________________
૪ -૫ ૩૯,૪૦
૧૨૩ (૪૦) આ પ્રમાણે હું પાંચ મહાવત અને સબિ ભોજનની વિરતિ રૂપ છઠ્ઠા વ્રતને આત્મહિતાર્થે સ્વીકારીને વિચારણા કરું છું.
• વિવેચન • ૩૯, ૪૦ -
પાંચમું મહાવ્રત કહ્યું, હવે છઠું વ્રત કહે છે - હવે પછી છઠ્ઠા વ્રતમાં ભદંત ! રાત્રિ ભોજનનો ત્યાગ કરવો તે છે. ભદંત ! સર્વે રાત્રિ ભોજનનું હું પ્રત્યાખ્યાન કરું છું આદિ પૂર્વવતું. અશન - પેટ ભરાય તે, ઓદન આદિ. પાન - પીવાય તે, મૃઢીકાનું પાણી વગેરે. ખાધ - ખવાય તે, ખજૂર આદિ. સ્વાધ - સ્વાદ કરાય તે, તાંબૂલ આદિ. રાત્રિમાં
સ્વયં ખાય નહીં, ઇત્યાદિ સૂત્રાર્થવત્ વિશેષ આ છે - સત્રિ ભોજન ચાર ભેદે છે - દ્રવ્યથી - અનાદિમાં, ક્ષેત્રથી - અઢી દ્વીપ સમુદ્રમાં, કાળથી - સત્રિ આદિમાં, ભાવથી - રાગ અને દ્વેષ વડે. સ્વરૂપથી પણ આનું ચાતુર્વિધ્ય છે, તે આ - (૧) રાત્રિમાં લઈ સાત્રિમાં ખાય, (૨) રાત્રિમાં લઈ દિવસે ખાય, (૩) દિવસે ગ્રહણ કરી સત્રિમાં ખાય, (૪) દિવસના ગ્રહણ કરેલ, સંનિધિ પરિમોગથી દિવસના ખાય.
દ્રવ્યાદિ ચઉભંગી વળી આ પ્રમાણે - (૧) કોઈ દ્રવ્યથી રાત્રિ ભોજન કરે, ભાવથી નહીં, (૨) કોઈ ભાવથી કરે દ્રવ્યથી નહીં, ઇત્યાદિ ચાર ભેદ. તેમાં -(૧) સૂર્ય ઉગ્યો ન હોય છતાં ઉગેલો માનીને કે અસ્ત થવા છતાં અસ્ત થયો નથી તેમ જાણીને રાગદ્વેષ રહિત પણે કે અગાઢ કારણે રાત્રિના ભોજન કરતાં દ્રવ્યથી રાત્રિ ભોજન છે, ભાવથી નથી. (૨) મૂછથી સત્રિ ભોજન માટે પ્રવૃત્ત થાય, પણ તે પ્રાપ્ત ન થાય તો ભાવથી ભંગ છે, દ્રવ્યથી નહીં. જો પ્રાપ્ત થાય તો બંનેથી ભંગ છે. ચોથો ભંગ શૂન્ય છે, આ સત્રિ ભોજન વિરમણવ્રત પહેલાં અને છેલ્લા તીર્થકરના તીર્થમાં ઋજુ જડ અને વક જડ પુરુષની અપેક્ષાથી મૂલગુણત્વને જણાવવા માટે, મહાવત પછી કહેલ છે. મધ્યમ તીર્થકરમાં તે ઉત્તરગુણમાં કહેલ છે.
સર્વે વ્રતના સ્વીકારને જણાવવા કહે છે - અનંતરોક્ત પાંચ મહાવત અને છઠ્ઠું રાત્રિ ભોજન વિરમણ વ્રત છે. શા માટે ? આત્મહિત - મોક્ષને માટે. આના દ્વારા બીજા હેતુથી વ્રતગ્રહણ તેતવણીવ્રતનો અભાવ છે. બીજી કોઈ અભિલાષાથી હિંસાદિની અનુમતિ આદિ દોષ પ્રાપ્ત થાય. ઉપસંધ - સામીપ્યથી સ્વીકારેલ વ્રતોને સુસાધુ વિહારથી રહે, અન્યથા સ્વીકાર્યા પછી વ્રતાનો અભાવ થાય. તેમાં આ દોષો છે - હિંસાદિ કરનારને અપાયુ, જીભનો છેદ, દારિશ્વ, નપુંસકત્વ, દુઃખિત્વ આદિ (અનુક્રમે) જાણવા.
હવે પ્રત્યાખ્યાનના ૧૪૭ ભેદોની વ્યાખ્યા : પ્રત્યાખ્યાનમાં કુશળ છે, બાકી બધાં અકુશલ છે. અવયવાર્થ - ભંગ યોજના આ પ્રમાણે છે - ત્રણ ત્રિક, ત્રણ દ્વિક, ત્રણ એક લેવા. * - *- તેનો ભાવાર્થ કહીએ છીએઃ ભેદ (૧) ન કરું, ન કરાવું, કરનારને ન અનુમોદું તે મનથી - વચનથી - કાયાથી. (૨) ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદે તે મન - વચન - કાયાથી. (૩) ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદે - તે મનથી એક, વચનથી બીજો, કાયાથી ત્રીજો. આ ત્રીજો મૂલભેદ કહ્યો. (૪) ન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org