________________
૮૨
દશવૈકાલિક મૂલસૂત્રસટીક અનુવાદ દેવે તેને પ્રતિબોધ કર્યો. પાડાએ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. મરીને તે દેવલોકે ગયો. આ પ્રમાણે પગલે પગલે વિષાદ પામીને સંકલાને વશ થઈ તિર્યચત્વપાખ્યો. તેથી આવા અપરાધ દોષો વર્ષવા. કેવી રીતે? ૧૮૦૦૦ શીલાંગના સ્મરણ નિમિત્તે.
• નિર્યુક્તિ - ૧૧૭, ૧૮ + વિવેચન
૧૮ooo શીલાંગો જ છે. શીલ - ભાવસમાધિ લક્ષણ. તેના અંગો - ભેદો કે કારણો, તે શીલાંગો છે. તે જિતેશ્વર પ્રરૂપેલ છે, તે શીલાંગના પરિરક્ષણ નિમિતે તે અપરાધ પદોને છોડે. હવે તે ૧૮૦૦૦ શીલાંગના ભેદોને દશવિ છે - યોગ, કરણ, સંજ્ઞા, ઇંદ્રિય, ભોમ, આદિ, શ્રમણ ધર્મથી ૧૮૦૦૦ શીલાંગની નિષ્પત્તિ છે. તેમાં યોગ ત્રણ ભેદ - કાયા, વચન, મનથી. કરણ ત્રણ ભેદે - કર્યું, કરાવવું અનુમોદવું. સંજ્ઞા - ચાર ભેદે - આહાર, ભય, મેથુન, પરિગ્રહ. ઈન્દ્રિય પાંચ ભેદે શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, જિલ્લા, સ્પર્શન. ભોમાદિ - પૃથ્વીકાયાદિ પાંચ, બેઇંદ્રિય યાવત્ પંચેન્દ્રિય અને અજીવકાય તે દશ. શ્રમણાર્મ-ક્ષાંતિ, મુક્તિ, આર્જવ, માર્દવ, લાઘવ, સત્ય, તપ, સંયમ, આર્કિંચન, બ્રહ્મચર્યવાસ. આ સ્થાન પ્રરૂપણા છે. આ ૧૮૦૦૦ શીલાંગોની યોજના કરવી. જેમ કે - (૧) હું કાયાથી આહારસંજ્ઞાથી પ્રતિવિરત થયેલો, શ્રોસેન્દ્રિય સંવૃત્ત, પૃથ્વીકાય સમારંભથી પ્રતિ વિરત, ક્ષાંતિગુણ સંપ્રયુક્ત (વિષય ન વાંછું). એ પ્રમાણે મુક્તિગુણ વાળો બીજો ગમ ચાવત્ દશે ગામ કહેવા. તેમાં આ રીતે અંતે યોજવું, તેથી ૧૮૦૦૦ શીલાંગ રથ થાય. યોગ-૩xકરણ - 3 x સંજ્ઞા - ૪૪ ઇંદ્રિય - ૫ પૃથ્વીકાયાદિ - ૧૦ * શ્રમણામ- ૧૦ = ૧૮૦૦૦. ઉક્ત આલાવામાં ક્રમશઃ દશ શ્રમણ ધર્મ, પછી ૧૦ પૃથ્વી આદિ, પછી, પાંચ ઇંદ્રિય એ રીતે આલાવા કરતાં આ ભેદો પ્રાપ્ત થશે. - • •
માત્ર આ અધિકૃત સૂત્રોક્ત ઉક્તવત્ શ્રમણ્યના પાલન ન કરવા માત્રથી જ અશ્રમણ નથી, પણ માત્ર આજીવિકા માટે જ દીક્ષા લીધેલો, સંક્લિષ્ટ ચિત્તવાળો, વ્યક્રિયા કરતો પણ તે અભ્રમણ જ છે - અત્યાગી જ છે. કઈ રીતે? સૂત્રકાર કહે છે -
• સૂત્ર - ૩ -
જે (સાધુ) પરવશતાથી વસ્ત્ર, ગંધ, અલંકાર, રીઝની શસ્ત્ર અને આસન આદિનો ઉપભોગ કરતા નથી. તે ત્યાગી કહેવાતા નથી.
• વિવેચન - ૭ -
ચીનાં શુકાદિ વસ્ત્રો, કોષ્ઠપૂટાદિ ગંધો, કટક આદિ અલંકાર, અનેક પ્રકારની સ્ત્રીઓ, પલંક આદિ શયન, આસન આદિ. આ બધાંને અસ્વવશ હોવાથી -પરતંત્રતાથી જે કોઈન સેવે, તેટલાથી તેને ત્યાગીન કહેવા. તે સુબંધુવતુ તેને શ્રમણ ન જાણવા. આ સુબંધુ કોણ છે? જ્યારે ચંદ્રગુખે નંદને કાઢી મૂક્યો, તે વખતે નંદની પુત્રીએ ચંદ્રગુપ્ત પ્રતિ સ્નેહ દૈષ્ટિ કરી. આ કથા આવશ્યકાનુસાર જાણવી. યાવત બિંદુસાર સજા થયો. નંદને સુબંધુ નામે અમાત્ય હતો. તેને ચાણક્ય પ્રત્યે દ્વેષ હતો. તેના છિદ્રો શોધતો હતો. કોઈ દિવસ સુબંધુએ રાજાને કહ્યું. જો કે તમે અમને ધન નથી આપતા, તો પણ અમારે તમારું હિત કહેવું જોઈએ - તમારી માતાને ચાણક્યએ મારી નાંખી છે. રાજાએ ધાવમાતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org