________________
૧૮૪
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ અમનો વિજય થાય કે આમકનો વિજય ન થાય. એમ ન બોલે. (૩૪૪) વાયુ વૃષ્ટિ, શરદી, ગરમી, ક્ષમ, સુભિક્ષ થવા શિવ, એ ક્યારે થશે ? અથવા તે ન થાઓ, એમ ન બોલે. (૩૪૫) મેઘ, આકાશ કે મનુષ્યને “આ દેવ છે - આ દેવ છે, એવી ભાષા ન બોલે. આ મેઘ ચડેલો છે કે ઉન્નત છે, આ મેધમાલા વરસી પડી છે, એમ ન બોલે. (૩૪૬) સાધુ નભ અને મેઘને અંતરિક્ષ તથા ધ્યાનચરિત એમ કહે. તથા ગતિમાન મનુષ્યને જોઈને - “આ હિશાળી છે” એવું કહે.
(૩૪) એ પ્રમાણે જે ભાષા સાવધને અનુમોદન કરનારી હોય, જે નિશ્ચયકારિણી તથા પરોપઘાતકારિણી હોય, તેને કોઇ• લોભ • ભય કે હાસ્યવશ પણ સાધુ- સાડી ન બોલે.
વિવેચન -૩૪૩ થી ૩૪૭ •
દેવ અને અસરો, નરેન્દ્રાદિ, મહિષાદિ તિચોના સંગ્રામમાં અમુક દેવાદિનો જય થાઓ કે ન થાઓ - એમ ન કહે. તેમાં અધિકરણ અને સ્વામી આદિને દ્વેષ થાય છે. મલય - મારુતાદિ વાયુ. વર્ષ, રાજાના વિગ્રહ શૂન્ય, સુભિક્ષ, ઉપસર્ગ રહિત આદિ કયારે થશે કે નહીં થાય, તે ધમદિ અભિભૂત સાધુ ન બોલે. મૃષાવાદનો દોષ લાગે. ઇત્યાદિ - X- તે પ્રમાણે મેઘ કે આકાશ કે માનવને આશ્રીને “દેવ-દેવ” એમ ન કહે. મેઘને ઉન્નત જોઈને “ઉન્નત દેવ” એમ ન કહે. આકાશદિને પણ દેવ ન કહે, કેમકે તેથી મિથ્યાવાદ, લાઘવતાદિ દોષ લાગે. તો કઈ રીતે બોલે ? ઉન્નત જોઈને સંપૂર્ણિત, ઉન્નત કે પયોદ એમ કહે અથવા “બલાહક વૃષ્ટ' એમ કહે.
હવે ‘નભ'ને આશ્રીને કહે છે - તેને અંતરિક્ષ કહેવું અથવા મેઘને ગુહ્યાનુચરિત અર્થાત સુરસેવિત કહે. સંપત્તિવાન મનુષ્યને જોઈને શું ? તે કહે છે : “આ ઋદ્ધિમાન છે' એમ બોલે. વ્યવહારથી મૃષાવાદાદિના પરિહારાર્થે તેમ કહે. તે પ્રમાણે સાવધ અનુમોદિની વાણી ન બોલે, જેમકે - “સારું થયું કે ગામ નાશ પામ્યું” આમ જ એવી નિશ્ચયા કે સંશયકારી, પરોપઘાતિની ભાષા ન બોલે. એ પ્રમાણે ક્રોધથી, લોભથી આદિ ન બોલે, અહીં માન-માયા, રાગાદિ પણ સમજી લેવા. સાધુ હસતા હસતા પણ વાણી ન બોલે, કેમકે તેથી ઘણો કર્મ બંધ થાય.
સૂત્ર ૩૪૮ થી ૩૫૦. - (૩૪૮) જે મુનિ શ્રેષ્ઠ વચનશુદ્ધિનું સમ્યક સાણ કરીને દોષયુક્ત ભાષાને સર્વદા સર્વથા છોડી દે તણા પરિમિત અને દોષ સહિત વચન પૂતfપર વિચારને બોલે છે, તે સત્પરુષો મધ્યે પ્રશંસાય છે.
(૩૪૯) છ અવનિકાસ પ્રતિ સયત તથા ગ્રામસ્વભાવમાં સદા યત્નશીલ પ્રબુદ્ધ સાધુ ભાષાના દોષ અને ગુણોને જાણીને, તથા દોષયુક્ત સુસમાહિત છે. ચાર કષાયથી જે રહિત છે, અનિશ્ચિત છે, તે પૂર્વકનું પાપ-મલનો નાશ કરીને ઉભયલોકનો આરાધક થાય, તેમ હું કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org