________________
૧૫
અધ્ય૦ ૭ ભૂમિકા તભાવશદ્ધિ - જેમાં બીજા ભાવની સહાયન હોય. જેમકે ભૂખ્યાને અન્નનો અભિલાષ થાય. આદેશ મિશ્રા શુદ્ધિ તે અન્યાન્ય વિષયા છે. અહીં બે ભેદ છે - અન્યત્વ અને અનન્યત્વથી. - *- હવે પ્રધાનભાવશુદ્ધિ કહે છે -
દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ અને ત૫ સંબંધી જે વિશુદ્ધિ તે પ્રાધાન્ય આદેશ છે. આ દર્શનાદિના આદિશ્યતામાં પ્રધાન, તે પ્રધાનભાવ શદ્ધિ, દર્શનાદિમાં ક્ષાયિક જ્ઞાન, દર્શન, ચાબિ, તપ પ્રધાન ભાવશુદ્ધિ. આ ચારેના પ્રભાવે સાધુ કર્મમળથી વિશુદ્ધ થાય છે તેથી તેને પ્રધાન ભાવશુદ્ધિ કહે છે. તે વિશુદ્ધિ થતાં મુક્ત થાય છે. શુદ્ધિ કહી. ભાવશુદ્ધિ વડે અહીં અધિકાર છે, તે વાક્યશુદ્ધિથી થાય છે.
• નિર્યુક્તિ - ૨૮૯ થી ૨૯૩ -
જેનાથી વાક્ય શુદ્ધ બોલાય, તેનાથી સંયમની શુદ્ધિ થાય છે. શુદ્ધિ એટલે નિર્મળ થવું, પણ હિંસા અર્થ ન લેવો. આત્મામાં કલુષભાવ જે દુષ્ટ અભિસંધિરૂપ છે, તે ન લેવો. તે કારણે આ પ્રવચનમાં ભાવ શુદ્ધિનું નિમિત્ત વાશુદ્ધિ છે, તેથી તેમાં પ્રવર્તન કરવું.
વચનવિભકિતમાં કુશળ એટલે બોલવા યોગ્ય અને ન બોલવા યોગ્ય એ બે પ્રકારે જાણનારો, તે પ્રમાણે બોલીને સંયમમાં વર્તનારો અને અહિંસાપ્રવૃત્ત ચિત્તવાળો છે. તેણે - x- ખરાબ વાક્યનું જ્ઞાન મેળવવા પણ પ્રયત્ન કરવો, જેથી ખરાબ વચન બોલવાથી વિરાધના થાય તો પરલોકમાં પીડા થાય તે ખ્યાલ રહે. - *- X
વચન વિભકિતમાં અકુશળ એટલે આ બોલવું કે ન બોલવું તેનાથી અજાણ. તે ઉત્સગદિ ભેદથી અજાણ્યો, જો કંઈ બોલીને મૌન રહે, તો વાકગુનિ ન પામે. તેથી વિપરીત વચન વિભક્તિનો જ્ઞાતા, ઉત્સગાદિ ભેદ વચનને જાણનારો આખો દિવસ બોલવા છતાં સિદ્ધાંત વિધિથી બોલતો વાયુપ્ત જ છે. હવે વચન વિભક્તિમાં જે કુશળ છે, તેની ઓધથી વચનવિધિ કહે છે.
વચન ઉચ્ચારણ કાલે બુદ્ધિ વડે વિચારીને પછી બોલે. જેથી મારું વચન કોઈને પીડાકારી ન થાઓ - x• બુદ્ધિને અનુસારીને વિચારીને બોલે હવે સૂત્ર આલાપકનો અવસર છે. તેથી સૂત્ર કહે છે -
• સૂત્ર - ર૯૪ થી ૨૯૭ -
(૯૪) પ્રજ્ઞાવાન સાધુ સારે ભાષાને બધા પ્રકારે જાણીને બે ઉતમ ભાષાનો શુદ્ધ પ્રયોગ કરવો શીખે અને બે ભાષાઓ સર્વથા ન બોલે. (૨૯૫) જે ભાષા સત્ય પણ અવક્તવ્ય છે, જે સત્યામૃષા અને મૃષા છે તથા જે અસત્યા મૃષા છે પણ તીર્થકર દેવો દ્વારા અનાજીર્ણ છે, તેને પણ પ્રજ્ઞાવાન સાધુ ન બોલે. (ર૯૬) જે અસત્યામૃષા અને સત્યભાષા અનાધ, સાકર્કશ અને અસંદિગ્ધ છે, તેને સમ્યફ પ્રકારે વિચારીને બોલે. (૨૯) સત્યામૃષા ભાષા પણ ન બોલે, જેનો અર્થ આમ છે કે બીજો ? એ પ્રમાણે સંદિગ્ધ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org