________________
૧ - ૧
૫ ૨ કેમ બાળે છે? વણકર બોલ્યો - મૂળ સહિત ના ઉખેડીએ તો ફરી પણ કરડશે.
ચાણક્ય એ વિચાર્યું કે - મને આ ચોરગ્રાહ મળી ગયો. આ નંદના ચોરોને મૂળ સહિત ઉખેડી નાંખશે. તેને ચગ્રાહ બનાવ્યો. ચોરનો વેશ લઈ પોતે ચોર સાથે મળી ગયો. કહ્યું કે- આપણે બધાં મળી માલ લુંટીએ, એ પ્રમાણ વિશ્વાસમાં લઈ બધાં ચોરો ભેગા કરી, તેમને મારી નાંખ્યા.
આ અધર્મયુક્ત દષ્ટાંત છે, તે કોઈને ન કહેવું, ન તેમ કરવું કેમકે તેમાં ગુણ થોડાં અને દોષ વિશેષ છે. બીજાને પણ આલંબનરૂપ થાય છે. દ્રવ્યાનુયોગમાં પણ • વિધાના બળથી વાદમાં સાવધ કર્મ અયોગ્ય છે. જેમ રાશિક મનમાં મયુરી આદિ વિધાથી પરિવ્રાજકને વિલખો કર્યો. આની ઉદાહરણ દોષતા અધર્મયુક્તત્વથી ભાવવી. - - હવે પ્રતિલોમ દ્વાર કહે છે -
• નિયુક્તિ - ૮૨ - વિવેચન
પ્રતિલોમ ઉદાહરણ દોષમાં અભયકુમારનું દૃષ્ટાંત છે. તેણે પ્રધોત રાજાને હરાવેલ હતો. તેનો ભાવાર્થ કથાનકથી જાણવો, તે આવશ્યકમાં કહેલ છે. એ પ્રમાણે લૌકિક પ્રતિલોમ કહ્યો. લોકોત્તર તે દ્રવ્યાનુયોગને આશ્રીને કહે છે. તેમાં ગોવિંદ વાચકનો અધિકાર છે. તેનાથી ચરણકરણાનુયોગ સૂચવ્યો. - x- ભવભ્રમણનો ભય ધરાવનારને દ્રવ્યાનુયોગમાં ગોપેન્દ્રવાચકનો અધિકાર છે. તેમાં પોતે પરપક્ષને નિવર્તે છે. પોતે પૂર્વે બૌદ્ધ હતો. બીજાના વિનાશ નિમિત્તે દીક્ષા લીધી. પછી ભાવથી દીક્ષિત થઈ, મહાવાદી
થયો.
દ્રવ્યાર્થિક નયનું વચન પર્યાય નયના વિષયમાં કહેવું એ જ પ્રતિકૂળ અને સુખ-દુઃખાદિ અભાવ ઉલટો-ઉલટો કહેવો તે પ્રતિકૂળ છે. કોઈ કહે છે - દુષ્ટવાદી કંઈ બોલે તે પ્રતિકૂળ હોય તો તેનાથી ઉલટું સિદ્ધ કરીને તેનું ખંડન કરવું. જેમ દોરાશિ સામે ઐરાશિક મત સ્થાપ્યો. આમાં દોષ એ છે કે પહેલાં પક્ષમાં સાધ્યાર્થીની સિદ્ધિ થતી નથી, બીજા પક્ષમાં શાસ્ત્ર વિરુદ્ધ ભાષણ થાય છે. --
હવે આત્મોપન્યાસ દ્વાર કહે છે - • નિયુક્તિ - ૮૩/૧ - વિવેચન
આત્માનો જ ઉપન્યાસ - નિવેદન જેમાં છે તે આત્મોપન્યાસ. તેમાં કથા આ પ્રમાણે - એક રાજાએ સવે રાજ્યના સારભૂત તળાવ બનાવ્યું. પણ તે પ્રતિ વર્ષ ભરાઈને ખાલી થઈ જતું. રાજાએ તેનો ઉપાય પૂછયો. ત્યારે કપિલક નામે માણસે કહ્યું - હે મહારાજ! જો અહીં પિંગલ કપિલ તેના દાટી મૂંછ અને મસ્તકના કપિલ-વર્ણય વાળ હોય તેને જીવતો જ આ સ્થાને દાટો તો તળાવ ન ભેદાય. પછી કુમાર અમાત્યએ કહ્યું - એવો કોઈ શોધ્યો જડતો નથી. આ તેવો દેખાય છે. પછી તેને જ મારીને દાટી દીધો. દષ્ટાંત સાર એ કે એવું ન બોલવું, જેથી પોતાનો વધ થાય.
આ લૌકિક દૃષ્ટાંત છે. આના વડે લોકોત્તર પણ સૂચવ્યું. તેમાં ચરણકરણાનુયોગમાં પણ એવું ન બોલવું. જેમકે જે નરાધમો લૌકિક ધર્મથી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org