________________
અધ્યo ૪ ભૂમિકા
૧૦૩ હજી આધ્યયન - ૪ - “છ જીવનિકાય”
-- — — — — ——• સૂત્ર • ૩૨૧
મેં તે આયુષ્યમાન ભગવતે એ પ્રમાણે કહે છે તે સાંભળો છે કે - આ “ક જીવનિકાય' નામક આધ્યયન નિરો કાપગોત્રીય શ્રમણ ભગવંત મહાતીર દ્વારા પ્રવદિત, સુખ્યાત, સુગમ છે. આ “ધર્મ પ્રાપ્તિનું અધ્યયન મારે માટે શ્રેષ્ઠ છે.
• વિવેચન - ૩૨૧
ક્ષલ્લિકાચાર કથા આધ્યયનની વ્યાખ્યા કરી, હવે “છ જીવનિકાય' નામે કહે છે. તેનો આ સંબંધ છે - ત્યાં કહ્યું કે સાધુ એ વૃતિ આચારમાં કરવી, અનાચારમાં નહીં. આ જ આત્મસંયમનો ઉપાય છે. અહીં તે આચાર છ જવનિકાય ગોચર પ્રાયઃ છે, માટે તે કહે છે - x- X... આ સંબંધે આવેલ આ અધ્યયન છે.
તે સંબંધે ભાષ્યકાર કહે છે - • ભાષ્ય - ૫ - વિવેચન
જીવનો આધાર તે આચાર કહેવાય છે, કેમકે તેનું પરિજ્ઞાન અને પાલન દ્વારથી છે. તે પ્રમાણે આ અવસરે આવેલ છે. શું? “છ જીવનિકાય' અધ્યયન. તેનો અધિકાર આ પ્રમાણે થાય છે -
• નિર્યુક્તિ - ર૧૭, ૨૧૮ વિવેચન -
જીવ અને આજીવનું સ્વરૂપ જેમાં સમજાય તે જીવાજીવાભિગમ. સ્વરૂપ બતાવે પછી જાણપણું થાય. ચારિકધર્મ - પ્રાણાતિપાત આદિ નિવૃત્તિ રૂ૫. વતન - પૃથ્વી આદિમાં આરંભના ત્યાગ રૂપ ચત્ન કરવો તે. ઉપદેશ - જે રીતે આતમા ન બંધાય ઇત્યાદિ વિષય રૂ૫. થર્મલ અનુત્તર જ્ઞાનાદિ. આ છ જીવનિકાયના અધિકારો છે. હવે નિક્ષેપ કહે છે - X- ૪- નામ નિષ્પન્ન નિક્ષેપ તે આ “છ જીવનિકાય' છે. તેમાં છે, જીવ નિકાય એ ત્રણે પદોની વ્યાખ્યા કહીશ. તેમાં એકના અભાવે છે એનો અભાવ થાય તેથી પહેલાં એકની પ્રરૂપણા કરે છે -
• નિર્યુક્તિ - ૨૧૯, ૨૨૦ :
નામ, સ્થાપના, દ્રવ્ય ઇત્યાદિ અધિકાર પહેલાં અધ્યયનમાં કહેલ હોવાથી અહીં કહેતા નથી. હવે સંગ્રહમાં બે આદિને છોડીને “છ'ની પ્રરૂપણા કહે છે - તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય - છ - સચિત્તાદિ ભેદે છે. ક્ષેત્ર છ - છ આકાશ પ્રદેશ અથવા ભરતાદિ છે. કાળ છ - છ સમય કે છ ઋતુ જાણવી, ભાવ છ - ઓદયિકાદિ છા ભાવ છે. અહીં સચિત દ્રવ્ય - છ થી અધિકાર છે. • x- હવે જીવ પદને કહે છે -
• નિયુક્તિ - ૨૨૧, ૨૨૨ : વિવેચન આ બે દ્વાર ગાથા છે, (૧) જીવનો નિક્ષેપો તે નામાદિ છે. (૨) પ્રરૂપણા બે ભેદે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org