________________
૯ ૪
દશવૈકાલિકલસૂત્ર-સટીક અનુવાદ x x• હવે કથા સ્વરૂપ કહે છે -
• નિર્યુક્તિ - ૧૮૯ થી ૧૨ : વિવેચન
(૧) અર્થકથા - વિધા આદિ અર્થ, તેથી પ્રધાન કથા. એ પ્રમાણે (૨) કામકથા, (૩) ધર્મકથા જાણવી. (૪) મિશ્રકથા. આ કથાઓની એક એક કથા પણ અનેક ભેદે હોય છે. આ રીતે ગાથાર્થ કહીને તેનો વિસ્તાર કહે છે :
અર્થકથા - વિધા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષત્વ, શામ, દંડ, ભેદ, ઉપપ્રદાન તે અર્થપ્રધાનત્વ આદિ કથા. ભાવાર્થ આ પ્રમાણે - વિધાને આશ્રીને અર્થકથા કે જે વિધા વડે ધનનું ઉપાર્જન કરે. કોઈએ વિધા સાધી, તે તેને પ્રભાતે પાંચ મુદ્રા આપે છે. અથવા સત્યડીવિધાધર (તથા) ચક્રવર્તીને વિધા પ્રભાવથી ભોગો મળ્યા. સત્યકીને આવશ્યક ટીકાથી જાણવો.
- હવે શિલ્પ'ને કહે છે. શિલાશી ધન ઉપાર્જે છે. દૃષ્ટાંત - કોકાસ. ઉપાયમાં ચાણક્યનું દષ્ટાંત, ચાણક્યએ ઘણાં ઉપાયોથી ધન મેળવ્યું. હવે અનિર્વેદ અને સંચયમાં એક જ ઉદાહરણ મમ્મણ વણિકનું છે. આ ત્રણે દષ્ટાંત આવશ્યક ટીકાથી જાણવું. હવે “દક્ષત્વ' તે પ્રસંગ સહ કહે છે - દક્ષત્વથી સાર્થવાહ પુત્રને પાંચ, સૌંદર્યથી શ્રેષ્ઠીપુત્રને - ૧૦૦, મંત્રીપુત્રને બુદ્ધિથી ૧૦૦૦, રાજપુત્રને પુન્યથી - એક લાખ મૂલ્ય પ્રાપ્ત થયું. આ ગાથાર્થ કહ્યો. ભાવાર્થ આ છે –
બ્રહ્મદત્તકુમાર, કુમાર મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર અને સાર્થવાહ પુત્ર એ ચારેમાં પરસ્પર વાદ થયો કે કોણ, કોનાથી જીવે છે ? રાજપુત્ર બોલ્યો - હું પુજથી જીવું છું, કુમાર મંત્રીપુત્ર બોલ્યો - હું બુદ્ધિથી, શ્રેષ્ઠીપુત્ર બોલ્યો - હું રૂપથી, સાર્થવાહ પુત્ર બોલ્યો - હું દક્ષત્વથી જીવું છું. તેઓ બોલ્યા કે - અન્યત્ર જઈને આપણે આની પરીક્ષા કરીએ. કોઈ ન જાણતું હોય તેવા નગરમાં તેઓ ગયા. ઉધાનમાં રહ્યા. દક્ષને આદેશ કર્યો - શિધ્ર ભોજન લાવ. તે કોઈ વૃદ્ધ વણિકની દુકાને ઉભો રહ્યો. ત્યાં ઘણાં ખરીદનાર આવ્યા, વણિક પડીકા બાંધવાને અસમર્થ હતો. સાર્થવાહ પૂબે દક્ષવથી જેને જે જોઈએ તે મીઠું, તેલ, ઘી, ગોળ, આદિ આપ્યા. વણિકને ઘણો લાભ થયો. તે સંતુષ્ટ થઈ બોલ્યો કે, તમે અહીંના છો કે આગંતુક ? તે બોલ્યો - આગંતુક. વણિકે ભોજન માટે નિમંત્રણા કરી, બધાં ભોજનાર્થે આવ્યા. વણિકે તેમને ભોજન, સત્કાર, પાન, સોપારી આદિ આપીને પાંચ રૂપિયા આપ્યા.
બીજે દિવસે રૂપજીવી શ્રેષ્ઠીપુત્રને કહ્યું - આજે તારે ભોજન અપાવવું, તે સારી રીતે મંડિત થઈને ગણિકાના મહોલ્લામાં ગયો. ત્યાં દેવદત્તા નામે ગણિકા પુરુષ હેષિણી હતી, તેણી ઘણાં રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રોએ માંગણી કરવા છતાં જતી નથી. શ્રેષ્ઠીપુત્રનું સુંદર રૂપ જોઈને ક્ષભિત થઈ. દાસીએ તે વાત તેણીની માતાને કહી. માતાએ કહ્યું કે તેને અમારે ત્યાં ભોજન અર્થે નિમંત્રો. - ૪- બધાં શ્રેષ્ઠીપુત્રની સાથે ત્યાં જમ્યા. ૧૦૦ દ્રવ્યનો વ્યય થયો.
બીજે દિવસે બુદ્ધિમાનું અમાત્યપુત્રને કહ્યું - આજે તારે ભોજન અપાવવું. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org