________________
૧૧૯
૪ - ૩૪
• વિવેચન - ૩૪ -
આ આત્માના સ્વીકારને યોગ્ય દંડનિક્ષેપ છે. તે સામાન્ય અને વિશેષરૂપ છે. સામાન્ય તે ઉક્ત લક્ષણ અને વિશેષ તે પાંચ મહાવ્રત રૂપે અંગીકાર કરવો જોઈએ. તેથી મહાવતો કહે છે : સૂત્રકમના પ્રામાણ્યથી પહેલાં પ્રાણાતિપાત વિરમણ લીધું. મહાવત - શ્રાવકનો અણુવ્રતની અપેક્ષાથી મહાનુ, એવું તે વ્રત. આ વ્રતના ૧૪૩ ભંગો છે. તે આગળ કહીશું. પ્રાણ • બે ઇંદ્રિયાદિ, પ્રાણાતિપાત - જીવને મહા દુઃખ ઉપજાવવું તે. પણ જીવ અતિપાત નથી જ. તે પ્રાણાતિપાતથી વિમણ. વિરમણ - સભ્ય જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સર્વથા નિવર્તવું તે. ભગવંતોકત હોવાથી આ ઉપાદેય છે, એમ નિશ્ચય કરીને - હું સર્વ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરું છું. સર્વ - સંપૂર્ણ, સ્થૂળ નહીં. પ્રત્યાખ્યામિ - તેમાં પ્રતિ - નિષેધ, આ - આભિમુખ્ય, ચા - કહેવું. “હું પાપ ન કરવા રૂપ પ્રત્યાખ્યાન કરું છું. અથવા સંવૃતાત્મા હાલ અનાગતનો નિષેધ અને આદરથી અભિધાન કરું છું. આના વડે વ્રતાર્થ - પરિજ્ઞાનાદિ ગુણયુક્ત ઉપસ્થાનને યોગ્ય છું, તે કહે છે - x-x- શસ્ત્ર પરિજ્ઞા કે દશવૈકાલિક્યું છે જીવનિકાય ભણીને, અર્થથી કહેવાયા પછી, શિષ્ય સમજયો છે, તેની સમ્યક્ પરીક્ષા કરીને, શિષ્ય છ જીવનિકાયને (દુઃખ દેવાનું) મન - વયન - કાયા વડે, કૃત - કારિત - અનુમોદથી પરિહરે, પછી ઉપસ્થાપના કરે. તે સિવાય નહીં.
અહીં પટ આદિના દૃષ્ટાંતો છે. જેમ મેલું કપડું ન રંગાય પણ ધોયેલું રંગાય, જમીન શુદ્ધિ કર્યા પછી મહેલનો પાયો નાંખે ઇત્યાદિ - 1 - એ પ્રમાણે ભણેલ અને કહેલ અર્થને સમજનારા શિષ્યમાં વ્રતનું આરોપણ કરાય છે, તે સિવાય નહીં. પરીક્ષા કર્યા વિના બતારોપણથી ગુરૂને દોષ લાગે. પરીણ્યા પછી શિષ્ય બરાબર ન પાળે તો શિષ્યનો દોષ છે.
હું પ્રાણાતિપાતને પચ્ચકખું છું. તેને જ વિશેષથી કહે છે- સૂક્ષ્મ ‘અલ્પઅર્થ લેવો, સૂક્ષ્મ નામ કર્મોદયથી સૂક્ષ્મ ન લેવું. તેની કાયાનું વ્યાપાદન અસંભવ છે. બાદર - સ્થળ, તે પ્રત્યેકના બે ભેદ • બસ અને સ્થાવર, સૂક્ષ્મગસ - કંથ આદિ, સ્થાવર - વનસ્પતિ આદિ. બાદગ્રસ • ગાય આદિ, સ્થાવર - પૃથ્વી આદિ. એ બધાં જીવોનો હું સ્વયં અતિપાત કરું નહીં, બીજા વડે અતિપાત કરાવું નહીં, અન્ય અતિપાત કરનારને અનુમોટું નહીં ક્યાં સુધી જીવન પર્યા. અહીં સૂક્ષ્મ કે બાદર આદિને આશ્રીને પ્રાણાતિપાત ચાર પ્રકારે જાણવો. તે આ પ્રમાણે • દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તેમાં દ્રવ્યથી છ જીવ-નિકાયોનો, ક્ષેત્રથી તીછદિલોકમાં, કાળથી અતીતાદિમાં કે રાત્રિમાં, ભાવથી રાગ કે દ્વેષ વડે - માંસાદિ માટે તે રાગથી, શત્રુને મારે તે દ્વેષથી. અહીં આ રીતે ચતુર્ભગી જાણવી - કોઈ દ્રવ્યથી પ્રાણાતિપાત કરે પણ ભાવથી ન કરે. ઇત્યાદિ રૂપ પૂર્વવતુ.
વ્રત સ્વીકાર્યા પછી નિગમન કહે છે કે ભગવન્! હું પહેલાં મહાવતને આપની સામે ભાવથી વ્રત પાળવા તૈયાર થયો છું. આજથી આરંભીને મારે સર્વથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org