________________
૪ } - | ૩૬
કરી
વચનથી, કાયાથી કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદું નહીં. ભગવન્! તે અદત્ત - આદાનને પ્રતિમું છું. નિંદુ છું, ગઈ છું, (અદત્તાદાન યુક્ત મારા) આત્માને તજું છું. મદંત ! હું ત્રીજા મહાવતમાં ઉપસ્થિત થયો છું (જેમાં) સર્વ અદત્તાદાનથી વિમવાનું છે.
♦ વિવેચન - ૩૬ '
-
બીજું મહાવ્રત કહ્યું, હવે ત્રીજું કહે છે - ત્રીજા મહાવ્રતમાં અદત્તાદાનથી વિરમવું તે. શેષ પૂર્વવત્. ગામમાં, નગરમાં કે અરણ્યમાં, આના વડે ક્ષેત્ર કહ્યું. બુદ્ધિ આદિ ગુણોને ગ્રહણ કરે તે ગામ. જેમાં ‘કર’ ન હોય તે નગર. અલ્પ કે બહુ ઇત્યાદિ શબ્દોથી દ્રવ્યને કહ્યા. અTM - મૂલ્યથી, કાષ્ઠાદિ. બ્લ ુ - વજ્રદિ. અણુ - પ્રમાણથી. ઇત્યાદિ -- • સ્વયં અદત્ત ગ્રહણ કરું નહીં ઇત્યાદિ પૂર્વવત્. વિશેષ આ પ્રમાણે અદત્તાદાન ચાર ભેદે, (૧) દ્રવ્યથી - અલ્પ આદિ, (૨) ક્ષેત્રથી - ગામાદિમાં, (3) કાળથી - રાત્રિ આદિમાં, (૪) ભાવથી રાગ, દ્વેષ વડે. દ્રવ્યાદિ ચતુર્થંગી બીજી આ રીતે - કોઈ દ્રવ્યથી અદત્ત લે, ભાવથી ન લે. ઇત્યાદિ ચાર. તેમાં અફ્ક્ત તથા અદ્વેષી સાધુને કોઈ સ્થાને કારણે માલિકને પૂછ્યા વિના તૃણને ગ્રહણ કરે તો દ્રવ્યથી અદત્તાદાન છે, પણ ભાવથી નથી. ચોરવા ગયેલ ને પ્રાપ્ત ન થાય તો ભાવથી અદત્ત છે, દ્રવ્યથી નહીં, ઇત્યાદિ.
• સૂત્ર - ૩૭
હવે પછી . ભદંતા ચોથા મહાવ્રતમાં મૈથુનથી વિરમણ હોય. ભગતના હું બધાં મથુનનો ત્યાગ કરું છું. તે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી છે, તે મૈથુન હું સ્વયં સેવું નહીં, બીજા પાસે સેવડાવું નહીં. મૈથુન સેવનાર અન્યને અનુમોદુ નહીં. જાવજીવને માટે ત્રિવિધ ત્રિવિધે અર્થાત્ મનવચન-કાયાથી, ન કરું ન કરાવું - કરનારને ન અનુમોટું. ભદંત ! તે મૈથુનને હું પ્રતિક્રમુ છું, નિંદુ છું. ગહુ છું. (મૈથુન યુક્ત) આત્માને તજું છું. ભર્યંત ! હું સૌથા મહાવ્રતમાં ઉપસ્થિત થયો છું. તેમાં સર્વથા મૈથુનથી વિરમણ હોય છે.
♦ વિવેચન
39 -
ત્રીજું મહાવ્રત કહ્યું હવે ચોથું કહે છે - ચોથા મહાવ્રતમાં મૈથુનથી અટકવું ભદંત! હું સર્વે મૈથુનનો ત્યાગ કરું છું ઇત્યાદિ. તે આ રીતિ - દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી, આના વડે દ્રવ્ય પરિગ્રહ કર્યો. દેવ - અપ્સરા કે દંવ સંબંધી. આ સંબંધ રૂપ કે રૂપ સહગત દ્રવ્યમાં થાય છે. તેમાં રૂપ - નિર્જીવ પ્રતિમા રૂપ, રૂપસહગત - સજીવ. અથવા ભૂષણ રહિત તે રૂપ. ભૂષણ સહિત તે રૂપસહગત. એ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચમાં પણ જાણવું. સ્વયં મૈથુન સેવું નહીં ઇત્યાદિ પૂર્વવત્. વિશેષ આ પ્રમાણે - મૈથુન ચાર ભેદે છે. (૧) દ્રાથી - દેવ આદિ સંબંધી, ક્ષેત્રથી - ત્રણ લોકમાં, કાળથી - રાત્રિ આદિમાં (૪) ભાવથી - રાગ અને દ્વેષથી. આનુ વ્રત ભાંગુ તે દ્વેષથી, આસક્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
-