________________
૨! - 1 2
૮ ૩ પૂછ્યું, તેણીએ હા પાડી. રાજાએ કારણને પૂછ્યું. કોઈ કામે ચાણક્ય રાજા પાસે આવ્યો, સજાએ સામે ન જોયું. ત્યારે ચાણક્ય વિચારે છે કે રાજા રોષાયમાન થયો છે, હવે મારું મરણ આવેલ છે. પુત્ર પૌત્રાદિ માટે ધન આપી દીધું, તેમના રક્ષણાર્થે ગુમ સ્થાનમાં સંતાડી દીધું. એક પત્ર લખી દાબડામાં મૂક્યો. દાબડો સુગંધવાળા ઓરડામાં મૂકી દીધો, જંગલમાં જઈ ગોકુળમાં ઇંગીની મરણ સ્વીકારીને ચાણક્ય રહ્યો. -x-x- સુબંધુ એ ચાણકયનું ઘર જોયું. સુગંધીવાળા ઓરડામાં દાબડો જોયો. તે ખોલી પત્ર વાંચ્યો - x-x- તેમાં લખેલકે કોઈએ આ સુગંધી ચૂર્ણન સંઘવું. જો સંધ્યા પછી કોઈપણ પ્રકારના વિષયસુખને ભોગવશે તો અવશ્ય મરી જશે. સુબંધુએ કોઈ પુરુષને સુંધાડીને શબ્દાદિ વિષય ભોગવાવતા તે મરી ગયો. તેથી જીવિતનો અર્થ સુબંધુ અનિચ્છાએ સાધુ વત્ રહ્યો, પણ તે અસ્વસ્થ- પરતંત્ર સાધુમાફક રહ્યો. પરંતુ અધિકૃત સાધુ - માત્ર વેશધારી હોવાથી સાધુ ન કહેવાય. તેથી તે ત્યાગી પણ કહેવાતો નથી, કેમકે તે સાધુના ગુણથી યુક્ત નથી. હવે સાધુ કોને કહેવો, તે કહે છે -
સૂત્ર - ૮ -
જે કાંત અને ક્ષય ભોગ પ્રાપ્ત થાય તો પણ તે તરફથી) પોતાની પીઠ ફેરવી લે છે અને સ્વાધીન રૂપે પ્રાપ્ત ભોગોનો ત્યાગ કરે છે, તેને ત્યાગી કહેવાય છે.
• વિવેચન - ૮ -
કાંત - કમનીય, શોભન. પ્રિય - અષ્ટ. અહીં કાંત પણ કંઈક, કોઈને, કોઈક નિમિત્તથી અપ્રિય પણ હોય. કહ્યું છે - ચાર કારણે ગુણો નાશ પામે, (૧) રોપથી, (૨) પ્રતિનિવેશથી (૩) અકૃતજ્ઞતાથી (૪) મિથ્યાભિનિવેશથી. તેથી પ્રિય' વિશેષણ પણ મૂક્યું. ભોગ - શદાદિ વિષયોને પામીને, વિવિઘ - અનેક પ્રકારોથી, શુભ ભાવનાદિ વડે પીઠ કરે છે - અતિ પરિત્યાગ કરે છે. તે સમયે પોતે બંધનથી બંધાયેલો ન હોય, તેમ ત્યાગી પણ ન હોય, પણ પોતાના વશમાં અને સ્વાધીન એવા જ ભોગોનો ત્યાગ કરે છે. ગાથામાં ફરી ત્યાગ શબ્દનું ગ્રહણ પ્રતિ સમય ત્યાગના પરિણામની વૃદ્ધિને સૂચવે છે. ભોગ ગ્રહણ સંપૂર્ણ ભોગના ગ્રહણ માટે છે. અથવા ત્યજેલા ભોગ ફરી ઉપનત - કારણ ન થાય તે માટે છે. તેથી જ આવાને જ ભરત આદિ વત્ ત્યાગી કહ્યા છે.
(શંકા) જો ભરત અને જંબૂ આદિ છતાં ભોગોને ત્યાગે તેને જ ત્યાગી કહેવામાં આ દોષ થાય છે - જે કોઈ ભીખારી કે નિર્ધન આદિ એ દીક્ષા લઈને ભાવથી અહિંસાદિ ગુણયુક્ત કામયમાં પ્રયત્નશીલ હોય તેને શું અપરિત્યાગી કહેવા? (સમાધાન) તેણે પણ અગ્નિ, પાણી, સ્ત્રી એ ગામ લોકસાર રત્નોનો ત્યાગ કરીને દીક્ષા લીધી છે. તેનું દૃષ્ટાંત કહે છે -
એક કઠિયારાએ, સુધમાં સ્વામી પાસે દીક્ષા લીધી. તે ગૌચરી જતો ત્યારે લોકો તેને સંક કહેતા. તે બાળક બુદ્ધિથી આચાર્યને કહે છે - મને બીજે લઈ જાઓ, હું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org