________________
૧૬
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ વિવેચન - ૨૯૪ થી ૨૯૭ -
ભાષા ચાર ભેદે જ છે. તેના સિવાયની કોઈ ભાષા નથી. સત્યાદિ ભાષાને બધાં પ્રકારોથી જાણીને બુદ્ધિમાન સાધુ સત્ય અને અસત્યામૃષા બે જ ભાષા બોલે. શુદ્ધ પ્રયોગમાં જેના વડે કર્મો ઓછાં થાય તે જ વિનય, એમ જાણી પહેલી બે ભાષા બોલે. પણ મૃષા કે સત્યામૃષા ભાષા સર્વથા ન બોલે. તે વિનયને જ કહે છે - જે સત્યા ભાષા છે, તે પદાર્થના તત્ત્વ અંગીકાર કરીને સાવધપણે હોય તે ન બોલવી. - xસત્યામૃષા, જેમકે દશ બાળકો જમ્યા આદિ, મૃણા ભાષા સંપૂર્ણપણે અને જે તીર્થકર ગણધરો વડે અનાચરિત અસત્યામૃષા ભાષા પણ અવિધિપૂર્વક સ્વરાદિ પ્રકારથી પ્રજ્ઞાવાન સાધુ ન બોલે.
ન બોલવા યોગ્ય ભાષા કહી, હવે બોલવા યોગ્ય ભાષા કહે છે- અસત્યામૃષા અને સત્યા ભાષા, તે પણ સાવધ અને કર્કશ હોઈ શકે, તેથી કહે છેઅપાય અને અતીશય ઉક્તિથી મત્સર રહિત સ્વપર ઉપકારી ભાષા બુદ્ધિથી વિચારીને, સંદેહ સહિત, વિના વિલંબે બીજા સમાજે તેવી ભાષામાં પ્રજ્ઞાવાનું સાધુ બોલે.
હવે સત્યા તથા અસત્યામૃષા ભાષાના પ્રતિષોધાર્થે કહે છે -- *- જે વયન વડે મોક્ષ, જે શાશ્વત છે, તેને નીચું પાડે એટલે સાધુને મોક્ષગુણ પામવા ન દે, તેવું કર્કશ અને સાવધ વાચન જે સત્યામૃષા છે, તે ન બોલે અને તે વચન સત્ય હોય તો પણ ન બોલે. (શંકા) સત્યામૃષાના નિષેધથી તેવી સત્યાભાષાનું સાવધત્વ પણ સમજાઈ જાય છે, તો અલગ કેમ કહ્યું? મોક્ષ પીડા કર એવું સૂમ પણ અર્થને સ્વીકારીને કોઈપણ ભાષા ન બોલવીં, તેવો અતિશય બતાવે છે.
• સુખ - ર૮ થી ૩૦૦ -
(૨૯૮) જે મનુષ્ય સત્ય દેખાતી અસત્ય વસ્તુનો ક્ષય કરીને બોલે છે, તેનાથી પણ તે પાપથી સ્પષ્ટ થાય છે, તો જે મૃષા બોલે છે, તેના પાપનું કહેવું જ શું ? (૨૯૯) તેથી અમે જઈશું, અમે કહીશું, અમારું અમુક કામ વય થશે, હું કરીશ કે આ તે અવશ્ય કરશે. (૩૦૦) આ અને આવી બીજી ભાષાઓ જે ત્રણે ફાળ સંબંધમાં શક્તિ હોય તેને વૈર્યવાન સાધુ ન બોલે.
• વિવેચન - ૨૯૮ થી ૩૦૦ -
હવે મષાભાષા સંરક્ષણાર્થે કહે છે- અતધ્ય વસ્તુ મૂર્તિ રૂપે બોલે અર્થાત્ પુરુષ વેશમાં રહેલ સ્ત્રી, પુરુષની ભાષા બોલતી હોય, ત્યારે કોઈ જ્ઞાતા કહે કે આ સ્ત્રી ગાય છે કે આવે છે. આવું બોલનાને બોલવાના સમયે જ જૂઠ બોલવાનું પાપ બંધાઈ જાય છે. તો જાણીને જીવોપઘાતકારી ભાષા બોલનારને કેટલો દોષ લાગે ? તે અમૂર્ત વસ્તુ અંગીકાર કરીને બોલતો પણ બંધાય છે. જેમકે - અમે કાલે અહીંથી જઈશું જ ઇત્યાદિ - X• જે ભાષા - x- ભાવિષ્યકાળ વિષયક હોય, તેમાં અંતમુહૂર્નાદિ ઘણાં વિપ્ન પણે છે તેથી તે ભાષા ત્રણે કાળમાં શંકાવાળી છે. - x x- એ પ્રમાણે જે આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org