________________
ઉપોદ્ઘાત નિ૰ ૩૪૮
આ અર્થને સાત ગાથા વડે બતાવે છે
-
૧૬૭
• નિર્યુક્તિ-૩૪૯ અને ભાષ્ય-૩૨ થી ૩૭ :
નિ-બાહુબલીને ક્રોધ ચડ્યો, દૂતે તે વાત ભરતને કહી, દેવતા આવ્યા, બાહુબલીનું કથન - અધર્મ યુદ્ધ મારે નથી કરવું. દીક્ષા લીધી. પ્રતિમા ધ્યાન
સ્વીકાર કર્યો.
ભાત -
પહેલાં ષ્ટિયુદ્ધ, પછી અનુક્રમે વાયુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, દંડયુદ્ધ થયું બધાંમાં ભરતનો પરાજય થયો. પરાજિત થયેલો નરપતિ શોક પામી વિચારે છે કે ખરેખર ચક્રવર્તી આ છે કે પછી હું અત્યારે દુર્બળ થયેલો છું. વર્ષ વીત્યા પછી અમૂઢલક્ષ્યવાળા અરિહંતે પુત્રીઓને [બ્રાહ્મી, સુંદરીને] મોકલી, “હાથી ઉપરથી ઉતરો' એમ કહ્યું, બાહુબલી વિચારે છે કે હાથી ક્યાં ? પગ ઉપડતાં કેવળ જ્ઞાન પામ્યા. ઈત્યાદિ - ૪ - ૪ - બધું પૂર્વે નિયુક્તિ અને વિવેચનમાં કહેવાઈ ગયું છે, તે જ મરીચિ ૧૧-અંગ ભણ્યા સુધી જાણવું. • વિવેચન-૩૪૯ + ભા. ૩૨ થી ૩૭ :
આનો અર્થ તો કહેવાયેલો જ છે, છતાં અસંમોહાર્થે અક્ષર ગમનિકા બતાવે છે – ભરતનો સંદેશો સાંભળીને બાહુબલિને કોપ થવો. તે નિવેદન ચક્રવર્તી ભરતને દૂતે કર્યુ. યુદ્ધમાં પરાજિત થયેલ ભરતને વિચાર આવ્યો કે શું આ ચક્રવર્તી છે કે હું? ત્યારે દેવ આવ્યા. બાહુબલિ વડે પરિણામે દારુણ એવા ભોગોની વિચારણા કરી કથન કરાયું કે મારે રાજ્યનું પ્રયોજન નથી, હું અધર્મથી યુદ્ધ નહીં કરું. તેણે દીક્ષા લીધી, જ્ઞાનોત્પત્તિ વિના હું મોટો ભાઈ, નાના ભાઈઓ પાસે કેમ જાઉં ? તેથી પ્રતિમા સ્વીકારી પ્રતિજ્ઞા કરી કે હું જ્ઞાનોત્પત્તિ થયા વિના જઈશ નહીં.
આ નિયુક્તિ ગાથા કહી, હવે બાકીની ભાષ્ય ગાથા છે.
[ભાષ્ય ગાથાની વૃત્તિ, અર્થમાં અને પૂર્વની વૃત્તિમાં કહેલી છે માટે ફરી કહેતાં નથી બાહુબલી કેવલી થઈને કેવલીની પર્યાદામાં બેઠા, ભરત પણ ભુવનને એક છત્ર કરી વિપુલ ભોગો ભોગવે છે. મરીયિ પણ સ્વામી પાસે તપ અને સંયમપૂર્વક વિયરે છે. તે પણ સામાયિક આદિ અગિયાર અંગોનું અધ્યયન ક્રિયામાં ઉધુક્ત રહી ભગવંતના શ્રુતમાં ભક્તિવંત થઈ, ગુરુ પાસે ભણ્યો.
• નિયુક્તિ-૩૫૦ + વિવેચન :
હવે અન્ય કોઈ દિવસે ઉનાળામાં ઉષ્ણ પરિષહથી [તાપથી] વ્યાપ્ત શરીરવાળો અસ્નાન વડે ન રહેવાતા સંયમ ત્યજીને હવે કહેવાનાર કુલિંગની વિચારણા કરે છે. • નિયુક્તિ-૩૫૧ * વિવેચન :
[મરીચિ વિચારે છે −] મેરુ ગિરિ જેવા ભારવાળો [સંયમ] હું મુહૂર્ત માત્ર પણ વહેવાને સમર્થ નથી. તેથી શ્રમણ ગુણમાં ગુણરહિત તે સંસારની અભિલાષાવાળો થયો. તે ગુણો ક્યા? ક્ષાંતિ આદિ, હું ધૃતિ આદિ ગુણ રહિત અર્થાત્ સંસારનો અનુકાંક્ષી છું. તો હવે મારે શું કરવું જોઈએ? શ્રમણગુણાનુપાલન શક્ય નથી, ગૃહસ્થત્વ પણ ઉચિત નથી, તો શું કરવું?
૧૬૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિર્યુક્તિ-૩૫૨ * વિવેચન :
એ પ્રમાણે ચિંતવતા મરીચિએ તેની પોતાની કલ્પના બુદ્ધિ ઉત્પન્ન થતા વિચાર્યુ કે મને ઉપાય જડ્યો, આ મારી શાશ્વત બુદ્ધિ જન્મી છે - થઈ છે. - આ મતિ પરોપદેશથી થયેલ ન હતી. તેને થયું કે મને વર્તમાન કાલોચિત્ત ઉપાય મળી ગયો. શાશ્વત એટલે આકાલિકી કેમકે પ્રાયઃ નિરવધ જીવિકા હેતુપણે છે. હવે કેવું કુલિંગત્વ વિચાર્યું. તે બતાવતા કહે છે –
• નિયુક્તિ-૩૫૩
શ્રમણો ત્રિદંડથી વિરત છે. તે ભગવંતો નિશ્ચલ અને સંકુચિત ગાત્રવાળા છે, પણ હું તો ઈન્દ્રિયો અને દંડને જીત્યા વિનાનો છું. માટે મારે “ત્રિદંડનું ચિહ્ન થાઓ.
• વિવેચન-૩૫૩ :
ત્રિદંડ - - મન, વચન, કાચા લક્ષણવાળા. ભગવંત-ઐશ્વર્ય આદિ ભગના યોગથી. નિષ્કૃત - અંતઃકરણના અશુભ વ્યાપારના ચિંતનનો ત્યાગ કરેલા, સંકુચિત - અશુભકાય વ્યાપારના ત્યાગવાળા જેના અંગો છે તેવા, અજિતેન્દ્રિય - ચક્ષુ આદિ ઈન્દ્રિય ન જીતેલો. તેથી મને ત્રિદંડ ચિહ્ન થાઓ, જેથી હું વિસરી ન જાઉં.
• નિયુક્તિ-૩૫૪ * વિવેચન :
મુંડ બે પ્રકારે છે – દ્રવ્યથી અને ભાવથી. આ શ્રમણો બંને રીતે મુંડ છે, કઈ રીતે ? લોચ વડે અને ઈન્દ્રિયોથી મુંડ, સંયત પણ છે પણ હું ઈન્દ્રિયથી મુંડ નથી, તેથી આ દ્રવ્યમંડપણું પણ શા કામનું ? હું છરાથી મુંડિત મસ્તક અને ચોટલીવાળો થઈશ. તથા શ્રમણો બધાં પ્રાણિવધથી વિરત હોય છે, હું તેવો નથી. તેથી હું સ્થૂળપ્રાણાતિપાતથી સદા વિરમણ વ્રતવાળો થઈશ.
નિયુક્તિ-૩૫૫ + વિવેચન :
કિંચન - સુવર્ણાદિ પરિગ્રહ ચાલ્યો ગયો હોવાથી નિષ્કિંચન એવા શ્રમણો છે, તથા જેમને અલ્પ પણ પરિગ્રહ નથી તેવા જિનકલ્પિકાદિ છે. પણ હું તેવો નથી. તેથી હવે માર્ગની અવિસ્મૃતિ અર્થે મને સોનાની જનોઈ આદિ પરિગ્રહ થાઓ. શીલ વડે શોભન ગંધવાળા શ્રમણો છે. હું તો શીલથી દુર્ગન્ધયુક્ત છું, તેથી મને ગંધ ચંદન ગ્રહણયુક્ત થાઓ.
• નિયુક્તિ-૩૫૬ + વિવેચન :
જેનામાંથી મોહ ચાલી ગયેલ છે તે વ્યગતમોહવાળા, એવા શ્રમણો છે. હું તેવો નથી. તેથી મોહથી આચ્છાદિત એવા મને છત્ર હો. શ્રમણો ઉપાનહ રહિત હોય છે, પણ મારે ઉપાનહ થાઓ.
• નિર્યુક્તિ-૩૫૭
+ વિવેચન :
જેને શ્વેત વસ્ત્રો છે તે શ્વેતાંબર શ્રમણો છે. જે વસ્ત્રરહિત છે તે નિર્વસ્ત્ર છે, જેવા કે જિનકલ્પિકાદિ. માઁ - મને, આ શબ્દથી તત્કાળ ઉત્પન્ન તપાસ અને શ્રમણોનો વિચ્છેદ કર્યો. મને ધાતુક્ત [ગેરુ રંગના] વસ્ત્રો યાઓ. કેમકે કષાયથી