________________
૨
૨
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ શકદને ઇચ્છે છે. અહીં સર્વત્ર અધિક નચન તે અધ્યયન એમ યોજના કરવી.
૦ હવે અક્ષણ શબ્દનો અર્થ - તે ભાવ અક્ષીણ આ જ છે. શિષ્યને આપવાથી તે અક્ષયત્વને પામે છે. જેમ દીવા વડે સો દીવા પ્રગટાવાય છે, તે દીપ પણ દીપે છે. એ પ્રમાણે દીપતુલ્ય આચાર્ય પોતાની નિર્મળ બદ્ધિ વગેરના ઉપયોગ સહિત હોવાથી કર્મ નિર્જરા અને જ્ઞાનના પ્રકાશ વડે પ્રકારો છે અને પોતાની નિર્મળ બુદ્ધિથી શિષ્યને નિર્મળ બુદ્ધિવાળા બનાવે છે.
૦ હવે આય શબ્દનો અર્થ - ભાવથી આ પ્રમાણે છે - જ્ઞાનમાં મતિ આદિ, દર્શન • ઔપશમિકાદિ, ચાસ્ત્રિ • સામાયિકાદિ વગેરનો લાભ છે. એ લાભ વડે જે થાય તે ભાવઆય. આય એટલે લાભ. અધ્યયનના હેતુ વડે જ્ઞાનાદિનું આગમન થાય છે.
o હવે ક્ષપણા શબ્દનો અર્થ તે પણ ભાવથી આ પ્રમાણે છે- આઠ પ્રકારની કર્મ જ, તેમાં જીવ રગદોળવામાં પરવશપણે હોવાથી તે “કમરજ” પુરાણું તે પૂર્વવત. યોગ એટલે અંતઃકરણાદિથી અધ્યયન કરતાં - કારણમાં કાર્યના ઉપચારથી “ક્ષપણા' કહ્યું. તે પ્રમાણે આ ભાવ અધ્યયનની યોજના કરવી. શેમાં? અધ્યયન. અક્ષીણ. આય અને ક્ષપણામાં ગાથાર્થ કહ્યો. આ ઓઘ નિષ્પક્ષ નિક્ષેપ બતાવ્યો. હવે નામ નિષ્પન્ન કહે છે - તેમાં ઓઘનિષ્પન્ન તે અધ્યયન અને નામનિષ્પન્ન તે દ્રુમપશ્ચિકા.
મ - દુ એટલે જે દેશમાં વિધમાન છે તે એનું છે અથવા એમાં છે તેને મ લાગતાં દ્રુમ શબ્દ બન્યો.
હવે દ્રુમ અને પુષ્પ બંનેના નિક્ષેપાની પ્રરૂપણા કહે છે - • નિર્યુક્તિ - ૩૪ - વિવેચન
નામધુમ - જેનું દ્રુમ એવું નામ છે તે. સ્થાપનાલૂમ - વૃક્ષ રૂપે જેની સ્થાપના છે છે. દ્રવ્યઠ્ઠમ તે ભાવઠુમ છે. તેમાં દ્રવ્ય દ્રુમ બે ભેદે છે - આગમથી અને નોઆગમથી. આગમચી જ્ઞાતા ઉપયુક્ત ન હોય. નો આગમથી ત્રણ ભેદે છે - શરીર, ભવ્ય શરીર, ઉભય વ્યતિરિક્ત. તે આ પ્રમાણે - એક ભવિક બદ્ધાયુક અભિમુખ નામ ગોત્ર, તેમાં એક ભવિક - જે એક ભવના અંતરે દ્રુમમાં ઉત્પન્ન થશે. બદ્ધાયુક • જેણે ડ્રમ નામ ગોત્રમાં કર્મ બાંધેલ છે, અભિમુખ નામ ગોત્ર જેના વડે તે નામ અને ગોબ કર્મ ઉદીરણાવલિકામાં નાંખે છે. આ ત્રણે પણ ભાવિ ભાવ મ કારણ પણાથી દ્રવ્ય મ છે. ભાવ ડ્રમ પણ બે ભેદે છે. આગમચી અને નોઆગમથી. તેમાં આગમથી જ્ઞાતા ઉપયોગ વાળો હોય. નો આગમથી દ્રમ જ ક્રમ નામ અને ગોત્ર કમને વેદે છે.
જેમદ્રુમના કહ્યા તેમ પુષ્પના પણ ચાર નિક્ષેપો કહેવા. હવે વિવિધ દેશમાં જન્મેલ શિષ્યગણના સંમોહાર્યે આગમમાં “દ્રમ' શબ્દના પર્યાયોના પ્રતિપાદનાર્થે કહે છે -
• નિયુક્તિ - ૩૫ - વિચન -
કુમ, પાદપ, વૃક્ષ, આગમ, વિડિમા, તરુ, કુહા, મહીરૂહ, વછા, રૂપક, રંજક વગેરે પયચિો નામો છે. તેમાં દ્રુમની અન્વર્ય સંજ્ઞા પૂર્વવતુ. પગ વડે જે પીએ તે પાદપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org