________________
૧૦૨
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ અને આતા એ તે સંયમ અને તપ દ્વારા પૂર્વ કર્મોનો ક્ષય કરીને પરિનિવૃત્ત થાય છે - તેમ હું કહું છું.
• વિવેચન - ર૭ થી ૩૧ -
પાંચ આશ્રય - હિંસાદિ. પરિણારn - બે ભેદે, જ્ઞ પરિફાથી અને પ્રત્યાખ્યાન પરિફાથી. ચોતરફી જાણનારા તે પંચામ્રત પરિાતા. - x - આવા હોવાથી મન, વચન, કાય ગતિથી ગુપ્ત. પ્રજની કાયાદિ છ કાચમાં સંયત- સર્વ પ્રકારે યતના કરનારા. પાંચ ઇંદ્રિયોની નિગ્રહણા તે પંચ નિગ્રહણા, ધીર- બુદ્ધિમાન કે સ્થિરનિર્ગવ્ય - સાધુ. હજુદર્શી - બાજુ એટલે મોક્ષ, હજુ પણાથી સંયમ, તેને ઉપાદેય પણે જોનારા.
તે બાજુદર્શી કાળને આશ્રીને યથાશક્તિ આ કરે છે • ઉર્થ સ્થાનાદિથી ઉષ્ણકાળમાં આતાપના લે છે. શીતાળમાં વસ્ત્ર રહિત રહે છે. વષકાળમાં એક આશ્રય
સ્થાને રહે છે. સંવત - સાધુ, સુસમાહિત - જ્ઞાનાદિમાં યત્નવાળા. -૦- પરિષહ - માર્ગથી ભ્રષ્ટ ન થવા તથા કર્મ નિર્જરાર્થે પરીષહો સહન કરે. પરીષહ - ભુખ, તરસ આદિ. તે જ શત્રુ રૂપ હોવાથી “પરીષહરિપુ' કહ્યા. દાંત - પરીષહનું દમન કરનાર, - *- મોહ - અજ્ઞાન. જિતેન્દ્રિય - શબ્દાદિમાં રાગ-દ્વેષ રહિત. તેઓ શરીર અને મન સંબંધી દુ:ખના ક્ષયાર્થે પ્રવર્તે છે. કેવા છે? મહર્ષિ.
હવે તેમને શું ફળ પ્રાપ્ત થાય; તે કહે છે - સિકાદિના ત્યાગથી તે દુષ્કર કૃત્યો, આતાપનાદિ દુસહ દુઃખો સહીને કેટલાંક સીધમદિ દેવલોકમાં જાય છે. કેટલાંક સાધુ આઠ કર્મ જ સહિત થઈને મોક્ષમાં જાય છે. ત્યાં એકેન્દ્રિયો પણ હોય તે નિવારવા આઠ પ્રકારના કર્મરહિત કર્યું. જેઓ આવા અનુષ્ઠાનથી દેવલોકમાં જાય છે તેઓ પણ ત્યાંથી ચ્યવીને આદિશમાં સુકુળમાં જન્મ પામીને જલ્દી મોક્ષે જાય છે. અર્થાત પૂર્વોક્ત બધાં કમોને સંયમ અને તપથી અપાવીને અનુક્રમે સભ્યમ્ દર્શનાદિ લક્ષણો પામીને આત્માદિના ત્રાતા બનીને સિદ્ધિપદને પામે છે. • • તેમ હું કહું છું. - x•
મુનિ દીપરત્નસાગરે કરેલ અધ્યયન - ૩ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org