________________
૨ - ૬ છંદો રચનાયોગથી પાદવર્જિત. વિરામ - અવસાન. તેનાથી યુક્ત અર્થથી પણ પાઠથી નહીં. - x x- કાવ્યગધ આ પ્રકારે જાણવું. હવે પધ કહે છે - સમ, અર્ધસમ અને વિષમ એમ ત્રણ પ્રકારે કાવ્ય છે. કોની સાથે સમ છે? પાદ અને અક્ષરો સાથે. ચાર પદનો શ્લોક તથા ગુરુ લઘુ અક્ષરની સમાનતા છે. બીજા કહે છે - સમ અને અર્ધસમ એટલે જેમાં પહેલું, ત્રીજું અને બીજાનું ચોથું સમાન અક્ષરવાળું તે અર્ધસમ અને ચારે બાદમાં સમાન અક્ષરો હોય તે સમ. વિષમ એટલે બધાં પદોમાં સમાન અક્ષર ન હોય એમ વિધિજ્ઞો કહે છે.
હવે ગેય કહે છે - તંત્રી સમ, તાલ સમ, વર્ણસમ, ગ્રહસન, લયસમ એમ કાવ્ય પાંચ પ્રકારે જ છે. ગવાય તે ગીત. ઉકત વિધિ વડે ગેય નામે છે. તેમાં તંત્રીસમ - વીણા આદિ તંત્રી શબ્દથી તુલ્સ અને મિલિત છે. એ પ્રમાણે તાલાદિમાં પણ કહેવું. વિશેષ એ કે- તાલ એટલે હાથની તાળી, વ. નિષાદ પંચમાદિ, ગ્રહ-ઉલ્લેપ, લય - તંત્રી સ્વન. તેમાં ખૂણેથી તંત્રી સ્પેશય છે, નખથી અનુમૂદાય છે, તેમાંથી બીજા જેવો સ્વર ઉઠે છે, તેને લય કહે છે. હવે ચૌર્ણ પદ કહે છે - જેમાં અર્થ ઘણો હોય તે “અબદુલ’ છે. ઇત્યાદિ - x-x-x-x- ગ્રથિત કહ્યું, પ્રકીર્ણક લોકથી જાણવું. નોઅપરાધપદ કહ્યું. હવે અપસધપદ કહે છે.
• નિક્તિ - ૧૬ • વિવેચન
સ્પર્શનાદિ ઇંદ્રિયો, સ્પશાદિ વિષયો, ક્રોધાદિ કવાયો, ધા-પિપાસાદિ પરીપહો, અસાતાજુભવ વેદના, દેવાદિ કૃત ઉપસર્ગો આ અપરાધપદો છે- મોક્ષમાર્ગપ્રતિ અપરાધ સ્થાનો છે. જેમાં - મોક્ષમાર્ગમાં આ ઇઢિયાદિ વિM રૂપ છે. શું બધાંને વિઘ્નરૂપ છે? ના, મંદબુદ્ધિક બાળક તેમાં બંધાય છે. બુદ્ધિમાનનો તેના વડે જ સંસાર - કાંતારી તરી જાય છે છે. ફુલ્લક તો પગલે પગલે સંકલ્પ વશ થઈ દુઃખ પામે છે.
તે ક્ષુલ્લક કોણ છે?
કોંકણ દેશમાં એક વૃદ્ધ પુરુષે પુત્ર સહિત દીક્ષા લીધી. તે બાળક તે વૃદ્ધને અતી ઇષ્ટ હતો. સીદાતા તે બોલ્યો- હે પિતા! હુંખુલ્લાપગે ચાલી શકતો નથી. વૃદ્ધ તેને પગરખાં આપ્યા. પછી કહ્યું પગના ઉપરના તળ ઠંડીથી ફાટે છે, ત્યારે તેને મોજાં અા. માથું બળે છે કહ્યું ત્યારે માથે ઓઢવા કપડું આપ્યું. ભિક્ષા લેવાન જઈ શકુંકહેતા, ઉપાશ્રયમાં ગૌચરી લાવી આપી. એ રીતે પાટ ઉપર સૂવા આપ્યું, છુટથી મુંડન કરવા દીધું. પ્રાસુક પાણીથી સ્નાન કરવા દીધું, આચાર્ય પ્રાયોગ્યવસ્વયુગલ આપ્યું. એ પ્રમાણે જે-જે માંગ્યું તે આપ્યું. કોઈ દિવસે કહ્યું હું સ્ત્રીવિના રહી નહીં શકું, ત્યારે વૃદ્ધ તેને ઉપાશ્રયથી કાઢી મૂક્યો. તે સંખડીમાં ઘણું ખાઈને જીર્ણશી મરણ પામ્યો. મરીને પાડો થયો. વૃદ્ધ પિતા ચારિત્ર પાળીને દેવતા થયો. અવધિ વડે પોતાના પુત્રને પાડો થયેલ જોયો. પિતા દેવે તેને ખરીદીને ગાડીમાં જોડ્યો. તેને ઘણો જ દોડાવે છે, તે પાડો ભાર સહન કરી શકતો નથી, ત્યારે પરોણીથી વધે છે. પછી તે દેવ, એ બધાં જ વચનો બોલે છે. જે તે પાડો પુત્ર પણે બોલ્યો હતો. તે સાંભળીને તે પાડાને બહા-કાપોહ આદિ કરતાં જાતિ સ્મણ જ્ઞાન થયું, asle
For Private & Personal Use Only
Jain
... International
www.jainelibrary.org