________________
ઉપોદ્દાત નિ ૩૫૦
૧૬૯
૧૦
આવશયક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
કલુષિત મતિવાળા મને તે જ યોગ્ય છે.
• નિયુક્તિ-૩૫૮+વિવેચન :
પાપભીરુ સાધુઓ ઘણાં જીવોથી વ્યાપ્ત જળના આરંભને વર્જે છે કેમકે ત્યાં જ વનસ્પતિનું અવસ્થાન હોય છે. પરંતુ મારે તો પરિમિત જળથી સ્નાન અને પાન બંને હો. કેમકે હું તેવો નથી. આવા - પાપ.
• નિયુક્તિ -૩૫૬ :
એ પ્રમાણે તેણે રચિકમતિથી અને પોતાની મતિની વિકલ્પનાથી તેને હિતકારી હેતુથી યુક્ત આવો પરિશ્તાક વેશ રહ્યો.
• વિવેચન-૩૫૬ :
સ્થળ મૃષાવાદાદિથી નિવૃત્ત. એ પ્રમાણે આની રચિતામતિ, તેથી નિજ મતિ વડે વિકલિત, આવું ચિહ્ન-વેશ રચ્યો. - X - X - X - ભગવંત સાથે વિચરતા, સાધુ વચ્ચે વિજાતિક જેવો જોઈને કૌતુકથી લોકો તેને પૂછતા, તે કહે છે –
• નિયુક્તિ-૩૬૦ :
આ તેનું પ્રગટ [નવું] રૂપ જોઈને ઘણાં લોકો ધર્મ પૂછતા હતા. આવો ધર્મ કેમ ગ્રહણ કર્યો પૂછે તો પૂર્વ કથિત બધું કહેતા.
• વિવેચન-3૬૦ -
પ્રગટરૂપ-વિજાતિયપણું. - xમરીચિ સાધુઓનો ક્ષાંતિ આદિ ધર્મ જ કહેતા. ત્યારે લોકો પૂછતા કે સાધુધર્મ શ્રેષ્ઠ છે તો તમે કેમ સ્વીકારતા નથી ? ત્યારે શ્રમણો મણ દંડથી વિરત હોય” ઈત્યાદિ પરિકથન કર્યું. •x - એમ ગાથાર્થ કહ્યો.
• નિયુક્તિ-૩૬૧ -
ધર્મકથા કહેવાથી • પ્રતિબોધ પામી દીક્ષાર્થે ઉપસ્થિતને મરીચિ, ભગવંતને શિષ્યપણે અર્પણ કરે છે. પોતે ગામ, નગરાદિમાં સ્વામી [ભગવત] સાથે વિચરે છે.
• વિવેચન-૩૬૧ -
ગાથાર્થ કહ્યો. કોઈ દિવસ વિચરતા ભગવંત અષ્ટાપદે પહોંચ્યા, ત્યાં સમોસચ. ભરત પણ ભાઈઓની દીક્ષાથી મનમાં જન્મેલ સંતાપથી અવૃતિ કરતો હતો. તેથી કદાચ ભોગો આપવાથી ફરી ગ્રહણ કરે તો સારું એમ વિચારી ભગવંત પાસે આવીને પોતાના ભાઈઓને ફરી નિમંત્રણા કરી, તેમને ભોગથી નિરાકૃત જાણીને વિચારે - હવે આ બધાં સંગને ત્યજેલાને આહાર દાન વડે હું ધર્મનું અનુષ્ઠાન કર્યું. તેથી ૫૦૦ ગાડામાં વિવિધ આહાર લાવીને નિમંત્રણા કરી, પણ સાધુને આધાકર્મી અને હદય આહારાદિ ન ખપે. તેથી પ્રતિષેધ કર્યો. અકૃત - અકારિત જ્ઞ વડે નિમંત્રિત કર્યા. પણ રાજપિંડ ન કલો માટે નિષેધ કર્યો. હું ભગવંત વડે સર્વથા ત્યજાયેલ છું એમ જાણી પુરેપૂરો દુ:ખી દુ:ખી થઈ ગયો. તેને દુઃખી થઈ ગયેલો જાણીને ઈન્દ્રએ તેના કોપની ઉપશાંતિ માટે ભગવંતને અવગ્રહ પૂણ્યો -
ભગવંત!! અવાહ કેટલાં ભેદે છે ? ભગવંતે કહ્યું – પાંચ ભેદે છે. દેવેન્દ્ર,
રાજા, ગૃહસ્પતિ, સાગારિક અને સાધર્મિકનો અવગ્રહ. પાના - ભરતનો અધિપતિ, ગૃહપતિ-માંડલિક રાજ, સાગારિક-સજ્જાતર, સાધર્મિક-સંયત. તેમાં ઉત્તર ઉત્તરથી પૂર્વ-પૂર્વનો અવગ્રહ બાધિત છે. દેવેન્દ્રએ કહ્યું - ભગવન્! આ જે શ્રમણો મારા અવગ્રહમાં છે, તેને હું અવમૂહની અનુજ્ઞા આપુ છું. ભરd - X • પોતાના અવગ્રહની અનુજ્ઞા આપી.
ભરતે પૂછ્યું કે આ લાવેલા અન્ન-પાનનું શું કરવું? દેવેન્દ્રએ કહ્યું કે ગુણોત્તરને પૂજા. ભરતે વિચારતા કહ્યું કે શ્રાવકો દેશવિરત છે માટે ગુણોત્તર છે, તેને આપો. ભરતે દેવેન્દ્રનું મૂળરૂપ જાણવા પૂછ્યું - x-x - ઈન્દ્ર કહ્યું - મનુષ્ય ન જોઈ શકે. ભરતે કૌતુકથી આકૃતિ માત્ર જાણવા પૂછ્યું, ઈન્દ્ર કહ્યું - તું ઉત્તમ પુરષ છો માટે એક અવયવ દર્શાવુ છું પછી માત્ર તેણે આંગળીનું ભાસ્વર રૂપ દેખાડ્યું. જોઈને ભરત અતીવ ખુશ થયો. શક્રની આંગળી સ્થાપી મહોત્સવ કર્યો.
ભરતે શ્રાવકોને બોલાવી કહ્યું – તમારે રોજ મારે ત્યાં ભોજન કરવું. ખેતી આદિ ન કરવી, સ્વાધ્યાયાદિમાં રત રહેવું જમવારે મને કહેવું – “આપ જિતાયેલા છો, ભય વધે છે, તેથી કોઈને હણો નહીં – હણો નહીં. તેઓએ તે પ્રમાણે કર્યું.
ભરત રતિના સાગરમાં ડૂબેલ હોવાથી અને પ્રમાદવથી તે શબ્દો સાંભળી ઉત્તર કાલે વિચારતો - હું કોના વડે જીતાયો છું ? કપાયો વડે. તેનાથી જ ભય વધી રહ્યો છે, એમ વિચારી સંવેગ પામતો.
એ અવસરે ઘણાં લોકોને કારણે સોઈયા રસોઈ કરવા અસમર્થ થયા. ભરતને નિવેદન કર્યું - અમે જાણતા નથી કે શ્રાવક કોણ છે અને કોણ નથી ? ભરતે કહ્યું - પૂછીને આપવું. ત્યારે તેઓ પૂછતા કે તમે કોણ છો ? શ્રાવક. શ્રાવકોને કેટલાં વ્રત હોય ? શ્રાવકોને વ્રત ન હોય, પણ અમને પાંચ અણુવત હોય. કેટલાં શિક્ષાવતો હોય? તેઓ કહેતા કે સાત શિક્ષાવતો હોય. આવા પ્રકારના જે હોય તે શ્રાવકોને કાકિણી રનથી લાંછિત કર્યા. ફરી છ માસે જે બીજા થતાં તેમને પણ લાંછિત કરતા હતા. - x • એ પ્રમાણે બ્રાહ્મણો થયા.
તેઓએ પોતાના પુત્રોને સાધુઓને સોંપ્યા, તેમણે દીક્ષા લીધી, તેઓ પરીષહથી ડરતા હોવાથી શ્રાવકો જ હતા. આ ભરતના રાજ્યની સ્થિતિ હતી. આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હતું. તેથી તેણે સોનાની જનોઈ કરાવી. મહાયશા વગેરે રાજામાંથી કેટલાંકે રૂપાની, કેટલાંકે વિચિત્ર સુતરમય પની જનોઈ બનાવી. એ પ્રમાણે જનોઈ પ્રસિદ્ધ થઈ. હવે ઉપસંહારાર્થે સમોસરણાદિ ગાથા વડે કહે છે -
• નિયુક્તિ-૩૬૨ + વિવેચન :
ભગવંતનું સમોસરણ અષ્ટાપદે થયું. ભરત વડે ભોજન લવાયું. તેને ગ્રહણ ન કરાતા વ્યથિત થયેલા ભરતને જોઈને દેવેન્દ્રએ અવગ્રહ પૂછ્યો. ભગવંતે તેનું પ્રતિપાદન કર્યું. ભરતરાજાએ દેવલોકવાસીના રૂપની પૃચ્છા કરી, ઈન્દ્ર આંગળી બતાવી. ત્યારથી પ્રજોત્સવ પ્રવર્યો. ભરતે આહારનું શું કરવું તે પૂછવું ઈત્યાદિ બધું ઉપર કહેવાઈ ગયું છે. આ રીતે આઠ પુરુષ સુધી અથવા આઠ તીર્થંકર સુધી ધમાં