________________
૨.
દશવૈકાલિમૂલસૂત્ર-સટીક અનુવાદ
સ્વરૂપનું કથન છે. તેમાંથી ધર્મ પ્રજ્ઞપ્તિ આર્થાત્ છ જીવનિકા અધ્યયન ઉદ્ધર્યુ, કર્મપ્રવાદ પૂર્વથી પિંડની ત્રણ પ્રકારની એષણા ઉદ્ધરી છે. કર્મ પ્રવાદ પૂર્વ - જેમાં જ્ઞાનાવરણીયાદિ કર્મના નિદાનાદિનું કથન છે તેથી, શું? પિંડની એષણા ત્રણ ભેદે છે . ગવેષણા, ગ્રહણૈષણા, ગ્રાસૈષણા, તેની રચના કરી. તે વળી આ સંબંધથી આવે છે - આધા કર્મના ઉપભોક્તા જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ પ્રકૃતિ બાંધે છે. શુદ્ધ પિંડના ઉપભોક્તા શુભપ્રકૃતિ બાંધે છે. આટલું પ્રસંગથી કહ્યું. હવે ચાલુ વાત કહે છે -
સત્ય પ્રવાદ પૂર્વેથી વાક્ય શુદ્ધિ અધ્યયન રચ્યું. તેમાં સત્યપ્રવાદ એટલે જેમાં જનપદસત્ય આદિનું કથન છે. વાક્યશુદ્ધિ નામે સાતમું અધ્યયન છે. બાકીના પહેલું, બીજું આદિ અધ્યયનો નવમાં પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધરેલ છે. બીજો પણ આદેશ - વિધિ સાથે જ ગણિપિટક - આચાર્યના સર્વસ્વથી દ્વાદશાંગ - આચારાદિ લક્ષણ રૂપથી આ દશકાલિક ઉદ્ધર્યું છે. કોના માટે? મનકના અનુગ્રહાર્થે. હવે જેટલાં અધ્યયન છે તે સંબંધે કહે છે -
♦ નિયુક્તિ - ૧૯ - વિવેચન
દ્રુમપુષ્પિકા એ પહેલું અધ્યયન છે. ત્યાંથી ‘સભિક્ષુક' સુધીના દશ અધ્યયનો જાણવા. ‘ખલુ' શબ્દથી વિશેષથી જણાવે છે કે - ‘બે ચૂડા' છે ત્યાં સુધી જાણવું. આ દ્વાર વડે જ કહેવાની ઇચ્છાથી સંબંધપણા વડે અડધી ગાથા કહે છે. તેથી અધિકાર પણ એક એક ગાથામાં કહીશું. તેમાં અધ્યયનના અંત સુધી જે અનુસરે તે અધિકાર જાણવો.
• નિર્યુક્તિ - ૨૦ થી ૨૩ વિવેચન.
પહેલા અધ્યયનમાં શો અધિકાર છે, તે કહે છે
‘ધર્મપ્રશંસા’ દુર્ગતિમાં
પડતા આત્માને ધારી રાખે છે, તે ધર્મ, તેની પ્રશંસા - સ્તવ. બધાં પુરુષાર્થોમાં ધર્મ જ પ્રધાન છે. .. - ઇત્યાદિ. આ ધર્મ તે જિનશાસનમાં જ જાણવો. કેમકે આ ધર્મ બીજે નથી. અહીં જ નિરવધ વૃત્તિના સદ્ભાવથી છે. આ પ્રમાણે જરૂર પડતાં આગળ પણ કહીશું.
-
ધર્મનો સ્વીકાર કરનાર નવદીક્ષિતને અધૈર્યતા, સંમોહ ન થાો. તેના નિરાકરણાર્થે આ બીજું અધ્યયન છે. કહે છે કે - બીજા અધ્યયનમાં આ અધિકાર છે. ધૃતિથી હેતુ વડે કરવાને શક્તિમાન થાય છે. આ જૈન ધર્મ ધૈર્ય આપે છે. કહ્યું છે - જેને ધિરજ છે, તેને તપ છે, જેને તપ છે તેને સદ્ગતિ સુલમ છે. જે અધૈર્યવાળા પુરુષો છે તેમને તપ પણ દુર્લભ છે. વળી આ ધૃત્તિ આચારમાં કરવી, અનાચારમાં નહીં. આ જ વાતને બતાવનાર ત્રીજું અધ્યયન છે.
(પ્રશ્ન) ત્રીજા અધ્યયનમાં શો અર્થાધિકાર છે?
(ઉત્તર) આચાર ગોયરા કથા તે આયાર કથા. તે સંક્ષેપ અને વિસ્તારના ભેદથી કહેલ છે. તેમાં તુલિકા - લધ્વી અહીં કહી છે. તેમાં આત્માના સંયમનો ઉપાય છે. કબ્જામાં લેવું તે સંયમ. આત્માનો સંયમ તે આત્મસંયમ, તેનો ઉપાય, તે
- * -
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org