________________
૩૮
દશવૈકાલિકમૂલસબ-સટીક અનુવાદ ઉત્કૃષ્ટ પ્રધાન મંગલ છે. કેમકે તે એકાંતિક અને આત્યંતિક છે. તે પ્રમાણે પૂર્ણકળશ આદિ દ્રવ્ય મંગલમાં નથી. કેમકે તે એકાંતિક કે આત્યંતિક નથી.
હવે હિંસાનો વિપક્ષ તે અહિંસાને પ્રતિપાદિત કરે છે - • નિર્યુક્તિ - ૫ - વિવેચન
પ્રમાદના યોગના પ્રાણનું વ્યપરોપણ તે હિંસા. આ હિંસામાં પ્રતિપક્ષ • અપ્રમત્તપણાને શુભયોગપૂર્વક પ્રાણનું અવ્યપરોપણ છે. કેમકે તે અહિંસા છે. તે અહિંસા ચાર પ્રકારે છે. (૧) દ્રવ્યથી અને ભાવથી, (૨) દ્રવ્યથી પણ ભાવથી નહીં. (૩) દ્રવ્યથી નહીં પણ ભાવથી (૪) દ્રવ્યથી પણ નહીં અને ભાવથી નહીં. તથા શદ સમુચિત છે. તેમાં ત્રણ ભંગનો ઉપન્સાય છે, કેમકે તેમાં સમુચ્ચય શબ્દનો અર્થ બતાવેલ નથી. કહ્યું છે કે તેમાં - સમુચ્ચ, નિર્દેશ, અવધારણ, સાય, પ્રકાર. વચનોમાં વપરાય છે. તેમાં આ ભંગ- દ્રવ્યથી અને ભાવથી છે. તે આ -
જેમ મૃગ વધ કરવાની બુદ્ધિમાં વર્તતો કોઈ માણસ મૃગને જોઈને, ધનુષ્યને ખેંચીને બાણ છોડ. તો તે વખતે તે મૃગ તે તીર વડે મરે. આ હિંસા દ્રવ્ય અને ભાવ બંનેથી જાણવી પણ સાધુ ઇસમિત હોય, કારણે જતાં કોઈ જીવ મરે તો તેમાં દ્રવ્યથી હિંસા ખરી પણ ભાવથી નહીં. કહ્યું છે કે “ પગ ઉપાડતા ઇસમિતિ યુક્ત થઈ ચાલતાં સાધુથી અજાણતાં કોઈ જીવ મરે તો તે નિમિત્તે સાધુને સૂક્ષ્મપણ બંધ સિદ્ધાંતમાં કહેલ નથી. કેમકે તે સાધુ અપ્રમત્ત છે. હિંસા પ્રમાદીને જ બતાવેલી છે. જેમાં ભાવથી હિંસા છે, પણ દ્રવ્યથી નહીં તે આ રીતે કોઈ પુરુષ પરોઢિયાના મંદ પ્રકાશમાં વળેલી દોડીને સાપ માનીને તેનો વધ કરવાના હેતુથી તલવાર વડે છેદે છે. ચોથો ભાંગો શૂન્ય છે. આવા પ્રકારની હિંસાનો પ્રતિપક્ષ તે અહિંસા જાણવી.
એકાર્ચિકા ને જણાવતાં કહે છે - હિંસા નહીં તે અહિંસા. જીવનો અતિપાત નહીં તે અજીવાતિપાત તથા તે પ્રમાણે જ સ્વ કર્મનો અતિપાત થાય છે. અજીવ તે કર્મ એ ભાવવું. ઉપલક્ષણથી અહીં પ્રાણાતિપાત વિરતિ આદિ લેવા. ---
હલ્વે સંયમની વ્યાખ્યા કહે છે. • નિયુક્તિ - ૪૬ વિવેચન
પૃથ્વી આદિથી લઈને પંચેન્દ્રિય સુધી તેઓને સંયમ થાય તેથી ત્રણે કરણ અને યોગથી સંઘટ્ટન ન કરે. જે ગ્રહણ કરવાથી અસંયમ થાય તે અજીવ અહીં જાણવા, જેમ કે - પાંચ પ્રકારે પુસ્તક વસ્ત્ર, તૃણપંચક અને ચર્મ પંચક, પુસ્તક પંચક - ગંડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટ ફલક અને સુપાટિકા એ પાંય વીતરાગે કહેલ છે. તેમાં (૧) ગંડી પુસ્તકમાં પાનાં લંબાઈ, પહોળાઈમાં તુલ્ય અને દીર્ઘ હોય છે. (૨) કછપીમાં અંતે પાતળાં અને મધ્ય પહોળા જાણવા. (3)મુષ્ટિપુસ્તક - ચાર આંગળ લાંબુ અને ગોળાકાર હોય છે અથવા ચાર આંગળ લાંબુ અને ચોખાણું હોય છે. (૪) સંપૂટક - તે બે ત્રણ પાટિયાવાળું હોય છે. (૫) સૂપાટિકા - પાતળાં પાનાવાળું. ઉંચા રૂપવાળું એમ પંડિતો કહે છે અતવા દીર્ઘ, સ્વ કે પહોળું તેને વિદ્વાનો સૂપાટિકા પુસ્તક કહે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org