________________
૧૭૮
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૩૦૪ થી ૩૧૩ •
તે પ્રમાણે જ નિષ્ફર, ભાવ સ્નેહરહિત, મહાભૂતોપઘાતવતી ભાષા ન બોલે. જેમ કોઈ કુળપુત્રને કહેવું કે તું દાસ છો. એ પ્રમાણે બહારથી સત્ય દેખાતી, તેવા ભાવવાળી ભાષા ન બોલવી કે જે ભાષાથી અકુશલ બંધ થાય છે. તે પ્રમાણે કાણાને કાણો ઇત્યાદિ ન કહેવો. કેમકે તેનાથી અપતિ, લજ્જાનાશ, સ્થિર રોગબુદ્ધિ આદિ વિરાધનાદિ દોષ સંભવે છે. એ પ્રમાણે બીજું કંઈપણ બોલતા તે બીજા દુઃખ પામે. તેવા કોઈપણ પ્રકારે બીજાનું મન દુ:ખાતું હોય તો આચારભાવના દોષને જાણનારો, મર્યાદાવતી સાધુ ન બોલે. તે પ્રમાણે હોલ, ગોલ ઇત્યાદિ ભાષા પણ પ્રજ્ઞાવાન સાધુ ન બોલે. આ હોલાદિ શબ્દો છે - તે દેશ પ્રસિદ્ધ નૈપ્પયદિ વાચક શબ્દો હોવાથી તેનો પ્રતિષેધ કર્યો.
એ પ્રમાણે સ્ત્રી-પુરુષનો સામાન્યથી ભાષણ પ્રતિષેધ કરીને હવે સ્ત્રીને આશ્રીને કહે છેઃ- હે આર્ચિકા, હે અંબા ઇત્યાદિ આ આમંત્રણ વચનો છે, બાકી સૂત્રાર્થમાં કહ્યું છે. વળી હે હલે !હે ભટ્ટ ! તથા હે ગોલે આ બધાં વિવિધ દેશની અપેક્ષાથી આમંત્રણ વચનો છે, જે ખુશામતના કે તોછડાઈના વચનો છે. તેથી સ્ત્રીઓને આવા શબ્દોથી આમંત્રવી નહીં. એ રીતે બોલાવતા તેણીને પ્રેમ કે દ્વેષ થાય અને પ્રવચનની લાઘવતા થાય છે. જો તેમ ન બોલાવે, તો કેમ બોલાવે? કારણ વશાત તેણીને નામથી બોલાવે. નામ ન આવડે તો ગોત્રથી બોલાવે. વય, દેશ, ઐશ્વર્યાદિ અપેક્ષાથી ગુણ - દોષ વિચારીને બોલાવે. - *- - અથવા લોકોપઘાત ન થાય, તેમ બોલાવે. સ્ત્રીને આશ્રીને આલાપના કહી, હવે પુરૂષને આશ્રીને કેમ બોલાવે? તે કહે છે -
હે આચકા હે પ્રાર્થક ! ઇત્યાદિ, ભાવાર્થ સ્ત્રીઓની માફક જ જાણવો. હે હલ! હે ભર્તા ! હે ગોલ ! ઇત્યાદિ સંબોધન વડે પુરુષને ન બોલાવે. અહીં પણ ભાવાર્થ આદિ પૂર્વવત્ જાણવું.
• સૂત્ર - ૩૧૪ થી ૩૧૮ -
(૩૧૪ થી ૩૧૬) પંચેન્દ્રિય પ્રાણી જ્યાં સુધી તે માદા છે કે નર, તે નિશ્ચયથી ન જાણે, ત્યાં સુધી તેને “જાતિ' થી ઓળખાવે. એ પ્રમાણે મનુષ્ય, પશુ-પક્ષી કે સપદિને જોઈને આ સ્થળ છે કે બહુ જાડો છે, વધ્યા છે કે પાક્ય છે એ પ્રમાણે ન બોલે. પ્રયોજનથી બોલવું પડે તો તેને પરિતૃદ્ધઉપાચિત, સંભાત, પીક્ષિત, મહાકાય ઇત્યાદિ કહે. (૩૧૭, ૩૧૮) એ પ્રમાણે પ્રજ્ઞાવાન મુનિ -આ ગાય મહાકાય યોગ્ય છે, વાછડા નાથવા યોગ્ય ફે વાહ છે, રથ યોગ્ય છે. એ પ્રમાણે ન બોલે. બોલવું જ પડે તો આ યુવાન બળદ છે. આ દૂધ દેનારી છે કે આ લઘુ કે મોટો કે સંવહન બળદ છે, એ પ્રમાણે બોલે.
• વિવેચન - ૩૧૪ થી ૩૧૮ - હવે પંચેન્દ્રિય તિર્યંચને આશ્રીને બોલવાની વિધિ કહે છે. ગાય આદિ પ્રાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org