમાં ધારણ કરી, જેણીના મળ અને મૂત્રનું મર્દન કર્યું (મળ-મૂત્ર ચુંથ્યા) તે પુત્રીએ જ મારા પતિને હરી લીધો. એ હેતુથી જ ચોરી લીધો. શરણ જ અશરણ થયું, મને અપકારી થયા.
- અથવા - એક બ્રાહાણે તળાવ ખોદાવ્યું, ત્યાં જ પાળીના દેશાભાગે દેવકુલ અને આરામ તૈયાર કરાવ્યા. ત્યાં તેણે યજ્ઞ શરૂ કર્યો. જ્યાં બકરીને મારી નંખાય છે. અન્ય કોઈ દિવસે તે બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને બકરારૂપે જન્મ્યો. તે બકરાને તે બ્રાહાણના પોતાના પુત્રો વડે જ ગ્રહણ કરાયો. તે જ તળાવમાં યજ્ઞમાં મારવાને માટે લઈ જવાયો.
લઈ જવાતા એવા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે બકરો બેંબેં કરતો, પોતે જ વિચારે છે કે જે મારા વડે જ મેં પ્રવર્તાવ્યો એ પ્રમાણે વિલાપ કરતાં બકરાને કોઈ એક અતિશયાની સાધુએ જોયો. તે સાધુ આ પ્રમાણે બોલ્યા -
• નિર્યુકિત - ૧૩૮ + વિવેચન :
સ્વયં જ વૃક્ષોને તમે રોપ્યા. પોતે જ તળાવ ખોદાવ્યું. પ્રાચિંતના પ્રાણની ઉપર દેવો વડે દેવાયોગ્યની યાચના કરી. તેના વડે અવસર પ્રાપ્ત થયો. તે જ ઉપયોચિત લબ્ધક તું છે. તો પછી હે બકરા ! હવે તું શા માટે બેં-બેં કર્યા કરે છે ? આરટે છે. એ માગધિકાનો અર્થ છે.
ત્યાર પછી તે બકરો, સાધુના કથનને સાંભળીને મૌન થઈને રહ્યો. તે બ્રાહ્મણ પુત્રોએ વિચાર્યું કે - આ ધ્વજિત વડે એવું શું બોલાયું કે - જેનાથી આ બકરો મૌન થઈને રહેલો છે.
ત્યાર પછી તેણે તે તપસ્વી સાધુને પૂછયું - ભગવન! આ બકરો આપના વડે કંઈક કહેવાતા જ મૌન કેમ થઈ ગયો ? સાધુએ તેને કહ્યું કે - આ જ તારો પિતા છે, કઈ રીતે જાણવું? કે જેથી મને પણ ખબર પડે. તે બકરાએ પૂર્વભવમાં પુત્રની સાથે નિધાન દાટેલ, ત્યાં જઈને બંને પગવડે ખટુ ખ કરવા લાગ્યો. તેનાથી બ્રાહાણ પુત્રએ જાણીને બકરાને મુક્ત કર્યો.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org