________________
૫૬
દશવૈકાલિકમૂલસુત્ર-સટીક અનુવાદ દ્વારની વ્યાખ્યા કરી.
હવે એવી જ રીતે દ્રવ્યાનુયોગ છોડીને ગાવાના ઉપન્યાસને અનુકૂળ નિશ્રા વચન કહે છે. નિશ્રાવચનમાં ગૌતમસ્વામીનું દષ્ટાંત છે. જે રીતે ગાગલી આદિ જે પૂર્વે તાપસ હતા તેમણે દીક્ષા લીધી. જે પ્રમાણે વજસ્વામીની ઉત્પત્તિમાં આવશ્યકમાં કહેલ છે, ત્યાં ગૌતમસ્વામીને અધતિ થઈ. તે બતાવે છે. ભગવંત તેને કહે છે - તું મારો ચિર સંસ્કૃષ્ટ છે. ચિર પરિચિત છે, ઇત્યાદિ અધૃતિ ન કર, આપણે બંને તુલ્ય થઈશું. તેને આશ્રીને હિતશિક્ષા રૂપ દ્રુમપત્રક અધ્યયન કહ્યું. એ પ્રમાણે અસહના શિષ્યો હોય, તેઓ બીજા માર્દવ સંપન્નની નિશ્રા કરીને અનુશાસિત કરવા. * xx- આની ઉદાહરણ દેશતા બતાવી. એ પ્રમાણે ચરણકરણાનુયોગને આશ્રીને પૃચ્છા અને નિશ્રા વચન બંને હારોની વ્યાખ્યા કરી. - .
જીવને ન માનતા નાસ્તિકવાદીને શું પૂછવું? - • નિષિ - ૨૯ : વિવેચન
પ્રશ્ન - કયા કારણે તું જીવ નથી એમ કહે છે? તે કદાચ કહે કે- જીવ પ્રત્યક્ષ ઉપલબ્ધ નથી. ત્યારે તેને કહેવું કે - તારું કુવિજ્ઞાન જે જીવનો નિષેધ કરે છે, તે પણ પરોક્ષ જ છે, તારી યુક્તિ વડે જ જીવના નિષેધનો નિષેધ થયો. તો નિષેધ કરનાર કોણ રહ્યું? ઇત્યાદિ - x પૃચ્છા દ્વાર કહ્યું.
નિયુક્તિ • ૮૦ - વિવેચન
બીજી રીતે નાસ્તિકવાદીને કહેવો. “અરે! કષ્ટને ધિક્કાર છે. જેઓ આત્મા વિધમાન નથી એમ કહે છે. તેમને દાન, હોમ આદિનું જે ફળ સ્વર્ગ અને અપુ વર્ગ છે, તે પણ નથી. કદાચ નાસ્તિક એમ કહે - ભલે ન હોય, તેમાં હાનિ શી છે? એમ સ્વીકારવાથી કંઈ નુકસાન નથી. તેમને કહેવું કે જગતના જીવોમાં જે વૈચિત્ર્યાદિ દેખાય છે તેનું શું કારણ છે? આ તો સંક્ષેપમાં કહ્યું. ઉદાહરણ દેશના ચરણકરણાનુચોગાનુસાર ભાવવી.
નિશ્રાહાર અને તેનું દેશ દ્વાર કહ્યું. હવે તદ્દોષ દ્વારનો અવયવાર્થ કહે છે - ૪ - X- ચાર પ્રકારના દોષો બતાવવાને માટે કહે છે -
• નિયુક્તિ - ૮૧ - વિવેચન
(૧) અધર્મયુક્ત - પાપ સંબદ્ધ, (૨) પ્રતિકૂળ, (૩) પોતાનો જ ન્યાસ થાય તે રીતે બોલવું. (૪) દુષ્ટ બોલવું તે. હવે તેનો ભાવાર્થ કહે છે - અધર્મ યુક્તમાં નલદામ વણકરનું લૌકિક ઉદાહરણ છે. પર્યન્ત અવયવાર્થ કથાનક વડે જાણવો. તે આ છે - ચાણક્ય નંદને ઉત્થાપ્યો, ચંદ્રગુપ્તને રાજાપણે સ્થાપ્યો. એમ બધું વર્ણવીને શિક્ષા આપવી. નંદના માણસોએ ચોરો સાથે મળીને નગરને લુંટવા માંડ્યું. ચાણક્યને પણ બીજો યોગ્રાહ સ્થાપવાની ઇચ્યાથી ત્રિદંડ ગ્રહણ કરીને પરિવ્રાજક વેશથી નગર પ્રવેશ કર્યો. નલદામ વણકર પાસે જઈને તેની શાળામાં બેઠો. તેના છોકરાને મંકોડો કરડૂયો. તે વણકરે બિલ ખોદીને મંકોળા બાળી નાંખ્યા. ચાણક્ય એ પૂછ્યું - આને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org