________________
છે
આધ્ય૦ ૮ ભૂમિકા કુશળ પરિણામ થવાથી તેનોઇંદ્રિય પ્રસિદ્ધિ કહેવાય છે. તેનો નિરોધ ન કરવાથી આ દોષો થાય છે.
જે કોઈ વ્યવહાર તપસ્વીને ક્રોધાદિ અનિરુદ્ધ છે તે તપ કરતા બાલતપસ્વી સમાન તે ઉપવાસનું પારણું કરતાં ઘણો આરંભ કરનાર જીવ છે, તે ગજસ્નાનવત્ પરિશ્રમ કરે છે. તે ઉપવાસ, છઠ્ઠ આદિ નિમિત્તે ક્રોધાદિ કરીને ઘણો કર્મબંધ કરે છે.
આ જ અને સ્પષ્ટતર કરે છે. દ્રવ્યથી શ્રમણભાવને પાળે છે, જેના ક્રોધાદિ કષાયો ઉત્કટ છે, તેનું શ્રામાણ્ય શેરડીના ફૂલની જેમ નિષ્ફળ છે, કેમકે તેને નિર્જરા થતી નથી.
ઉપસંહાર કરતા કહે છે- અનંતરોક્ત ઇંદ્રિય - નોઈદ્રિય બંને પ્રસિદ્ધિ નિર્દોષ હોય છે, જો - x- બાહ્ય અને અત્યંતર ચેષ્ટાવાળા તેના ઇંદ્રિય અને કષાયો તેના કન્જામાં હોય, તો શુદ્ધ પ્રસિદ્ધિ છે. અન્યથા આશુદ્ધ પ્રણિધિ જાણવી. એમાં પણ તત્વ દષ્ટિએ અત્યંતર ચેષ્ટા વધુ જરૂરી છે, તેથી તે વધુ પ્રશસ્ત છે. અપ્રશસ્તવાળા અધ્યવસાયથી ઉદ્ગત હોય તે પ્રસિદ્ધિ અચારુ છે - સુંદર નથી. તે જ કહે છે -
માયા સ્થાન યુક્ત, શ્રદ્ધયાદિ ગારવ યુક્ત, ઇંદ્રિય - નોઇંદ્રિયનો નિગ્રહ કરે છે તો તે અપ્રશસ્ત છે. કેમકે માયાથી ઇર્યાદિને પડિલે હે, દ્રવ્ય ક્ષાંત્યાદિથી આસેવન, દ્ધયાદિનો ગારવ કરે તે અપ્રશસ્ત જ ઇંદ્રિય - નોઇંદ્રિયનો નિગ્રહ કરે છે. • -
હવે પ્રશસ્તપ્રશસ્ત પ્રસિધિના ગુણ દોષ - • નિર્યુક્તિ - ૩૦૫ થી ૩૦૯ -
જ્ઞાનાવરણીયાદિ ભેદથી કમરજને બાંધે છે, જે અપ્રશસ્ત પ્રસિધિમાં રહેલ છે, તે જ આઠ પ્રકારની કમરજને ખપાવે છે, જે પ્રશસ્ત પ્રસિધિ યુક્ત હોય છે. સંયમાદિને માટે પ્રસિદ્ધિ પ્રયોવી જોઈએ તે કહે છે - દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ જેમાં છે તે સંપૂર્ણ સંયમ છે. તે સાધવા પ્રશસ્ત પ્રસિદ્ધિ યોજવી, તથા તેનાથી વિરુદ્ધ સ્થાનોને વર્જવા જોઈએ. જો તેમ ન કરે તો આ દોષો લાગે - દિક્ષા લઈ સુપ્રસિદ્ધિ ન રાખે તો સંયમને ન જાણતો સંયત સંયમને વિરાધે છે. જેમ ભાન વિનાનો, નિસૃષ્ટ અંગવાળો યત્ન ન કરતો કાંટાવાળા માર્ગે જાય અને પડીને દુ:ખ પામે છે, તેમ આ સંયત નાશ પામે છે. તેથી ઉલટું સુપ્રસિહિત સાધુ આશ્રદ્ધારને સંવૃત્ત કરીને કર્મબંધાદિથી લિપ્ત થતો નથી. તપ પ્રસિધિ વડે પૂર્વના કમને પણ બાળે છે. જેમ અગ્નિ શુષ્ક તૃણોને બાળે છે. એ રીતે અપ્રશસ્ત પ્રસિદ્ધિ દુઃખદ અને પ્રશસ્ત પ્રસિદ્ધિ સુખદ છે. તેથી પ્રશસ્તનો ત્યાગ કરીને સાધુ પ્રશસ્ત પ્રસિધિમાં યત્ન કરે. આચારપ્રસિધિ કહી. હવે સૂત્ર આલાવાનો અવસર છે - • • તેથી સૂત્ર કહે છે -
• સૂત્ર - ૩૫૧ -
આચાર પ્રસિધિને પામીને ભિક્ષએ જે પ્રકારે જે કરવું જોઈએ તે પ્રકારે હું તમને કહીશ, તે તમે અનુક્રમથી મારી પાસેથી સાંભળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org