________________
૮ - ૩૫ર થી ૩૨
૧૮૯ તેવું, માત્ર ઉષ્ણોદક નહીં, તેવા પાણીને ગ્રહણ કરે. ઉપલક્ષણથી ધોવાણનું પાણી અચિત હોય તો વાચીને લે. તથા નદીને ઉતરતા કે ભિક્ષાર્થે નીકળેલ સાધુ વરસાદથી ભીંજાયેલા શરીરવાળો કે નિગ્ધ થાય, તો વસ્ત્ર કે ડ્રણાદિથી શરીર લુંછે નહીં. પરંતુ કાયાને ઉદકાદ્ધદિ રૂપ જોઈને મુનિ કંઈપણ ના સ્પર્શે.
હવે તેઉકાય વિધિ કહે છે - જવાલા રહિત અગ્નિ, લોકપિંડ ગત અગ્નિ, છિન્ન જવાલા, ઉલ્કા, ચીનગારીને સાધુ પ્રદીપ્તાદિ ન કરે, કંઈક સંચાલિત ન કરે, અગ્નિને બુઝાવે નહીં. હવે વાયુકાય વિધિ કહે છેઃ - તાલવંત, પદ્મિની પાત્રાદિ, વૃક્ષની શાખા રૂપાદિ વીંઝણાથી પોતાના શરીરને કે ઉષ્ણોદકાદિ બાહ્ય પુગલોને વીઝ નહીં - હવા ન દે.
હવે વનસ્પતિ વિધિ કહે છે - દર્માદિ તૃણ, કદંબાદિ વૃક્ષ, કોઈ વૃક્ષાદિના ફળ કે મૂળને ન છેદે. તથા શસ્ત્રથી ઉપહત ન થયેલા અનેક પ્રકારના બીજને મનથી પણ મન પ્રાર્થે, પછી ખાવાની તો વાત જ કયાં ? તથા વનનિકુંજોમાં ઉભો ન રહે. કેમકે સંઘનાદિ દોષ લાગે. પ્રસારિત શાલિ આદિમાં કે દૂર્વાદિમાં ન ઉભો હે કેમકે ત્યાં હંમેશા અનંતકાય વનસ્પતિ રહે છે. પાણીમાં હંમેશા લીલ રહે છે, તથા સાપનું છત્ર, જમીન ઉપર સેવાળ હોય ત્યાં સાધુ ન બેસે. - 0 - ત્રસકાય વિધિ કહે છે -
બેઇંદ્રિયાદિ ત્રસ પ્રાણીની હિંસા ન કરે. કઈ રીતે ? વાયા અથવા કાયા વડે. મન તેમાં અંતર્ગત હોવાથી ગ્રહણ કરેલ નથી. એ પ્રમાણે જીવહિંસાથી અટકેલો નરકાદિ ગતિરૂપ સર્વ જગતને કર્મ પરતંત્રતાવાળુ નિર્વેદન માટે જુએ.
• સૂત્ર - ૩૬૩ થી ૩૬૬ -
(૩૬૩) સંયમી સાધુ, જેને જાણીને સર્વ જીવો પ્રત્યે દવાનો અધિકાર બને છે, તે આઠ સૂક્ષ્મોને સારી રીતે જોઈને જ બેસે, સુવે કે ઉભો રહે. (૩૬૪) તે આઠ સૂકમો કયા છે ? ત્યારે મેઘાવી અને વિચક્ષણ સાધુ આ પ્રમાણે કહે - (૩૬) સનેહ સૂકમ, પુષ્પ સુકમ, પ્રાણી સૂમ, ઉસિંગ સુમ, પનક સૂક્ષ્મ, બીજ સૂઆ, હરિત સૂક્ષ્મ અને અંડ સૂક્ષ્મ. (૩૬૬) બધી દ્રિયોના વિષયમાં સગ-દ્વેષ રહિત સંયમી સાધુ આ પ્રકારે તે આઠ સૂક્ષ્મ જીવોને સર્વ પ્રકારે સદા આપતમ રહેતો યાતના કરે.
• વિવેચન - ૩૬૩ થી ૩૬૬ :
સ્થળ વિધિ કહી, હવે સૂમ વિધિ કહે છે - આઠ સૂક્ષ્મો છે, તેને જોઈને ઉપયોગપૂર્વક બેસે, ઉમે કે સુવે. સંયતો જ્ઞપરિશથી જાણે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી જીવોમાં દયાધિકારી થાય, અન્યથા દયાનો અધિકાર ન કહેવાય. તે જોઈને તહિત ઉપર જ આસનાદિ કરે. અન્યથા તેને અતિચાર લાગે. આ આઠ સૂક્ષ્મો કયા છે ? દયાધિકારીત્વથી સંયત અવશ્ય પૂછે. આના વડે દયાધિકાર અને તેમાં યત્ન કરવાનું કહ્યું. તે જ તેને ઉપકારક કે અપકારક હોવાથી પૂછે છે. મેધાવી' શબ્દ કહીને મર્યાદાવત વડે તે જાણીને તેની પ્રરૂપણા કરવી. એ પ્રમાણે જ શ્રોતાને તેની ઉપાદેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org