________________
૧૮૮
♦ વિવેચન
૩૫૧
સૂત્રાર્થ કહેલ છે. વિશેષ એ કે ગૌતમાદિને બોલાવીને કહે છે.
• સૂત્ર - ૩૫૨ થી ૩૬૨
(૩૫૨, ૩૫૩) પૃથ્વી, અમ્, અગ્નિ, વાયુ તથા તૃણ, વૃક્ષ, બીજ અને ત્રસ પ્રાણીને જીવ છે, એમ મહર્ષિ મહાવીરે કહેલ છે. તેમના પ્રતિ મન, વચન, કાયાથી સદા અહિંસામય વ્યાપારપૂર્વક રહેવું જોઈએ. એ પ્રમાણે તે સંયત થાય છે. (૩૫૪) સુસમાહિત સંચમી ત્રણ કરણ અને ત્રણ યોગથી પૃથ્વી, ભિત્તિ, શિલા, માટી, ઢેફાનું ભેદન કે સંલેખન ન કરે.
(૩૫૫) સંયમી સાધુ શુદ્ધ પૃથ્વી અને સચિત રજ સંસૃષ્ટ આસને ન બેસે અથવા અવગ્રહ યાચીને, પ્રમાઈને ત્યાં બેસે. (૩૫૬) સંયમી સાધુ જળ, વŕજળ અને હીમનું સેવન ન કરે. તમ પ્રાસુફ ઉષ્ણ જળને જ ગ્રહણ કરે. (૩૫૭) સચિત્ત જળથી ભીંજાયેલ પોતાના શરીરને ન પુંછે, ન મસળે, તથાભૂત શરીરને જોઈને તેનો સ્પર્શ ન કરે.
-
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ
(૩૫૮) સાધુ અંગારા, અગ્નિ, જ્વાલા, ચિનગારી આદિને ન સળગાવે, ન હલાવે કે ન બુઝાવે. (૩૫૯) તાલવૃત્ત, પાંદડા, વૃક્ષની શાખા કે સામાન્ય પંખાથી પોતાના શરીરને કે બાહ્ય પુદ્ગલને પણ હવા ન કરે. (૩૬૦, ૩૬૧) તૃણ, વૃક્ષ, ફળ, મૂળને છેદે નહીં, વિવિધ પ્રકારના સચિત્ત બીજોને મનથી પણ ઇચ્છા ન કરે. વનકુંજોમાં બીજો, હરિત, પાણી, ઉનિંગ અને પનક ઉપર ઉભો ન રહે.
(૩૬૨) મુનિ વચન કે કર્મથી ત્રણ પ્રાણીની હિંસા ન કરે. સર્વે જીવોની હિંસાથી અટકેલો સાધુ વિવિધ સ્વરૂપવાળા જગતને જુએ. ૩૫૨ થી ૩૬૨ -
• વિવેચન
-
પૃથ્વી આદિ પાંચે એકેન્દ્રિય કાર્યો પૂર્વવત ત્રસ પ્રાણી તે બેઇંદ્રિય જીવો છે, તેમ ભગવંતે કે ગણધરે કહેલ છે. તેથી પૃથ્વી આદિના અહિંસા વ્યાપારથી સાધુએ નિત્ય રહેવું, મન - વચન - કાયાથી એ પ્રમાણે વર્તનારો સંયત અહિંસક થાય છે, અન્યથા થતો નથી. એ પ્રમાણે સામાન્યથી છજીવનિકાયની અહિંસાથી સંયતત્વ કહી વિશેષથી કહે છે -
Jain Education International
શુદ્ધ પૃથ્વી, કિનાસની માટી, પાષાણ શિલા, ઢેફાને ભેદે નહીં કે ખોતરે નહીં. ભેદ - બે ટુકડા કરવા, સંલેખન - કંઇક ખોતરવું. મન, વચન, કાયાથી સુસમાહિત સાધુ આવી હિંસા ન કરે. તથા શસ્ત્ર વડે અચિત્ત ન થયેલ પૃથ્વી ઉપર આંતરા વિના ન બેસે. તથા ઘણી ધૂળ ભેગી થઈ હોય તેવી પીટિકા ઉપર ન બેસે, ન સુવે. અચેતન પૃથ્વી આદિ હોય તો રજોહરણથી પ્રમાર્જીને બેસે, પણ પહેલાં તેની અનુજ્ઞા લે.
હવે અપ્લાય વિધિ કહે છે - પૃથ્વીથી ઉદ્ભવેલ સચિત જળ ન વાપરે. તથા કરા, વર્ષા, હીમને પણ ન સેવે. તો કઈ રીતે વર્તે ? ઉકાળેલ પાણી, ત્રણ ઉકાળાનું હોય
For Private & Personal Use Only
www.jainelibrary.org