________________
૨ | · | ૩૧૪ થી ૩૧૮
૧૭:
માર્ગમાં રહેલ જોઈને આ ગાય જ છે, બળદ નથી, એમ વિશેષથી જાણ્યા વિના ન બોલે. માર્ગમાં પ્રશ્નાદિ પ્રયોજન ઉત્પન્ન થતાં જાતિને આશ્રીને બોલે. જેમકે ગોરૂપ જાતિ આદિ. અન્યથા વિપરીત લિંગે બોલાતા મૃષાવાદનો દોષ લાગે. ગોવાળને પણ દ્વેષ થાય. અહીં આક્ષેપ - પરિહાર કહે છે -
(શંકા) જો લિંગભેદથી દોષ લાગે તો પૃથ્વી વગેરે નપુંસક હોવા છતાં કેમ પુરુષ કે સ્ત્રી નિર્દેશ પ્રવર્તે છે. જેમકે પત્થર, માટી, કરક, જ્વાલા, મુર્મુર, કૃમિ, જળો, કીડી, ભ્રમર ઇત્યાદિ ? આચાર્ય કહે છે - જનપદ સત્ય અને વ્યવહાર સત્યથી એમ કહેવામાં દોષ નથી. પરંતુ પંચેન્દ્રિયોમાં આ વાત સ્વીકાર્ય નથી. ગોવાળ આદિ પણ આ ભેદો જાણે છે, તેની વિપરીત બોલવાથી તેમને સાધુ પ્રત્યે અપ્રીતિ જન્મે છે.
તે પ્રમાણે મનુષ્યમાં વૃદ્ધ આદિ હોય, પશુમાં બકરો, પક્ષીમાં હંસ આદિ, સરિસૃપાદિમાં, આ અત્યંત માંસલ છે, પ્રકર્ષથી મેદવાળા છે. વધ યોગ્ય કે પકાવવા યોગ્ય છે, ઇત્યાદિ ન બોલે, તેનાથી અપ્રીતિ, અવ્યાપત્તિ, આશંકાદિ દોષ થાય છે. કારણ ઉત્પન્ન થાય તો આમ બોલે - આ શરીરે સ્થૂળ છે ઇત્યાદિ - x + x - બોલે. પણ અન્ય ભાષાનો ત્યાગ કરે.
તે પ્રમાણે ગાયોને દોહવાનો સમય થયો છે, ગોધલા નાથવા યોગ્ય છે, રથમાં જોડવા યોગ્ય છે, ઇત્યાદિ ભાષા ન બોલે, કેમકે તેથી અધિકરણ અને લાધવ આદિ દોષ લાગે. કારણે બોલવું જ પડે તો - આ ગોધો યુવાન છે, કે નાનો છે અથવા ગાય રસદા છે ઇત્યાદિ સૂત્રાર્થમાં કહ્યા પ્રમાણે બોલે.
♦ સૂત્ર
૩૧૯ થી ૩૨૮
1
(૩૧૯ થી ૩૨૨) આ પ્રકારે ઉદ્યાનમાં, પર્વતો પર, વનોમાં જઈને મોટા વૃક્ષોને જોઈને પ્રજ્ઞાવાન સાધુ આમ ન બોલે કે આ વૃક્ષ પ્રાસાદ, સ્તંભ, તોરણ, ઘર, પરિધ, અર્ગલા, નૌકા, જલકુડી યોગ્ય છે. પીઠ, કાજપત્ર, હળ, મયિક, સંત્રયષ્ટિ, ગાડીના પૈડાની નાભિ કે ગંડિકા માટે આ કાષ્ઠ ઉપયુક્ત થઈ શકે છે, તેમ ન બોલે. આસન, શયન, યાન અને ઉપાશ્રય માટે ઉપયુક્ત કોઈ કાષ્ઠ છે - એવી ભૂતોપઘાતી ભાષા પ્રજ્ઞાસંપન્ન સાધુ ન બોલે.
19
(૩૨૩, ૩૨૪) કારણવશ ઉધાન, પર્વત કે વનોમાં હોય તો તે પ્રજ્ઞાવાન સાધુ ત્યાંના મોટા વૃક્ષ જોઈને એમ બોલે કે આ વૃક્ષો ઉત્તમ જાતિના, દીર્ઘ, ગોળ, મહાલય, શાખા અને પ્રશાખાવાળા, દર્શનીય કહે. (૩૨૫, ૩૨૬) તથા આ ફળ પરિપક્વ થયા છે, પકાવીને ખાધ છે, એ પ્રમાણે સાધુ - સાધ્વી ન બોલે, તથા આ ફળ કાલોચિત છે, તેમાં ગોટલી બંધાણી નથી, આ બે ટુકડા કરવા યોગ્ય છે, આ પ્રમાણે પણ ન બોલે. બોલવું જ પડે તો આ વૃક્ષ ફલોનો ભાર સહન કરવા અસમર્થ છે, બહુ નિર્વર્તિત ફળવાળા છે, બહુ સંભૂત કે ભૂતરૂપ છે, એમ બોલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org