________________
ઉપોદ્ઘાત નિ ૧૮૨
૧33
• નિયુક્તિ-૧૮૨+વિવેચન :
પહેલા અને છેલ્લા તીર્થકરે આ સર્વે સ્થાનોને વારંવાર પૃષ્ટ કર્યા છે, મધ્યમ જિનેશ્વરોએ એક, બે, ત્રણ કે સર્વ સ્થાનો સેવ્યા છે.
• નિયુક્તિ-૧૮૩+વિવેચન :
તે તીર્થકર નામ ગોત્રકર્મ કઈ રીતે વેદાય છે ? અશ્લાન ધર્મ દેશનાદિ વડે, તેને ભગવંત તીર્થકરના ભવ પૂર્વેના ત્રીજા ભવમાં બાંધે છે - x - તેની સ્થિતિ ઉત્કટથી કોડાકોડી સાગરોપમની હોય છે અને તે પ્રારંભ બંધ સમયથી આરંભીને સતત ઉપયય પામતા યાવતુ પૂર્વકરણના સંખ્યાતા ભાગો વડે બંધાય અને કેવલીકાળે તેનો ઉદય થાય છે.
તે કઈ ગતિમાં બંધાય તે કહે છે – • નિયુક્તિ-૧૮૪ -
નિયમાં મનુષ્ય ગતિમાં સ્ત્રી, પુરુષ કે નપુંસક શુભવેચાવાળો વીસા સ્થાનક પદમાંથી એક, બે, ત્રણ કે વીશે પદ સેવીને બાંધે.
• વિવેચન-૧૮૪ :
નિયમથી મનુષ્યગતિમાં બંધાય છે. તેને કોણ બાંધે ? સ્ત્રી, પુરુષ કે નપુંસક બધાં બાંધે? ના, શભલેશ્યાવાળો અનેક પ્રકારે સેવીને બાંધે છે - x - વીશમાંના કોઈપણ સ્થાન વડે બાંધે છે. - - - શેષ કથાનક કહે છે –
બાહુ વડે વૈયાવચ્ચ કરણથી ચક્રવર્તીના ભોગ નિર્વતિત થયા. સુબાહુ વડે વીશ્રામણાથી બાહબલ નિવર્તિત થયું પાછળના બે-પીઠ અને મહાપીઠ વડે માયાથી સ્ત્રીનામ ગોત્ર કર્મ અર્જિત થયું.
પછી તેઓ વાયુને પાળીને પાંચે કાળા કરીને સવર્થિસિદ્ધ વિમાનમાં 33સાગરોપમ સ્થિતિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં પણ યથા આયુ પાળીને પહેલો વજનાભ ચ્યવીને આ અવસર્પિણીમાં સુષમ સુષમા આરો વ્યતિક્રાંત થયો, સુષમાં આરો પણ ગયો, સુષમદુષમા આરો ઘણો ગયો. ૮૪ લાખ પૂર્વમાં ૮૯ પક્ષ બાકી રહેતા, અષાઢ વદ ચોથે જેિઠ વદ-૪] ઉત્તરાષાઢા યોગ યુક્ત ચંદ્ર થયો ત્યારે ઈવાકુ ભૂમિમાં નાભિ કુલકરની મરદેવા પત્નીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
માતા ઋષભ, હાથી આદિ ચૌદ સ્વપ્નો જોઈને જાગી. સ્વપ્નો નાભિ કુલકરને કહ્યા. તેણે કહ્યું - તારો પુત્ર મહાત્ કુલકર થશે.
ત્યારે શુકનું આસન ચલિત થયું, જદી અહીં આવ્યો, બોલ્યો હે દેવાનુપિય ! તમારા પુત્ર સકલ ભુવનના મંગલ આલયરૂપ પહેલો રાજા, પહેલો ધર્મ ચક્રવર્તી થશે. તો કોઈ કહે છે કે – બગીશે ઈન્દ્રોએ આવીને આવું કહ્યું. પછી મરુદેવા હષ્ટ-તુષ્ટ થઈ ગર્ભને વહન કરે છે.
આ જ અર્થનો ઉપસંહાર કરતાં કહે છે - • નિયુક્તિ-૧૮૫+વિવેચન :બધાંનો ઉપયાત સર્વાર્થસિદ્ધ થયો. પછી આયુનો ક્ષય થતાં પહેલાં રાષભદેવ
૧૩૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ વ્યા. આષાઢ નક્ષત્રમાં, કૃષ્ણ ચતુર્થીએ આવ્યા.
અહીં વકતવ્યતા કહી, હવે આ દ્વાર ગાયાને નિયુક્તિમાં કહે છે – • નિયુક્તિ -૧૮૬ -
અરિહંતનો જન્મ, નામકરણ, વૃદ્ધિ, જાતિસ્મરણ, વિવાહ, સંતાનો, અભિષેક, રાજ્યસંગ્રહ [દિ દ્વારા કહેવા.]
• વિવેચન-૧૮૬ :
જન્મ વિષયક વિધિનું કથન. “ચૈત્રવદ-૮” આદિ કહેશે. નામ વિષયક વિધિનું કથન, “દેશોન” આદિ કહેશે, ભગવંતની વૃદ્ધિ - “હવે તે ભગવંત મોટા થાય છે” વગેરે. જાતિસ્મરણમાં વિધિનું કથન – “જાતિસર” આદિ કહેશે. વિવાહ વિધિ કથન, “ભોગ સમર્થ” આદિ કહેશે. અપત્યમાં ક્રમ કહે છે. રાજ્યસંગ્રહ વિષય કહેવો – “અશ્વ, હસ્તિ, ગાય ઈત્યાદિ.
આ સમુદાયાર્થ કહ્યો. અવયવાર્થ પ્રતિદ્વારે અવસર મુજબ કહેશે. તેમાં પહેલું દ્વાર - અવયવાર્થે જણાવે છે -
• નિયુક્તિ-૧૮૭ :
શૈઝવદ આઠમ ગુજરાતી ફાગણવદ-૮] ના દિવસે આષાઢા નક્ષત્રમાં ઋષભદેવનો જન્મ મહોત્સવ બધો જાણવો - ઘોષા સુધી કહેવો.
• વિવેચન-૧૮૭ - ચૂિર્ણિકારે દિકુમારી વર્ણન વધુ વિસ્તૃત કરેલ છે.]
તે મરદેવા માતા નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા, સાડા સાત અહોરાત્ર પુરા વ્યતિકાંત થયા પછી મધ્યરાત્રિ કાળ સમયમાં ચૈત્ર વદ-૮ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આરોગ્યવાળી માતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. તીર્થંકરનો જન્મ થયો ત્યારે સર્વલોકમાં ઉધોત થયો.
તીર્થકરની માતા પ્રસન્ન ગર્ભવાળી હોય છે. જર, લોહી, કલમલ યુક્ત હોય છે. પછી મિલોકના નાથનો જન્મ થતાં અધોલોકમાં વસનારી આઠ દિકકુમારીઓ - ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, સુવસા, વસમિકા, પુષ્પમાલા અને અનિંદિતા. એ આઠ દિશાકમારીના આસનો ચલિત થયા. ત્યારે ભગવત્ ઋષભસ્વામીનો જન્મ થયા તેમ અવધિજ્ઞાન વડે જોઈને દિવ્ય ચાનવિમાન વડે જદી આવીને તીર્થકર અને તીર્થકરની મતાતા મરદેવીને વંદન કરીને બોલે છે - [મૂર્ણિને ખાસ જેવી, વર્ણન વધુ છે.].
- હે જગત્ પ્રદીપદાયિકા ! તમને અમારા નમસ્કાર થાઓ. હે દેવાનુપિયા ! અમે અધોલોકમાં વસનારી આઠ દિશાકુમારીઓ તીર્થકર ભગવંતનો જન્મમહિમાં કરીએ છીએ. તો તમે ભયભીત ન થશો.
ત્યારપછી તે પ્રદેશમાં અનેક સ્તંભ ઉપર રહેલા એવા જન્મ ભવનને વિક્ર્વને સંવર્તક વાયુ વિકર્યો છે, પછી તે ભગવંતના જન્મ ભવનથી ચોતરફ એક યોજનમાં વ્રણ, કાઠ, કાંટા, કાંકર, પત્નને લઈ-લઈને એકાંતમાં ફેંકે છે, પછી જદીથી જ વાયુને ઉપશાંત કરી દે છે.