________________
૪૦
દશવૈકાલિકભૂલસૂત્ર-સટીક અનુવાદ શરીરવાળા તે. જે વૃક્ષની માફક સમીપતાથી વર્તન તે પાદપોપગમન, તેના બે પ્રકાર છે - (૧) વ્યાઘાતવાળું, (ર)વ્યાઘાત વગરનું.(૧) વ્યાઘાતવાળું તે સિંહાદિના ઉપદ્રવમાં મરણ જાણી કરે છે. કહ્યું છે કે - સિંહાદિથી પીડાયેલો ભય આવતાં સ્થિર ચિત્ત રાખી પાદપોપગમન અનશન કરે. આ સાધુ પોતાનું આયુ સમીપ આવેલું જાણી. ગીતાર્થ હોય તે જ કરે. નિવ્યઘાત તે સૂત્રામાં પાર પહોંચેલ પોતાના શિષ્યોને ઉત્સર્ગથી તૈયાર કરીને સમુદાયમાં રહીને બાર વર્ષ તપ કરે. - ચાર વર્ષ વિચિત્ર તપ, ચાર વર્ષ વિગઈ રહિત, બે વર્ષ એકાંતર આયંબિલ, પછી આયંબિલ પરિમિત અતિવિકષ્ટ તપ છ માસ અને વિકૃષ્ટ તપ બીજા છ માસ કરે, પછી આનુપૂર્વીથી એક વર્ષ આયંબીલ કરી, પાદપોપગમન કરે.
ઇંગિત પ્રદેશમાં મરણ તે ઇંગિત મરણ. ઇંગિત દેશમાં પોતાની મેળે ચાર આહારનો ત્યાગ કરી ઉદવર્તનશી યુક્ત પણ બીજા વડે નહીં તે.
ભક્તપરિજ્ઞા અનશન તે ત્રિવિધ કે ચતુર્વિધ આહારની નિવૃત્તિરૂપ છે. તે નિયમથી સાપતિકર્મ શરીરના પણ વૃતિ સંહનન વાળાને જેમ સમાધિ રહે તેમ ભાવથી જાણવું. આ રીતે અનશન કહ્યું
(૨) ઉણોદરતા - ઉણોદરનો ભાવ તે ઉનોરતા. તે વળી બે ભેદે છે- દ્રવ્યથી અને ભાવથી તેમાં દ્રવ્યથી તે ઉપકરણ - ભોજન - પાન વિષયક છે. તેમાં ઉપકરણમાં જિનકલ્પિકાદિમાં કે તેના અભ્યાસ પરાયણને જાણવી, બીજાને નહીં કેમકે ઉપાધિ અભાવે સમગ્ર સંયમનો અભાવ થાય. અથવા અતિરિક્ષા ગ્રહણ ન કરવું તે ઉનોરતા છે. કહ્યું છે કે - જે ઉપકારમાં વર્તે તે ઉપકણ છે અને અતિરેક થાય કે અયણાથી વાપરે તે અધિકરણ કહેવાય. (તેથી આવશ્યક્તા મુજબ જ અને જયણાપૂર્વક વાપરે તે જ ઉનાદરતા જાણવી)
ભોજન-પાન ઉનોદરતા :- પોતાનો આહાર હોય તેના કરતાં ઓછું ખાવું તે ઉનોદરી છે. કહ્યું છે કે બત્રીશ કવલ આહાર કુક્ષિ પૂરક જાણવો. તે સ્ત્રીઓ માટે અાવીશ કોળીયા થાય. આ કોળીયાનું પ્રમાણ કુકડીના ઇંડા પ્રમાણ છે. અથવા જે મુખમાં સુખેથી જઈ શકે તે કવલ પ્રમાણ છે. એ પ્રમાણે જાણીને ઉનોદરતા અલ્પાહાર દિ ભેદથી પાંચ ભેદે છે - અલ્પાહાર, અપાઈ, દુભાગ, પ્રાપ્ત અને કિંચિત જૂન. તે અનુક્રમે આઠ, બાર, સોળ, ચોવીશ અને એકત્રીશ કવલ જાણવો. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે - અત્યાહાર નોકરતા તે એક એક કોળીયાથી આરંભીને આઠ કોળીયા સધી. જેમાં એક તે જધન્ય, આઠ કોળીચા તે ઉત્કૃષ્ટ અને બાકીના મધ્યમ ભેદો જાણવા. - *--* • આ પ્રમાણે પાંચે ભેદ સંબંધે વૃત્તિકારે જણાવેલ છે. એમાં સ્ત્રીમાં પણ જાણવું.
ભાવ ઉણોદરી તે ક્રોધાદિ પરિત્યાગ. એ રીતે ઉણોદરી કહી.
હવે વૃતિસંક્ષેપ કહે છે. તે ગીયરીના અભિગ્રહ રૂપ છે. તે અનેક પ્રકારે છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તેમાં દ્રવ્યથી નિર્લેપાદિ લેવું. કહ્યું છે કે- લેપવાળું કે લેપ વિનાનું અમુક દ્રવ્ય હું આજ લઈશ તેને દ્રવ્યાભિગ્રહ કહે છે. આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org