________________
। - ।
36
હવે બે પ્રકારે વસ્ત્ર પંચક કહે છે - તે પ્રતિલેખિત અને દુષ્પતિલેખિત જાણવું. અપ્રતિલેખિત વસ્ત્ર તે તૂલી, ઉપધાનક કે ગાલમસૂરીયા જાણવા તે સીવેલા હોવાથી તેનું પડિલેહણ ન થાય. ખડીર્યો, સલોમપટ, ભુરવીગા, જીર્ણ, સદેશવસ્ત્ર, પ્રહ્લાદિ, કુન્નુષિ, પ્રાવારક, નવત્વમ્, દ્રઢગાલિકા એ બધાં દુઃખે કરીને પડિલેહાય તેવા જાણવા. તેમાં પ્રહ્લાદિ - હાથના મોજાં. કુતુપ - રૂથી ભરેલ વસ્ત્ર, દૃઢગાલિ - શીવેલ વસ્ત્ર. શેષ પ્રસિદ્ધ છે.
તૃણ પંચક - જિનેશ્વરે કહેલ છે, તે શાલી, વ્રીહી, કોદ્રવ, રાલગ અને અરણ્યનું ઘાસ, જે આઠ કર્મ ગ્રંથીનું દહન કરે છે. ચર્મ પંચક - બકરી, ઘેટું, ગાય, ભેંસ, હરણનું ચામડું જાણવું, તે તલી, ખુલ્લક, કોશ, કૃતિ આદિમાં વપરાય છે, તથા અસંયમના હેતુરૂપ હોવાથી હરણાદિના ચામડાને સાધુ ગ્રહણ કરતાં નથી. જેમાં જોઈને પ્રમાર્જતા ન થાય તે અસંયમ જાણવો.
હવે પ્રેક્ષા અને ઉપેક્ષા બે ભેદે બતાવે છે. વ્યાપારમાં, અવ્યાપારમાં તેમાં વ્યાપારમાં જેમ ગ્રામની, અવ્યાપારમાં જેમ નાસતાંની કેમ ઉપેક્ષા કરો છો? બંનેનો અહીં અધિકાર છે. વ્યાપાર ઉપેક્ષા - તે સાંભોગિક સાધુ સીદાતો હોય તો તેને ધર્મ કાર્યમાં દોરવો. પાસસ્થાની પણ દોરે. અવ્યાપાર ઉપેક્ષા • કોઈ ગૃહસ્થ ધંધા વિના પીડાતો હોય તો તેને પ્રેરણા ન કરવી તે ઉપેક્ષા સંયમ જણાવો. ગૃહસ્થ હોય ત્યાં સાધુ પગ ન પણ પૂંજે તો સંયમ થાય અને ગૃહસ્થ ન હોય તો પગ પૂંજવાથી સંયમ થાય.
પ્રાણ આદિ સંસક્ત ભોજન, પાન અથવા અવિશુદ્ધ ઉપકરણ ભોજન કે પ્રમાણાતિરિક્ત હોય તો તે વિધિથી પરવતા સંયમ થાય. અને અકુશળ મન વચનનો રોધ તથા કુશળની ઉદીરણા તે સંયમ મન, વચનના સંયમ સાથે અવશ્ય કાયાને કાર્યમાં જોડવી. ગમના ગમનમાં તે ઉપયોગ રાખી સારી રીતે વર્તે. અસંયમ તજીને કાચબાની માફક પગ, હાથ વગેરે ગોપવીને સાધુ કાયાનો સંયમી થાય.
સંયમ કહ્યો ( શંકા) અહિંસા જ તત્ત્વથી સંયમ છે. તેથી જૂદો ભેદ પાડીને કહેવું તે અયુક્ત છે. ( સમાધાન) એમ નથી. સંયમ વડે અહિંસા ઉપર ઉપગ્રહ કરવાપણું છે. કેમકે સંયમી જ ભાવથી નિશ્ચે અહિંસક છે.
-
હવે તપને પ્રતિપાદિત કરે છે. તે બે ભેટે છે - બાહ્ય, અત્યંતર. તેમાં બાહ્ય તપ પ્રતિપાદન કરતાં કહે છે
+
Jain Education International
• નિયુક્તિ • ૪૭ * વિવેચન -
અનશન, ઉણોદરિત, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલીનતા.
(૧) અનશન ન ખાવું તે, આહાર ત્યાગ. તે બે ભેદે છે. ઇત્તર એટલે પરિમિતકાળ માટે. તે ચરમ તીર્થંકરના તીર્થમાં ઉપવાસથી છ માસ સુધી હોય છે. ચાવત્કથિક - આજન્મભાવિ હોય છે, તે વળી ચેષ્ટા, ભેદ, ઉપાધિ વિશેષથી ત્રણ ભેદે છે. તે આ રીતે - પાદપોપગમન, ઇંગિતમરણ, ભક્તપરિજ્ઞા. તેમાં અશન કરનારને ચાર આહારના ત્યાગ પચી રોષ્ટા પણ છોડી દેવી તથા ચેષ્ટા છોડીને એકાંત નિષ્રતિકર્મ
-
·
For Private & Personal Use Only
www.jainelibrary.org