________________
D
૧ - ૧ એપ્રમાણે ભક્ષ્યાભઠ્યપૈયાપેયની યોજના કરવી. પશુઘર્મ -માતા આદિ સાથે પ્રવિચાર. દેશધર્મ - દેશાચાર, તે જૂદા જૂદા દેશમાં પહેરવેશ આદિ જૂદા છે. રાજઘર્મ - પ્રતિ રાજ્યમાં ભિન્ન કર આદિ છે તે. પુરવરઘર્મ - પ્રતિ પુરમાં - નગરમાં કંઇક-ક્યાંક વિશિષ્ટ પણ છે, જેમાં ભાષા પ્રદાનાદિ લક્ષણ જાણવું. અથવા સ્ત્રી બીજું ઘર માંડે છે. ગ્રામઘર્મ - તે પણ પ્રતિગ્રામે ભિન્ન હોય છે. ગણાઘર્મ - મલ્લ આદિ ગણ વ્યવસ્થા. ગોd ઘર્મ - ગોષ્ઠી વ્યવસ્થા. સમ વ્યસ્કોનો સમુદાય તે ગોષ્ઠી. તેઓ વસંત આદિમાં ગોઠ કરે તે. સધર્મ - દુષ્ટનો નિગ્રહ અને સારાનું પ્રતિપાલન છે. એની ભાવ ધર્મના ગાદિની વિવક્ષાથી ભાવ રૂપ પણે છે અથવા દ્રવ્ય પર્યાયપણાથી છે. તે દ્રવ્યની અપેક્ષા વિના વિવક્ષા કરવાથી અતવા લોકમાં તેને ભાવધર્મ તરીકે માનવાથી ભાવમાં ગણેલ છે. દેશ રાજાદિનો ભેદ એક દેશને આશ્રીને કહ્યો છે - x".
આ પ્રમાણે હવે લૌકિક કુપાવયનિક કહે છે. આ પણ સાવધ પ્રાયઃ લૌકિકકલ્પ જ છે. અવધ-પાપ, તેની સાથે તે સાવધ. સુ શબ્દ અવધારમાર્ગે છે. તેથી સાવધ જ છે. કયો ધર્મ? ચરક પરિવ્રાજકાદિ કુતી િધર્મ. શા માટે? જિનેશ્વર અને અન્ય વિદ્વાનોએ તેને પ્રશંસ્યો નથી. કેમકે તે આરંભ- પરિગ્રહનું કારણ છે. - *- -
હવે લોકોત્તર ધર્મ કહે છે• નિર્યુક્તિ • ૪૩ • વિવેચન
લોકોત્તર - લોક પ્રધાન ધર્મ બે ભેદે છે. શ્રત ધર્મ અને ચારિ ધર્મ. તેમાં શ્રત - દ્વાદશાંગ, તેનો ધર્મ તે શ્રત ધર્મ. તે નિશ્વે વાચનાદિ ભેદો વડે આશ્ચર્યકારી છે. શ્રતધર્મ સ્વાધ્યાય તે વાચનાદિ રૂપ છે. તત્ત્વ વિચારણામાં ધર્મના હેતુરૂપ ધર્મ છે. તથા ચારિત્રધર્મ, તેમાં અનિંદિત ચાલે છે, જેના વડે તે ચરિત્ર - ક્ષયોપશમ રૂપ છે, તેનો ભાવ તે ચારિત્ર છે. બાકી રહેલાં કર્મોના ક્ષયને માટેની ચેષ્ટા, તે ચાઆિ જ ધર્મ છે. આ જ શ્રમણધર્મ છે, તેથી ચાઅિધર્મ તે શ્રમણ ધર્મ છે. તેમાં શ્રમ લેવો તે શ્રમણ. શ્રમ લે છે - તપસ્યા કરે છે. અહીં એવું કહે છે કે - દીક્ષાના દિવસથી આરંભીને બધાં સાવધ યોગ વિરતિમાં ગરના ઉપદેશથી અનશન આદિ યથાશક્તિ કરે છે. બીજા જીવોને દુઃખ ન દેવા પડે પોતે દુ:ખ વેઠીને તપ કરે છે. કહ્યું છે કે- જે બધાં જીવોમાં - ત્રસ અને સ્થાવરોમાં સમ છે, તે શુદ્ધાત્મા તપને આયરે છે, તેને શ્રમણ જાણવો. તેનો ધર્મ - સ્વભાવ, તે શ્રમણ ધર્મ છે. જે શાંતિ આદિ લક્ષણ કહેવાશે.
ધર્મ કહ્યો હવે મંગલનો અવસર છે. તે શબ્દનો અર્થ પૂર્વે નિરૂપણ કરેલ છે. તે નામ આદિ ભેદથી ચાર પ્રકારે છે - તેમાં નામ અને સ્થાપના ગોણ હોવાથી તેને છોડીને દ્રવ્ય ભાવ મંગલ કહે છે.
• નિર્યુક્તિ • ૪૪ - વિવેચન
દ્રવ્યને આશ્રીને ભાવ તો ભાવમંગલ છે. તેમાં દ્રવ્યમંગળમાં પૂર્ણ કળશ આદિ છે. આદિ શબ્દથી સ્વસ્તિકાદિ લેવા. ધર્મ તો પોતે જ ભાવ મંગલ છે. શા માટે? તે કહે છે - આ ક્ષાંત્યાદિ લક્ષણ ધર્મથી મોક્ષ છે, તેથી ભવનું ગાલન તે મંગલ છે. આ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org