________________
૧૦૦
દશવૈકાલિકલસુત્ર-સટીક અનુવાદ tહાણ કિસ્સાદામ, ઉપાનાત, જયોતિસમારભ શાતર પિંડ, જસદી, પક, ગૃહપતરનિયા, ગાત્ર ઉદ્વર્તન, ગૃહસાવચ્ચ, સાજીdવૃત્તિતા, તમાનિતભજિત્વ, આતુર સ્મરણ, સાનિતમુવક, શૃંગબેર, ઇડ, સારિકંદ, સતિમુલ, કાચ ફળ, બીજ, સાવધ સવલ, સેંથલનામક રુમ લવણ, અમુવી નામક પશુ સાર, કાલાલવા, ધૂપન, વમન, વનિર્મ, વિરેચન, અજન, દંતધાવન, ગાબામ્બગ, વિભુષણ.
(૨૬) જે સંયમમાં ઉફક્ત છે, લલુભૂતિ વિહારી છે, નિઝભ્ય મહર્ષિ છે, તેના માટે આ બધું કરનારી છે.
• વિયન - ૧૭ થી ૨૬ -
અહીં સંહિતાદિ કમ સુગમ છે. તેથી ભાવાર્થ કહે છે -- સંયમ - દ્રુમપુઘિકામાં બતાવેલ સ્વરૂપવાળા શોભન પ્રકારે આગમની રીતિથી જેનો આત્મા સ્થિત છે, તે સુચ્છિતાત્મા, જે વિશેષ પ્રકારે બાહ્ય અવ્યંતર પરિગ્રહથી વિપ્રમુક્ત, પોતાને તતા બીજાને અને ઉભયને દુઃખથી રક્ષે છે. પોતાને જે તે પ્રત્યેક બુદ્ધ, પર ને રક્ષે તે તીર્થંકર કેમકે પોતે કરેલા છે, સ્વ-પરને તારનારા તે સ્થવિરસે. તેમને આ કહેવાનાર (બાબતો) આવ્ય છે. કોને? સાધુને. મહર્ષિ એટલે યતિ અથવા મોટું શીલ. તે આદરવાની ઇચ્છાથી મહર્ષિ - *- અહીં એમ જાણવું કે જેઓ સંયમમાં સુસ્થિત છે, તે જ વિપમૂક્ત છે. - એ પ્રમાણે બધે કહેવું બીજા પશ્ચાનુપૂર્વીથી કહે છે - મહર્ષિ છે માટે જ નિર્ચન્જ છે, ઇત્યાદિ.
- હવે અનાચરિત કહે છે - (૧) ઔદેશિક - સાધુને આશ્રીને દેવા માટે બનાવેલ તે (૨) જીત - સાધુ. સાધ્વી માટે ખરીદ કન્સ તે. (3) નિયાગ - આમંત્રિત પિન નિત્ય ગ્રહણ. (૪) અભિહડ - પોતાના ગામથી સાધુ નિમિત્તે સામું લાવીને આપે. અહીં સ્વગ્રામ, પરગ્રામ આદિ ઘણાં ભેદોવાળું જાણવું. (૫) રાત્રિભોજન - દિવસે લીધેલું બે ખાય વગેરે યાર ભંગો.
(૬) સ્નાન - દેશથી કે સર્વથી. દેશ સ્નાન તે કાળ-મૂત્રના સ્થાન સિવાય બીજા સ્થાને ધોવું, આંખની પાંપણ પાણ ધોવે તે દેશ ખાન. સર્વ સ્નાન પ્રસિદ્ધ છે (૭ થી ૯) ગંધમાં કોષ્ઠપુટાદિ, માલ્યમાં માળા, વીંઝણો - પંખો - *- (૧૦) સંનિધિ - જેનાથી આત્મા દુર્ગતિમાં લઈ જવાય તે- ધી, ગોળ આદિનો સંચય. (૧૧) ગૃહસ્થના વાસણ, (૧૨) રાજપિંડ- આજનો આહાર - ૪ (૧૩) સંગાધન - હાડકાં, માંસ, ચામડી, રોગ એ ચારેના સુખ માટે મર્દન.
(૧૪) દંત ધાવન - આંગળી આદિથી દાંતને સાફ કરવા. (૧૫) સંપ્રજ્ઞા - સાવધ, ગૃહસ્થને આશ્રીને કેમ ચાલે છે? અથવા હું કેવો લાગું છું ઇત્યાદિ. (૧૬) દેહપ્રલોકન- અરિસા આદિમાં જોવું. અહીં ઔશિકથી વીંઝણ સુધીના દોષો આરંભ પ્રવર્તન રૂપ છે. સંનિધિથી દેહ પ્રલોકન સુધી પરિગ્રહ અને પ્રાણાતિપાતાદિ છે. તે સ્વ બુદ્ધિએ વિયાસ્વા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org