________________
૨૯
શાસ્ત્ર અને શાસક આચાર છે જીવનિચકાય ગોચર પ્રાય છે, એ પ્રમાણે હવે ચોથું અધ્યયન છે. અથવા આત્મ સંયમ - તેથી અન્ય જીવ પરિજ્ઞાન પરિપાલન જ તત્ત્વથી છે, તેથી તેના અધિકારવત્ જ ચોથું અધ્યયન છે. તથા જીવ અને સંયમનો પણ ચોથા અધ્યયનમાં અધિકાર છે. અખિ શબ્દથી આત્મસંયમ પણ તે ભાવને ભાવે છે. કહ્યું છે કે - છ જીવનિકાસમાં જે પંડિત સદાજયણા ચકી વર્તે છે, તે જ ખરો પંડિત અને પરમાર્થથી તે જ સંયત છે. ઇત્યાદિ, આ જ ધર્મ છે. તે નિરોગી દેહથી જ સગફ પળાય છે. આહાર વિના પ્રાયઃ સ્વસ્થ થતાં નથી, - સમાધિ રહેતી નથી.
આહારના બે ભેદ છે • સાવધ અને નિરવધ. તેમાં નિરવધનું ગ્રહણ કરવું. તેથી તેના અર્થાધિકારથી જ પાંચમું અધ્યયન છે. કહ્યું છે - ભિક્ષાની વિશુદ્ધિ એ તપ અને સંયમને ગુણકારી છે અને તે જ પાંચમાં અધ્યયનમાં અધિકાર છે. તેમાં માંગવું તે ભિક્ષા. તેની વિશોધિ સાવધનો ત્યાગ અને નિરવધનું કથન. તે તપ-સંયમને ગુણકારી છે કહ્યું છે કે, “તે જ સંયત જાણવો જે નિરવધ આહાર લે છે. તે ધર્મકાર્યમાં રહેલો અને શુભ યોગોને સારી રીતે સાધનાર જાણવો. ઇત્યાદિ.
ગૌચરી ગયેલા સાધુને આચાર પૂછવામાં આવે અને તે જાણવા છતાં પણ લોકસમૂહ આગળ વિસ્તારથી કથન ન કરે, પણ પોતાના સ્થાનમાં ગુરુ કહેશે એવું કહે. આ અધિકાર છઠ્ઠા આધ્યનનમાં છે. આ અધ્યયનમાં મહતી-મોટી આચાર કથાનો અધિકાર છે. નાની આચાર કથાનો નહીં. ઉચિત એવી વિશિષ્ટ પર્ષદા સમક્ષ કહે. -- ઉપાશ્રયમાં પણપોતે એટલે જે ગુરૂ હોય અને બોલવાના ગુણ - દોષ જાણતા હોય તેણે નિસ્વધ વચન વડે આચાર કથા કહેવી. તે અધિકારવાળું સાતમું અધ્યયન છે.
કહેલ છે કે “વચન વિભક્તિ” ઇત્યાદિ. વચનની વિભક્તિ તે વચનવિભક્તિ. ખુલાસાથી કહેવું તે વિભક્તિ. એવા પ્રકારનું તે અનવદ્ય અને આવા પ્રકારનું તે સાવધ. પુનઃ શબ્દ શેષ અધ્યયન અર્થાધિકારથી આનો અધિકૃત અધિકાર વિશેષણાર્થે સાતમા અધ્યયનમાં અર્વાધિકાર છે - x- x-.
આ નિરવધ વયન, આચારમાં જે પ્રસિહિતને હોય છે, તેના અર્થાધિકારવત જ આઠમું અધ્યયન છે. કહ્યું છે કે - આઠમાં અધ્યયનમાં અધિકારપણાથી પ્રણિધાન કહેલ છે. પ્રાદ્યાન એટલે વિશિષ્ટ પ્રકારે સ્થાપિત ચિત્તધર્મ. કહ્યું છે કે - પ્રણિધાન હિત બોલવું તે નિર્દોષ હોય તો પણ સાવધતુલ્ય જાણવું. અધ્યાત્મથી અહીં “સંવર' જાણવું
આચાર પ્રણિહિત જ યથોચિત વિનય સંપન્ન થાય. તેનો અધિકારથી જ નવમું અધ્યયન છે. આ નવમાં અધયનમાં વિનયનો અર્વાધિકાર છે. કહે છે કે - “આચારમાં જેનું ધ્યાન છે તે જ પંડિત યોગ્ય વર્તન કરે છે, જ્ઞાનાદિમાં જે વિનયવાળો છે, તે મોક્ષની ચિકિત્સા - આકાંક્ષા રાખનારો જાણવો. ઇત્યાદિ.
આ નવ અધ્યયનમાં જે લીન રહે તે ઉત્તમ રીતે ભિક્ષ છે. આ સંબંધથી “સ ભિક્ષુ” અધ્યયન જાણવું. કહે છે કે આ દશમાં અધ્યયનમાં આ સાધુની ક્રિયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org