________________
દશવૈકાલિકમૂલસૂઝ-સટીક અનુવાદ છે આટન - ૮ - આચાદિદિ )
વાક્યશુદ્ધિ અધ્યયન કહ્યું. હવે “આચારપ્રણિધિ' કહે છે. તેનો સંબંધ છે - અનંતર અધ્યયનમાં સાધુએ વચનના ગુણ - દોષ જાણીને નિર્દોષ વચન બોલવું એમ કહ્યું. અહીં તે નિરવધ વચન આચારમાં પ્રસિહિતને હોય છે, તેમાં યત્નવાન થવું જોઈએ એમ કહે છે. કહ્યું છે કે - પ્રણિધાન રહિત નિરવધ વચન પણ સાવધતુલ્ય જાણવું, આત્મામાં રહીને જે બોલે તે જ સંવૃત્ત વચન છે. આ સંબંધે આ અધ્યયન આવેલ છે. • - “આચાર પ્રણિધ’ એ દ્વિપદ નામ છે. આચારનો અતિદેશ કરી પ્રસિધિ કહે છે -
• નિયુક્તિ - ૨૯૪ - વિવેચન -
જે પૂર્વે સુલ્લિકાવાર કથામાં કહેલ આચાર જ ઓછો - વત્તો કર્યા વિના જ અહીં કહેવો. નામ - સ્થાપનાને છોડીને હવે પ્રણાધિ કહે છે. તે બે ભેદે છે - દ્રવ્ય વિષયક અને ભાવ વિષયક. તેમાં દ્રપણિધિ -
• નિયુક્તિ - ર૫ થી ૨૯૯ : વિવેચન -
દ્રવ્ય વિષયક પ્રણિધિ તે નિધાનાદિ જમીનમાં દાટ્યા હોય તે આદિ શબદ ભેદ સૂચક છે. માયા પ્રયુક્ત આ દ્રવ્યો તે દ્રવ્ય પ્રસિધિ. જેમકે પણ સ્ત્રીના વેશે પ્રલાયનાદિ કરે છે. ભાવપ્રસિદ્ધિ બે ભેદે - ઇંદ્રિય પ્રણિધિ અને નોટ્રિય પ્રસિધિ. ઇંદ્રિય પ્રસિદ્ધિ બે ભેદે પ્રશસ્ત અને નોધશત.
પ્રશસ્ત ઇંદ્રિય પ્રસિધિ- શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, આ ઇંદ્રિયોના ઇષ્ટ - અનિષ્ટ વિષયોમાં ચક્ષુ આદિ ઇંદ્રિયો રાગ કે દ્વેષ ન કરી માધ્યસ્થ લક્ષણ રહે તે પ્રશસ્ત ઇંદ્રિય પ્રસિદ્ધિ છે. અન્યથા અપ્રશસ્ત છે. તેમાં દોષ કહે છે - શ્રોબેન્દ્રિય જ વડે, સાંકળ વડે બાંધે, તેમ શબ્દ ગૃદ્ધ જીવ શબદગુણ સમુલ્થિત દોષને અનુપયુક્ત થઈને ગ્રહણ કરે. તેથી વધ, બંધાદિ પામે છે. હવે બાકીની ઇંદ્રિયોનો અતિદેશ કરીને કહે છે -
જેમ આ શબ્દ વિષયક શ્રોત્રેજિયને આશ્રીને દોષ કહો, એ જ ક્રમ ચક્ષુ આદિ ચારે ઇંદ્રિયો વડે દોષ કહેવો. તેને માટે દષ્ટાંત કહે છે - જે સાધુને ઇંદ્રિયો દુષ્પરિહિત હોય, તો તેનું કરેલું તપ મોક્ષમાં ન લઈ જતાં ઉલટે માર્ગે લઈ જાય છે. જેમ અસ્વવશ અશ્વો વડે સારથી અને રથને લઈ જાય છે. ઇંદ્રિય પ્રણિધિ કહી.
હવે નોઈદ્રિય પ્રસિધિ કહે છે - • નિયુક્તિ - ૩૦૦ થી ૩૦૪ -
ક્રોધ, માન, માયા અને લોભ એ ચારનું સ્વરૂપ અનંતાનુબંધી આદિ ભેદથી પૂર્વવતુ છે એ ચાર મહાભય સમાન છે. કેમકે સમ્યગુ દર્શનાદિ પ્રતિબંધરૂપ છે. ઉદયના નિરોધ વડે જે શુદ્ધાત્મા નો રોધ કરે છે, તેનાથી આત્માનું મન સાથે એકપણું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org