________________
૫.
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ
કાપવા ગયા. તેમણે જંગલમાં સલક્ષણ સરળ અતિ મોટું વૃક્ષ જોયું. ધૂપ કર્યો. જેથી જે દેવતા વડે આ વૃક્ષ પરિગૃહીત હોય તે દેવ દર્શન દેજો. જો દર્શન આપે તો આને ન છેદીએ, ન આપે તો છેદીએ. ત્યારે તે વૃક્ષવાસી વ્યંતરે અભયને દર્શન દીધા. તેણે કહ્યું - હું રાજા માટે એક સ્તંભ પ્રાસાદ કરીશ. તેમાં સર્વઋતુક બગીચો બનાવીશ, માટે વૃક્ષ ન છેદશો. એ પ્રમાણે તેણે પ્રાસાદ કર્યો,
કોઈ વખતે કોઈ ચાંડાલણને અફાળે આંબા ખાવાનો દોહદ થયો. તેણે પતિને કહ્યું - મારા માટે આંબા લાવો. તેણે અવનામિની વિધાથી શાખાને નમાવીને રાજ્બગીચામાંથી આંબા ગ્રહણ કર્યા, પ્રભાતે રાજાએ આંબા ચોરાયેલા જોયા. પગલાં ન દેખાયા. ત્યારે કોણ મનુષ્ય અહીં આવીને ગયો? જેની આવી શક્તિ છે, તે મારા અંતપુરમાં પણ ધસી આવે. તેથી અભય ને બોલાવીને કહ્યું - સાત રાત્રિમાં જો ચોર ને ન લાવે તો તું જીવતો નહીં રહે.
અભયે તેને શોધવાનું આરંભ્યું, કોઈ પ્રદેશમાં નાચનાર રમવાની ઇચ્છાવાળો હતો. લોકો ભેગા થયેલા. ત્યારે ત્યાં જઈને અભય બોલ્યો - બધાં મારું એક આખ્યાન સાંભળી લો. કોઈ નગરમાં દરિદ્રી શેઠ રહેતો. તેની પુત્રી ઘણી રૂપવંત હતી. વર માટે તે 'કામ'ને પૂજે છે. માળી તેણીને ચોરીથી ફૂલ વીણતી જોઈ, માળીએ દૂરાચાર કર્યો ત્યારે તેણી બોલી ‘હું કન્યા છું' મને જવા દે, માળીએ કહ્યું - જે દિને તું પરણે તે દિને મારી પાસે આવે તો તને છોડું, તેણીએ એ વાત કબૂલતા, છોડી દીધી. કોઈ દિને તેણી બીજાને પરણી. શયનગૃહમાં તેણે પતિને બધો વૃત્તાંત કહ્યો. પતિની રજા લઈ તે નીકળી. રસ્તામાં ચોરે પકડી, તેને સત્ય જણાવતાં ચોરે છોડી દીધી. માર્ગમાં રાક્ષસે પકડી, તે છ માસથી ભુખ્યો હતો. સદ્ભાવ કહેતા રાક્ષસે પણ છોડી દીધી. માળી પાસે પહોંચી. માળીને બધો વૃત્તાંત કહ્યો. માળીને થયું આ સત્ય વચની છે, જેના શીલના પ્રભાવે ચોર અને રાક્ષસે પણ છોડી દીધી. તેનો હું કેમ શિયળ ભંગ કરું? માળીએ પણ છોડી દીધી.
અભયકુમારે મનુષ્યોનો પૂછ્યું - આ બધામાં દુષ્કર કામ કોણે કર્યું? ત્યારે ઇળુિઓ બોલ્યા - પતિએ. ભૂખાળવા બોલ્યા - રાક્ષસે, દુરાચારીઓ બોલ્યા - માળીએ, ચાંડાળ બોલ્યો - ચોરે. ત્યારે અભયકુમારે તેને પકડી લીધો - આ ચોર છે. જે રીતે અભયકુમારે તે ચોરના ઉપાયનો ભાવ જાણ્યો, તેમ અહીં પણ શૈક્ષની ઉપસ્થાપના માટે ઉપાય જાણી ગીતાર્થોએ તેના વિપરિણામ આદિ ભાવો જાણવા જોઈએ કે - શું આ પ્રાજના યોગ્ય છે કે નથી. તેમનામાં મુંડનાદિમાં એ પ્રમાણે જ વિકલ્પ છે. કથાનો ઉપસંહાર કહે છે .
ચોરને શ્રેણિક પાસે લાવ્યા. તેને પૂછતાં તેણે સદ્ભાવ કહી દીધો. ત્યારે રાજાએ કહ્યું કે - જો તું મને આ વિધા આપે તો હું તને મારીશ નહીં. ચાંડાલે વિધા આપવાનું કબુલ કર્યું, રાજા આસને બેસીને જ વિધા શીખે છે વિધા ચડતી નથી. રાજા પૂછે છે કે - વિધા કેમ સ્થિર થતી નથી. ત્યારે ચાંડાલે કહ્યું - અવિનયથી ભણો છો માટે, હું ભૂમિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org