________________
30
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ
બતાવનારું દશમું અધ્યયન સમાપ્ત કર્યું. આ ક્રિયા યુક્ત જ ભિક્ષુ છે, તેથી આ ભિક્ષુ છે. તે એવા પ્રકારે ગુણયુક્ત ભિક્ષુ કદાચ કર્મપતંત્રત્વથી અને કર્મના બલત્વી સીદાય, તો તેના સ્થિરીકરણ કરવાને માટે તેના અધિકારથી બે ચૂડા કહેલ છે - • નિયુક્તિ - ૨૪ વિવેચન
-
બે અધ્યયન, તેમાં શું છે? તેમાં બે ચૂડા છે. તેમાં પ્રમાદને વશ થઈ કોઈ સાધુ વિષાદ પામે તો સાધુને સંયમમાં સ્થિરીકરણ કરવું પહેલાં સ્થિરીકરણનું ફળ કહ્યું. તે જ પ્રમાણે તેમાં સંસાર પ્રતિ દોડનાર સાધુને બતાવ્યું કે ઘેર જઈ દુઃખથી જીવાશે અને મૃત્યુ બાદ નરકાદિ દુર્ગતિમાં ફળ ભોગવવાના છે. એવા દોષો બતાવેલા છે.
બીજી ચૂડામાં તે પ્રમાણે જ વિવિક્તચર્ચા વર્ણવે છે. કેવી? ન સીદાનારને ગુણાતિરેકનું ફળ. તેમાં વિવિક્તચર્યા તે એકાંત ચર્યા - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં અસંબદ્ધતા. ઉપલક્ષણથી આમાં અનિયત ચર્યાદિ જાણવા. આ ચૂડાનું ફળ છે ચારિત્રમાં ખેદ આવતો નથી.''
• નિયુક્તિ - ૨૫ + વિવેચન -
દશકાલિકનો પૂર્વ નિરૂપિત શબ્દાર્થનો અનંતરોક્ત સામાન્ય અર્થ સંક્ષેપથી પ્રતિપાદિત કર્યો. હવે આગળ એક એક અધ્યયનને હું ખુલાસો કરીને કહી. પુનઃ
શબ્દનો વ્યવહિત ઉપન્યાસ છે.
તેમાં પહેલું અધ્યયન - ‘ધુમપુષ્પિકા”. આના ચાર અનુયોગ દ્વારો છે, તે આ પ્રમાણે - ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. આ ચારે પણ અનુયોગ દ્વારોનું અધ્યયનમાં પહેલાં વર્ણન છે, આ પ્રમાણે ક્રમને સ્થાપિત કરતાં જે પ્રયોજન છે, તે વિશેષ આવશ્યક્તા વિવરણથી જાણવું. ત્યાં પ્રાયઃ સ્વરૂપ મળતું આવે છે.
અહીં ચાલું અધ્યયનમાં શાસ્ત્રીય ઉપક્ર્મમાં આનુપૂર્વી આદિ ભેદોમાં સ્વબુદ્ધિથી
સંબંધ યોજવો. વિષયનો અધિકાર કહેવો.
આ પ્રમાણે નિર્યુક્તિકાર કહે છે - (હવે અધ્યયન આરંભે છે)
મુનિ દીપરત્નસાગરે કરેલ દશવૈકાલિક • ભૂમિકાનો ટીકાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org