________________
૧૦૫
8| - ૩૪૮ થી ૩૫૦
• વિવેચન - ૩૪૮ થી ૩૫o -
વાક્યશુદ્ધિનું ફળ કહે છે - સદ્વારા શુદ્ધિ કે સ્વવાક્યશુદ્ધિને રાખીને સાધુ બોલે અને યથોક્ત લક્ષણા દુષ્ટ વાણીનો ત્યાગ કરે. સ્વર અને પરિમાણથી મિત, દેશ કાળથી અદુષ્ટ અને વિચારીને બોલે તો સાધુની મધ્યે પ્રશંસા પામે છે. તેથી ઉક્ત લક્ષણા દોષો અને ગુણોને યથાવત જાણીને તે દુષ્ટ ભાષાનો સદા પરિવર્જક થઈ, છ જીવનિકાસમાં સંયત થઈ, શ્રમણ ભાવમાં ચાસ્ત્રિ પરિણામમાં પ્રવૃત્તિ કરે. સર્વકાળ ઉધુક્ત રહે, એ રીતે બોલે જે પરિણામે સુંદર અને મનોહારી હોય.
હવે ઉપસંહાર કરતા કહે છે - વિચારીને બોલનાર તથા સુપણિહિત ઇંદ્રિય, ક્રોધાદિ નિરોધકર્તા, દ્રવ્યભાવથી નિશ્રા રહિત અર્થાત પ્રતિબંધ વિમુક્ત એવો તે પાપમાલ - જન્માંતરકૃત કર્મોને દૂર કરીને મનુષ્યલોકમાં વાણીસંયમથી માન પામે છે, પરલોકનો આરાધક થાય છે, અનંતર કે પરંપર ભવે મોક્ષ પામે છે.
| મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩ - નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org