________________
૭ ! - | ર૮ થી ૩૦૦
૧૭ શકિતા ભાષા છે, તેનો પણ ધીર પુરુષ ત્યાગ કરે. કેમકે જો ખોટું પડે તો જૂઠનો દોષ લાગે અને વિજ્ઞ થતાં ન જવાય તો ગૃહસ્થો નિંદા કરે. તેથી સાધુએ અવસર મુજબ જ બોલવું.
• સૂત્ર - ૩૦૧ થી ૩૦૩ -
(૩૦) અતીત, વર્તમાન અને અનાગત કાળ સંબંધી છે અને ન જાણતો હોય, તે વિષયમાં “આ એ પ્રકારે છે” તેમ ન બોલે. (૩ર) અથવા જેના વિષયમાં શશ હોય ત્યાં “આ એ પ્રકારે છે” તેમ ન કહે. (૩૦૩) પરંતુ ત્રણે કાળ સંબંધી જે અર્થ નિઃશંકિત હોય, તેના વિષયમાં આ એ પ્રકારે છે” વો નિર્દેશ કરે.
• વિવેચન - ૩૦૧ થી ૩૦૩ -
સૂત્રાર્થ કહેલ જ છે. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - અતીત - ભૂતકાળમાં, પ્રત્યુત્પન્ન - વર્તમાન કાળમાં, અકાતે - ભાવિ કાળમાં. જે અર્થને પોતે બરાબર ન જાણે, તે ન બોલે. આનાથી અજ્ઞાત ભાષણનો પ્રતિષોધ કર્યો. શંકાવાળી વાતમાં પણ નિશ્ચયાત્મક ન બોલે. આના વડે શંકિત ભાષાનો પ્રતિષોધ કર્યો. જો નિઃશંકિત હોય તો અનવધ વચન બોલે.
બીજા આચાર્ય કહે છે - તેમાં પરિમિત વાચાનો નિર્દેશ છે. • સૂત્ર - ૩૦૪ થી ૩૧૩ -
(૩૦૪ થી ૩૦૬) તે પ્રમાણે જે ભાષા કઠોર હોય, ઘણાં પ્રાણીનો ઘાત કરનારી હોય, તે સત્ય હોય તો પણ ન બોલવી, તેનાથી પાપકર્મનો બંધ થાય છે. એ પ્રમાણે કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી, ચોરને ચોર ન કહે. ઉક્ત સાથી કે બીજા એવા અર્થથી કોઈ પાણી પીડિત થાય છે, તે અર્થન આચાર સંબંધી ભાવદોષને જાણનાર પ્રજ્ઞાવાન સાધુ કદાપિ ન બોલે.
(૩૦૭) એ પ્રમાણે જ પSHવાન સાધુ રે ગોલ ! રે લોલ ! ઓ કુતરા હે ભિખારી | ઇત્યાદિ ન બોલે. (૩૦૮ થી ૩૧૦) સ્ત્રીને હે દાદી ! હે નાની I હે માં ! હે માસી ! હે પુત્રી ! એમ ન બોલાવે. તથા હે હાલા ! હે હલે ! હે
# ! હે હે ! હે ગોલે આવા શબ્દોથી પણ ન બોલાવે. પરંતુ ચણાયોગ્ય ગુણ, દોષ, વલ આદિનો વિચાર કરીને એકવાર કે વારંવાર તેeીને તેના નામ કે ગોત્રથી આમંત્રિત કરે.
(૩૧૧ થી ૩૧૩) પુરુષને હે દાદા ! હે નાના હે પરદાદા હે પિતા હે કાકા ! હે મામા ઇત્યાદિ નામોથી કે હે હલ ! હે અશ્વ ! હે ભટ્ટ ! હે સ્વામી ! હે હોલ ! હે ગોલા હે વૃષલ ! એવા શબ્દોથી આમંબિત ન કરે. પરતુ યથાયોગ્ય ગુણ, દોષ, વય આદિનો વિચાર કરી એકવાર કે વારંવાર તેમના નામ કે ગોત્રથી બોલાવે. 35 12]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org