________________
૧ | - । ૧
૫૧
ઉપર છુ અને તમે આસને બેઠા છો, રાજા નીચે બેઠો, ચાંડાલે ઉંચે બેસી વિધા આપતા તે સિદ્ધ થઈ.
એ પ્રમાણે લૌકિક અર્થને સાધનાર ચરણકરણાનુયોગને આશ્રીને દ્રવ્ય ઉપાય કહ્યો. હવે દ્રવ્યાનુયોગને આશ્રીને બતાવે છે - પૂર્વે અપાયમાં કહ્યા મુજબ નિત્યાનિત્ય એકાંતવાદીઓને સુખાદિ વ્યાવહારના અભાવનો પ્રસંગ છે. તે અહીં પણ સમજી લેવો. અહીં નવા શિષ્યોના બોધને માટે આત્માના અસ્તિત્વને બતાવવા કહે છે -
•
નિયુક્તિ - ૬૩ - વિવેચન
એ પ્રમાણે દ્રવ્યાદિ આ લોકમાં આત્મા પ્રત્યક્ષ ન દેખાયા છતાં પણ સુખ-દુઃખો આદિથી યુક્તિ વડે આત્મા માને છે અને સંસારનો પરિગ્રહ ગ્રહણ કરે છે. તથા સંસકારના પરિગ્રહ વડે આત્મા માને છે. તે જ પ્રમાણે સુખદુઃખના ધર્મપણાથી ધર્મીએ અવશ્ય અનુરૂપ વર્તવું. ઇત્યાદિ - x - x - ઘણું કહેવાનું છે.
• નિયુક્તિ - ૬૪ - વિવેચન
જેમ ધોડાથી હાથી, ગામથી નગર, વર્ષાથી શરમ્ કાળ જૂદા ચે, તેમ ઔદાયિક ભાવથી ઔપશમિક ભાવમાં સંક્રમણ થાય છે. આ પ્રત્યક્ષ છે.
• નિયુક્તિ • ૬૫ - વિવેચન
જેમ કોઈ એકને ભાવ બદલાય તેમ વિધમાન જીવને દ્રવ્યાદિમાં સંક્રમણ થાય. આદિ શબ્દથી ક્ષેત્ર, કાળ, ભાવનો પણ લેવા.
(શંકા) છતી વસ્તુનું અસ્તિત્વ સાધવું અયુક્ત છે. (સમાધાન)ના, તેમ નથી. અવ્યુત્પન્ન અને વિપ્રતિપન્ન સાધનનું વિષયપણું હોવાથી પ્રત્યક્ષપણે અશ્વાદિનું સંક્રમણ સર્વથા સાક્ષાત્ પરિòિત્તિને સ્વીકારી પરોક્ષ પણ અવગ્રહાદિના સંવેદનથી થોડે અંશે પણ તે પ્રત્યક્ષ છે. - x - ૪ - બીજા કહે છે કે અહીં આત્મા વગેરે ગાથા વડે ઉપાયથી જ આત્માનું અસ્તિત્વ કરીને સુખ દુઃખાદિના ભાવ સંગતિ માટે આત્માને પરિણામી માનવાની ઇચ્છાથી કહે છે.
• નિયુક્તિ • ૬૬ + વિવેચન
એપ્રમાણે બધાં જીવોને દ્રવ્યાદિ સંક્રમને આશ્રીને પ્રત્યક્ષથી કે પરોક્ષથી પરિણામો સિદ્ધ થાય છે. આ ગાથાના પશ્ચાદ્ધની ભાવના વૃત્તિકારશ્રી બતાવે છે - (અહીં ન્યાયિક વાદ હોવાથી અમે છોડી દીધેલ છે) ઉપાય દ્વાર કહ્યું. હવે સ્થાપનાદ્વારને કહે છે - • નિયુક્તિ - ૬૩ - વિવેચન
સ્થપાય તે સ્થાપના. તેના વડે, તેમનું કે તેમાં કર્મ એટલે સારી રીતે ઇચ્છિત અર્થ બતાવનારી ક્રિયા, તે સ્થાપના કર્મ, તેની જાતિની અપેક્ષાએ દૃષ્ટાંત છે. સ્થાપના કર્મમાં - પૌંડરિક. તે પ્રમાણે પુંડરીક અધ્યયનમાં પુંડરીક પ્રક્રિયા વડે અન્ય મતનું ખંડન કરી પોતાનો મત સ્થાપવો. અથવા પશ્ચાદ્ધ સુગમ છે.
ભાવાર્થ કથાનકથી જાણવો -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org