________________
દશવૈકાલિક મૂલસૂત્ર-સટીક અનુવાદ લોકોત્તરમાં પણ ચરણકરણ અનુયોગમાં કુયુક્તિ કરનારની સામે આવું કહેવું, જેથી આપમેળે સમજી જાય. દ્રવ્યાનુયોગમાં પૂર્વવત્ યુતિ જાણવી. અથવા પોતાના હેતુને અન્ય નિરૂક્ત વચન વડે સ્થાપવો. ભૂષક હેતુ ફહ્યાં. હવે પૂર્વે જણાવ્યા મુજબ પંચ અવયવોના વિકારને જણાવતું “ઘો મંગલ' સૂત્ર બતાવે છે -
“અહિંસા સંયમ - તારૂપ ર્મ છે, તે ઉત્કૃષ્ટ મંગલ છે.” આ અમારી પ્રતિજ્ઞા છે. અહીં ધર્મ-ધર્મીનો નિર્દેશ છે. અહિંસા, સંયમ, તપ રૂપ એ ધર્મનું વિશેષણ છે. ઉત્કૃષ્ટ મંગલ' એ ધર્મ સાધવાને છે. ધર્મ-ધર્મી સમુદાય એ પ્રતિજ્ઞા છે. આ અર્ધ શ્લોક વડે દેવાદિથી પૂજીતપણું એ અમારો હેતુ છે. આદિ શબ્દથી સિદ્ધ, વિધાધર અને મનુષ્ય પણ પૂજે છે, એમ જાણવું. શ્લોકના ત્રીજા પદ વડે કહેલ જાણવું. અરિહંત આદિ માફક તે દૃષ્ટાંત છે. અહીં પણ આદિ શબ્દથી ગણધર વગેરે લેવા. બ્લોકના ચોથા પદ વડે આ કહેલ જાણવું. ભાવ મનને આશ્રીને અરહંત દષ્ટાંતમાં કોઈ વિરોધ નથી. અહીં જે જે દેવ-આદિથી પૂજિત છે. તે તે ઉત્કૃષ્ટ મંગલ છે. જેમકે અરહંતાદિ દષ્ટાંત છે દેવાદિ પૂજિત ધર્મ એ ઉપનય છે. તેથી દેવાદિનાપૂજિતત્વથી ઉત્કૃષ્ટ મંગલ એ નિગમન જાણવું. - x-x
• નિર્યુક્તિ - ૯૦ • વિવેચન
“ધર્મ' એ અહિંસા, સંયમ, તપ રૂપ જ ગુણવાળો છે. તે પરમ મંગલ છે, તે પ્રતિજ્ઞા છે. તથા દેવો, વિધાધર, નરપતિ આદિ લોકમાં તેઓ પૂજ્ય છે. તેઓ શોભન ધર્મ પાળનારને નમે છે. આ હેતુ છે.
• નિર્યુક્તિ - ૬૧ - વિવેચન
દષ્ટાંતનો અર્થ કહ્યો. અશોકાદિ આઠ મહાપ્રાતિહાર્યાદિપ પૂજાને યોગ્ય હોવાતી રહે છે. તથા ઘણાં સાધુઓ જિનશિષ્યો છે. ન ચાલે તે અગ- વૃક્ષ, તેના વડે કર્યું તે અગાર- ગૃહ. તે જેને હોય તે ગૃહસ્થી. અગાર ન હોય તે અણગાર. ઘણાં. રાગાદિના જીતવાથી જિન. તેમના શિષ્યો • ગૌતમ આદિ. દેવોએ તેને કોઈક કાળે પ્રત્યક્ષ પૂજેલ છે. આ સૂત્ર નિકાળ વર્તી હોવાથી કહ્યું કે “દેવો તેને નમે છે - પૂજે છે.” ઉત્તમ એટલે જ્ઞાનાદિ ગુણયુકત ભાવ સાધુ ગુણોનું પૂજ્યપણું જણાવ્યું.
• નિર્યુક્તિ - ૨ : વિવેચન
ઉપસંહાર એટલે ઉપનય. દેવો જે રીતે તીર્થકરાદિને કે રાજા આદિ જે રીતે સુધર્મને નામે છે. તેથી દેવાદિથી પૂજિત હોવાથી ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે એ નિગમન છે. પ્રતિજ્ઞા અને હેતુને પુનઃ સિદ્ધ કરવા તે નિગમન.
પાંચે અવયવ કહ્યા. અધિકાર પણ આવી ગયો કે ધર્મ પ્રશંસા છે. હવે જિનશાસનમાં અધિકાર બતાવી દશ અવયવો કહે છે. અહીં ઘણું કહેવાનું છે. જે સંક્ષેપમાં કહેલ છે. તે દશ અવયવ આ પ્રમાણે -
પાંચ અવયવોમાં બતાવેલી પ્રથમ પ્રતિજ્ઞાની અપેક્ષાએ આ બીજી પ્રતિજ્ઞા છે. આ બીજી પ્રતિજ્ઞા આ પ્રમાણે - જિન શાસનમાં સાધુઓ ધર્મને સાધે છે. “ઘર્મ' શબ્દનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org