________________
દશવૈકાલિકમૂલસૂત્રસટીક અનુવાદ
પ્રાણાતિપાતથી વિરમણ છે. અહીં આદિ, મધ્ય, અંતે ‘ભદંત’ શબ્દ મૂકવાથી, ગુરૂને પૂછ્યા વિના કંઈ ન કરવું. કર્યુ હોય તો તેમને કહી દેવું, તો શિષ્ય વ્રતનો આરાધક
થાય.
૧૨૦
• સૂત્ર ૩૫ -
હવે પછી - ભગવન્ ! બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમણ, ભગવન્ ! હું મૃષાવાદનું પ્રત્યાખ્યાન કરું છું. તે ક્રોધથી, લોભથી, ભયથી હાસ્યથી છે. હું સ્વયં મૃષા બોલું નહીં, બીજા પાસે મૃષા બોલાવું નહીં, મૃષા બોલનારનું અનુમોદન ન કર્યું. જાવજ્જીવને માટે, ત્રિવિધ ત્રિવિધે . મન, વચન, કાયાથી કરું નહીં, કરાવું નહીં, કરનારને અનુમોદું નહીં. ભગવન્ ! હું તે મૃષાવાદને પ્રતિમું છું. હિંદુ છું, ગહુ છુ, (મૃષાવાદ યુક્ત) આત્માને વોસિરાવું છુ. ભગવન્ ! બીજા મહાવ્રતમાં ઉપસ્થિત થયેલો હું સર્વથા મૃષાવાદથી વિરમેલ છું.
• વિવેચન
34 -
હવે બીજું મહાવ્રત કહે છે. બીજા મહાવ્રતમાં મૃષાવાદથી વિરમવાનું છે. ભગવન્! હું સર્વથા મૃષાવાદનો ત્યાગ કરું છું. તે આ પ્રમાણે - ક્રોધથી, માનથી, માયાથી, લોભથી. (તથા) ભાથી, પ્રેમથી, દ્વેષથી, કલહથી, અભ્યાખ્યાનથી, હાસ્યથી... હું સ્વયં અસત્ય બોલું નહીં,બીજા પાસે અસત્ય બોલાવું નહીં, અસત્ય બોલનાર બીજાને અનુમો નહીં. જીવન પર્યન્ત આદિ પૂર્વવત્. વિશેષ આ પ્રમાણે - મૃષાવાદ ચાર ભેદે છે - (૧) સદ્ભાવ પ્રતિષેધ - આત્મા નથી, પુન્ય નથી, ઇત્યાદિ. (૨) અસદ્ભાવ ઉદ્ભાવન - આત્માને સર્વગત માને, ચોખા જેવડો માને. (૩) અર્થાન્તર - ગાયને ઘોડો કહે. (૪) ગર્હા - કાણાને કાણો કહેવો વગેરે. વળી આ મૃષાવાદ ક્રોધાદિ ભાવને આશ્રીને ચાર ભેદે છે - (૧) દ્રવ્યથી - સર્વે દ્રવ્યમાં અન્યથા પ્રરૂપણા કરવી. (૨) ક્ષેત્રથી - લોક કે અલોકમાં, (૩) કાળથી - રાત્રિ આદિમાં, (૪) ભાવથી - ક્રોધ આદિ વડે જૂઠ્ઠું બોલે.
દ્રવ્યાદિ ચતુર્થંગી વળી આ પ્રમાણે - કોઈ દ્રવ્યથી જૂઠ્ઠું બોલે, ભાવથી નહીં. કોઈ ભાવથી જૂઠ્ઠું બોલે. દ્રવ્યથી નહીં. કોઈ બંને રીતે જૂઠું બોલે. કોઈ બંનેથી જૂઠું ન બોલે. જેમકે હિંસક્નો કોઈ મૃગ કે પશુ વિશે દયાથી જૂઠું કહે, તે પહેલો ભંગ, બીજો ઉતાવળથી અને વિના વિચાર્યે મેં જોયા છે કહે તે બીજો ભંગ. ત્રીજો સમજીને જ જૂઠું બોલે. ચોથો ભંગ શૂન્ય છે.
.
* સૂત્ર - ૩૬
-
હવે પછી - ભદંત ! ત્રીજું મહાવ્રત · તતાદાનથી વિરતિ, ભદંતા હું સર્વે અદત્તાદાનનું પચ્ચકખાણ કરું છું. તે ગામમાં, નગરમાં, અરણ્યમાં (કરે) થોડુ - વધુ, સૂક્ષ્મ - સ્થૂળ, સચિત્ત કે અચિત્ત હોય. તે અદત્ત હું સ્વયં ગ્રહણ ન કર્યું, બીજા પાસે અદત્ત ગ્રહણ કરાવું નહીં, અદત્ત ગ્રહણ કરતાં ભીજાને અનુમોદુ નહીં. જાતજીવને માટે ત્રિવિધ ત્રિવિધે - મનથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org